You are here
Home > Prachar News > વિજય રૂપાણીના ગતિશીલ ગુજરાતમાં સરકારી પોસ્ટ ટીકીટનો દુકાળ !

વિજય રૂપાણીના ગતિશીલ ગુજરાતમાં સરકારી પોસ્ટ ટીકીટનો દુકાળ !

(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
ગુજરાતના સી.એમ.વિજયભાઈ રૂપાણીના ગતિશીલ ગુજરાતમાં સરકારી ઓફીસોમાં સરકારી પોસ્ટની ટીકીટો નહિ મળવાના કારણે અનેક કામો ખોરંભે પડી લેટ થઈ રહ્યા છે.
પ્રાપ્ત માહિતી મુજબ રાજ્યના મોટાભાગની સરકારી ઓફીસોમાં સરકારી ઉપયોગમાં લેવાતી પોસ્ટની ટીકીટો ખૂટી ગઈ છે. ટીકીટો ન હોવાના કારણે લોકોને સરકાર તરફથી મોકલવામાં આવતા પત્રો લેટ પડે છે. વિસનગર સબ રજીસ્ટ્રાર ઓફીસમાં છેલ્લા કેટલાક દિવસથી પોસ્ટ ટીકીટો નથી. વિજાપુરથી ૨૫ હજારની ટીકીટો મંગાવવામાં આવી હતી જે પૂરી થઈ ગઈ છે. મિલકતો સંદર્ભે સ્ટેમ્પ કાર્યવાહીમાં ગેરરીતિ ન થાય તે માટે ૧૩૫ ડીની નોટીસ સબ રજીસ્ટ્રાર ઓફીસમાંથી બજાવવામાં આવે છે. મિલકત ખરીદનારને સ્ટેમ્પ થયા પછી ૧૩૫ ડીની નોટીસ બજાવ્યા બાદ ૩૦ દિવસમાં કોઈ વાંધોવચકો ન આવે તો એન્ટ્રી મંજૂર કરાય છે. ત્યારેજ મિલકત ખરીદનાર વ્યક્તિ સાચો માલિક બને છે. પાકી એન્ટ્રી પડ્યા પછી બેન્ક મિલકત ધારકને લોન આપી શકે છે. સરકારી ટીકીટોના અભાવે ૧૩૫ ડીની નોટીસ લેટ બજાવાય છે. જેટલા દિવસ પછી લેટ નોટીસ મળે તેના ૩૦ દિવસે મિલકત ખરીદનાર માલિક બને ૧૩૫ ડીની નોટીસ સાદી પોસ્ટ ટીકીટથી બજાવી શકાતી નથી. ફક્ત સરકારી પોસ્ટ ટીકીટોથી જ બજવણી થાય તે માન્ય ગણાય છે. ટીકીટો જેવા નાના પ્રશ્નને લઈ લોકો હેરાન થઈ રહ્યા છે. ત્યારે ગુજરાતના વરાયેલા નવા સી.એમ.વિજય રૂપાણી બધા કામો ફટાફટ કરી નાંખવાના છે તેવી અખબારી જાહેરાતો કરે છે તો જે કામો ફટાફટ થવા જોઈએ તે ફક્ત ટીકીટો જેવા નાના પ્રશ્નને લઈ અટકે તે રૂપાણીના ગતિશીલ ગુજરાત માટે શરમજનક છે.

Leave a Reply

Top