પાણીનો વ્યય કરનારનુ કનેક્શન કાપવા  વોટર વર્કસ ચેરમેનનુ અલ્ટીમેટમ

પાણીનો વ્યય કરનારનુ કનેક્શન કાપવા વોટર વર્કસ ચેરમેનનુ અલ્ટીમેટમ

News, Prachar News No Comments on પાણીનો વ્યય કરનારનુ કનેક્શન કાપવા વોટર વર્કસ ચેરમેનનુ અલ્ટીમેટમ

પાણીનો વ્યય કરનારનુ કનેક્શન કાપવા  વોટર વર્કસ ચેરમેનનુ અલ્ટીમેટમ

(પ્ર.ન્યુ.સ.)વિસનગર,રવિવાર
વિસનગરમાં કેટલાક વિસ્તારોમાં પાણીનો પુષ્કળ પ્રમાણમાં બગાડ થાય છે. આગળ તહેવારો આવતા હોવાથી ગંદકી થતી રોકવા પાણીનો વ્યય કરનારના કનેક્શન કાપવા વોટર વર્કસ ચેરમેન દ્વારા અલ્ટીમેટમ આપવામાં આવ્યુ છે.
વિસનગરમાં ખજુરી મહોલ્લો, સાંકડીશેરી, મેલણીયાવાસ, ભાટવાડો, ફતેહ દરવાજા, સલાટવાડો, ગુંદીખાડ જેવા કેટલાક વિસ્તારો એવા છેકે જ્યા સ્થાનિક રહેવાસીઓ દ્વારા પાણીનો વ્યવ થવાના કારણે બારેમાસ ગંદકી ફેલાયેલી રહે છે. જેમાં પાણીનો પણ પુષ્કળ પ્રમાણમાં બગાડ થાય છે. આગામી સમયમાં નવરાત્રી દિવાળી જેવા તહેવારો આવી રહ્યા છે. ત્યારે શહેરમાં ગંદકી થતી અટકે, સ્વચ્છતા જળવાય તે માટે વોટર વર્કસ ચેરમેન રાજેન્દ્રભાઈ ગાંધી દ્વારા પાણીનો બગાડ કરી ગંદકી કરનારને અલ્ટીમેટમ આપવામાં આવ્યુ છેકે તા.૨૭-૯-૨૦૧૬ ને મંગળવારથી પાણીના સમયે ચેકીંગ કરવામાં આવશે જ્યાં પાણીનો વ્યય થતો જણાશે ત્યા કોઈપણની શેહશરમ વગર કનેક્શન કાપવામાં આવશે જેની શહેરના તમામ લોકોએ નોંધ લેવી. પાણીનો બગાડ થતો હોવાની કોઈ રજુઆત કે ફરીયાદ આવશે તો તેની પણ નોંધ લેવામાં આવશે.

Leave a comment

Back to Top