ભાવનગરમાં બે પાટીદાર યુવાનોને માર મારવાના બનાવમાં વિસનગર તાલુકા પાટીદારોએ મામલતદારને આવેદન આપ્યુ

ભાવનગરમાં બે પાટીદાર યુવાનોને માર મારવાના બનાવમાં વિસનગર તાલુકા પાટીદારોએ મામલતદારને આવેદન આપ્યુ

News, Prachar News No Comments on ભાવનગરમાં બે પાટીદાર યુવાનોને માર મારવાના બનાવમાં વિસનગર તાલુકા પાટીદારોએ મામલતદારને આવેદન આપ્યુ

ભાવનગરમાં બે પાટીદાર યુવાનોને માર મારવાના બનાવમાં
વિસનગર તાલુકા પાટીદારોએ મામલતદારને આવેદન આપ્યુ

(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
તાજેતરમાં ભાવનગર ખાતે યોજાયેલ મુખ્યમંત્રી અને ભાજપ પ્રદેશ પ્રમુખના અભિવાદન સમારંભમા જય સરદારના નારા લગાવનાર પાટીદાર સમાજના બે યુવકોની પોલીસ તથા અસમાજીક તત્વોએ માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાનુ જણાવી વિસનગર તાલુકા પાટીદાર સમાજ દ્વારા ગત બુધવારે મામલતદારશ્રીને આવેદન પત્ર આપી આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગણી કરી છે.
ભાવનગરમાં તા.૧૧-૯-ર૦૧૬ના રોજ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તથા ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણીનો અભિવાદન સમારંભ યોજાયો હતો. આ સમારંભ દરમિયાન પાટીદાર સમાજના કેયુર શંભુભાઈ મોરડીયા તથા અંકિત ભિરારા નામના બે યુવાનોએ જય સરદારના નારા લગાવ્યા હતા. ત્યારે ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણીના ઈશારે કેટલાંક અસમાજીક તત્વો તેમજ સાત જેટલા પોલીસ કર્મચારીઓએ બન્ને યુવકોને માર માર્યો હોવાનુ જણાવી વિસનગર તાલુકા પાટીદાર સમાજ દ્વારા ગત બુધવારે મામલતદાર આર.એમ.દંતાણીને આવેદન પત્રષ્ઠઆપી રજુઆત કરવામા આવી હતી. જેમાં જીતુ વાઘાણી દ્વારા લાત ઘુસાના મારથી ગુપ્તાંગના ભાગે ઈજા પામેલ કેયુરની સારવાર ન કરવા ભાવનગરના તબીબો ઉપર દબાણ લાવવામા આવ્યુ હતુ. આ સાથે બન્ને યુવાનો ઉપર લુંટના ખોટા પોલીસ કેસો કરવામા આવ્યા હતા. જે બાબતે તમામ આરોપીઓ સામે દંડાત્મક કાર્યવાહી કરવામા આવી આરોપી પોલીસ અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવે અને બન્ને યુવાનો ઉપર કરવામા આવેલ ખોટા કેસો પાછા ખેચવામા આવે તથા જીતુ વાઘાણી સામે દુષ્પ્રેરણા અને એટેમ્પ્ટ ટુ મર્ડરના આરોપસર ગંભીરમા ગંભીર કલમો લગાવીને સજા કરવાની માંગણી કરી હતી. જો સરકાર દ્વારા કોઈ કાર્યવાહી કરવામા નહી આવે તો ન્યાય ન મળે ત્યાં સુધી પ્રતિક ઉપવાસ કરવાની ચિમકી ઉચ્ચારી હતી. મામલતદાર આર.એમ. દંતાણીએ પાટીદાર સમાજની તમામ માંગણીઓને સરકાર સુધી પહોચાડવાની ખાત્રી આપી હતી.

Leave a comment

Back to Top