You are here
Home > Prachar News > ખેરાલુ ચિફ ઓફીસર હાજર થતા પાલિકામાં ધમધમાટ

ખેરાલુ ચિફ ઓફીસર હાજર થતા પાલિકામાં ધમધમાટ

(પ્ર.ન્યુ.સ.)     ખેરાલુ,રવિવાર
ખેરાલુ ચિફ ઓફીસર ચિંતનભાઈ ચૌધરીએ ઉચ્ચ અધિકારીની પરીક્ષા આપવા ત્રણ મહિનાની રજા લેતા ખેરાલુ પાલિકામાં અંધારપટ છવાયો હોય તેવો ઘાટ થયો હતો. પાલિકામાં યુધ્ધના ધોરણે ચિફ ઓફીસર મુકવા માટે શહેર ભાજપ પ્રમુખ હેમન્તભાઈ શુકલ, પાલિકા દંડક મોઘજીભાઈ પટેલ પાલિકા પ્રમુખ પ્રેમજીભાઈ દેસાઈ, ઉપપ્રમુખ રસીકભાઈ કડીયા અને કારોબારી ચેરમેન ભગુભાઈ પટેલે ઉચ્ચકક્ષાએ રજુઆતો કરી હતી. છતા કાંઈ પરિણામ ન આવતા શહેર ભાજપ પ્રમુખ હેમન્તભાઈ શુકલએ વ્યકિતગત રીતે તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબેન પટેલ તથા ડેપ્યુટી સી.એમ નિતીનભાઈ પટેલ સમક્ષ રજુઆતો કરી હતી છેવટે કાયમી ચિફઓફીસર ચિંતનભાઈ ચૌધરી હાજર થશે તેમ મોબાઈલ દ્વારા જાણવા મળતા આજે સોમવારથી પાલિકામા ભારે ધમધમાટ જોવા મળશે ચિફ ઓફીસરની ગેર હાજરીથી કયા કામો અટકી પડયા હતા તે જોઈએ તે (૧) નવા મકાનો બાંધવાની પરમીશનો (ર) લગ્ન નોંધણીના દાખલા (૩) નવા વિકાસ કામોની દરખાસ્તો તૈયાર થશે (૪) નવા મકાનોની અટકી ગયેલી આકારણી થતા લાઈટ કનેકશનો મળશે. (પ) નવા વિકાસ કામોની જે વહીવટી અને તંત્રીક મંજુરીઓ આવી ગઈ છે. તેના ટેન્ડરો બહાર પડશે. (૬) વાર્ષિક ટેન્ડરોના વર્ક ઓર્ડરોને ઈન્ચાર્જ ચિફ ઓફિસરે અટકાવ્યા હતા. તેવા વર્ક ઓર્ડરો અપાશે (૭)જન્મ મરણના સુધારા હુકમો થશે (૮) ખેરાલુ શહેરને નડતા જાહેર માર્ગ ના ખાડા પુરાશે (૯)લાઈટ વિભાગમા નવી ખરીદીઓ થશે,(૧૦) વિકાસ કામો થઈ ગયા હોય તેવા કામો કરતી એજન્સીઓને પેન્ડીંગ બીલો ચુકવાશે (૧૧) વ્યવસાય વેરાની પુર્ણ વસુલાત માટે કાર્યવાહી થશે. આમ અનેક પ્રકારના અટકી ગયેલા, પાણીની લાઈનો, સફાઈના કામો કે જે નાણાના અભાવે અટકાયા છે તે પુર્ણ થશે. આગામી ૧પ દિવસમા તમામ કામો હલ થઈ જતા ખેરાલુ શહેરના લોકો માટે કાયમી ચિફ ઓફીસર આશીર્વાદ રૂપ સાબિત થશે. છેલ્લે એવુ કહી શકાય કે પાલિકાના અનેક પ્રશ્નો અને વિવાદોનો કાયમી ચિફ ઓફીસર અંત લાવશે.

Leave a Reply

Top