અરજદારોને પડતી મુશ્કેલીનું નિવારણ લાવવા જીલ્લા કલેકટર દ્વારા ટોલ ફ્રી નં-૧૮૦૦ર૩૩રર૬પ શરૂ કરાયો

અરજદારોને પડતી મુશ્કેલીનું નિવારણ લાવવા જીલ્લા કલેકટર દ્વારા ટોલ ફ્રી નં-૧૮૦૦ર૩૩રર૬પ શરૂ કરાયો

News, Prachar News No Comments on અરજદારોને પડતી મુશ્કેલીનું નિવારણ લાવવા જીલ્લા કલેકટર દ્વારા ટોલ ફ્રી નં-૧૮૦૦ર૩૩રર૬પ શરૂ કરાયો

અરજદારોને પડતી મુશ્કેલીનું નિવારણ લાવવા
જીલ્લા કલેકટર દ્વારા ટોલ ફ્રી નં-૧૮૦૦ર૩૩રર૬પ શરૂ કરાયો

(પ્ર.ન્યુ.સ.)વિસનગર,રવિવાર
સરકારી કચેરીઓમાં અરજદારોને પડતી મુશ્કેલીઓનુ નિવારણ લાવવા અને વહીવટી પ્રક્રિયાની જાણકારી માટે જીલ્લા કલેકટર કચેરી દ્વારા ટોલ.ફ્રી નંબર-૧૮૦૦ર૩૩રર૬પ જાહેર કરવામા આવ્યો છે. જેના આધારે અરજદારો પોતાની ફરીયાદ અને જરૂરી માહિતી મેળવી શકશે. આ ટ્રોલ ફ્રી નંબર ટુંક સમયમા શરુ થઈ ગયો છે તેવુ જીલ્લા વહીવટીતંત્ર દ્વારા જણાવાયુ છે.
દ્બઆજે સરકારી કચેરીઓમાં કેટલાય અરજદારો રોજે રોજ ધક્કા ખાતા નજરે પડતા હોય છે. જેમા કેટલાંક અરજદારો તો કચેરીમા થતી વહીવટી કામગીરીની જાણકારીના અભાવે ધક્કા ખાય છે. છેવટે આવા અરજદારો પોતાનુ કામ ઝડપી પતાવવા માટે વચેટીયાનો આશરો લેતા હોય છે.જેના કારણે અરજદારને આર્થિક બોજો સહન કરવાનો વારો આવે છે. ત્યારે સરકારી કચેરીઓમાં અરજદારોને પડતી મુશ્કેલીઓનુ નિવારણ લાવવા અને કચેરીમા થતી વહીવટી કામગીરીની જાણકારી મેળવવા માટે જીલ્લા કલેકટર આલોકકુમાર પાન્ડેએ ટોલ ફ્રી નંબર-૧૮૦૦ ર૩૩રર૬પ જાહેર કર્યો છે. આ નંબર ઉપરથી દરેક અરજદાર કોઈપણ સરકારી અરજી કેવી રીતે કરવી, રેશનકાર્ડ અને અલગ અલગ પ્રકારના આવકના દાખલા કેવી રીતે મેળવવા, કઈ સરકારી યોજના માટે શુ કરવુ, તથા કોઈ સરકારી કર્મચારી દ્વારા કોઈ મુશ્કેલી ઉભી થાય તો તેની જાણ કરી શકશે. આ ટોલ ફ્રી નંબર શરૂ કરવામાંં આવ્યો છે તેવુ જીલ્લા કલેકટર કચેરી દ્વારા જણાવવામા આવ્યુ છે.

Leave a comment

Back to Top