રોટરી ક્લબ ઓફ વિસનગર રાઉન્ડ ટાઉન તથા સ્વસ્તિક મિત્રમંડળ આયોજીત વિસનગરમાં સ્મશાનગૃહના લાભાર્થે નવરાત્રી મહોત્સવ

રોટરી ક્લબ ઓફ વિસનગર રાઉન્ડ ટાઉન તથા સ્વસ્તિક મિત્રમંડળ આયોજીત વિસનગરમાં સ્મશાનગૃહના લાભાર્થે નવરાત્રી મહોત્સવ

News, Prachar News No Comments on રોટરી ક્લબ ઓફ વિસનગર રાઉન્ડ ટાઉન તથા સ્વસ્તિક મિત્રમંડળ આયોજીત વિસનગરમાં સ્મશાનગૃહના લાભાર્થે નવરાત્રી મહોત્સવ

રોટરી ક્લબ ઓફ વિસનગર રાઉન્ડ ટાઉન તથા સ્વસ્તિક મિત્રમંડળ આયોજીત
વિસનગરમાં સ્મશાનગૃહના લાભાર્થે નવરાત્રી મહોત્સવ

(પ્ર.ન્યુ.સ.)વિસનગર,રવિવાર
વિસનગરમાં અદ્યતન સ્મશાનગૃહ બને તે માટે તમામ સમાજના લોકો, સંસ્થાઓ પ્રયત્ન કરી રહ્યા છે. રોટરી ક્લબ ઓફ વિસનગર રાઉન્ડ ટાઉન અને સ્વસ્તિક મિત્ર મંડળ દ્વારા સ્મશાનગૃહના લાભાર્થે ચાર દિવસ નવરાત્રી મહોત્સવનુ આયોજન કરવામાં આવ્યુ છે. આ વર્ષે પાસ મેળવી નવરાત્રી મહોત્સવનો આનંદ મેળવનાર ખેલૈયા સ્મશાનગૃહના નિર્માણમાં પણ મદદરૂપ બનશે. લીમીટેડ પાસ તૈયાર કરાયા હોવાથી વહેલા તે પહેલાના ધોરણે પાસ આપવામાં આવશે. ત્યારબાદ પાસ મળશે નહી.
રોટરી ક્લબ ઓફ વિસનગર રાઉન્ડ ટાઉન દ્વારા આમ તો દર વર્ષે જરૂરીયાતમંદ ઉચ્ચ ટકાવારી મેળવનાર વિદ્યાર્થીઓની લોનના વ્યાજની સ્કોલર્શીપ માટે નવરાત્રી મહોત્સવનુ આયોજન કરવામાં આવે છે. પરંતુ વિસનગરમાં સાર્વજનિક સ્મશાનગૃહના વિકાસનો પ્રશ્ન ગુંચવાયેલો હોઈ, સ્મશાનગૃહના વિકાસ માટે જ્યારે સ્વસ્તિક મિત્રમંડળે બીડુ ઝડપ્યુ છે ત્યારે તેમાં સહકાર આપવાની ઉમદા ભાવનાથી આ વર્ષે સાર્વજનિક સ્મશાનગૃહના નવિનીકરણના લાભાર્થે નવરાત્રીની આસો સુદ-એકમથી ચોથ સુધી એટલેકે તા.૨,૩,૪ અને ૫ ઓક્ટોબર સુધી નવરાત્રી મહોત્સવ-૨૦૧૬ નુ આયોજન કરવામાં આવ્યુ છે. કાંસા રોડ સ્વામિનારાયણ મંદિર પાસે વિશાલ પાર્ટી પ્લોટમાં ચાર દિવસ રાત્રે ૯-૦૦ કલાકે નવરાત્રી મહોત્સવ યોજાશે. પાલનપુર સ્થિત ટહુકાર બીટ્‌સના ખ્યાતનામ કલાકારો પોતાના કલાવૃંદ અને ગાયક કલાકારો સાથે ગરબાની રમઝટ બોલાવશે. દરરોજ ૩૫૦૦ ખેલૈયાજ ગરબા રમવાનો આનંદ માણી શકશે. ખેલૈયામાંથી ટ્રેડીશન ડ્રેસ પહેરેલ ખેલૈયાઓનેજ ગરબા રમવા દેવામાં આવશે. દરરોજ ૧૦ ઈનામો આપવામાં આવશે. આ નવરાત્રી કાર્યક્રમમાં સીસીટીવી કેમેરા અને ડ્રોન દ્વારા ફોટોગ્રાફી કરવામાં આવશે. સ્વાદપ્રીય જનતા માટે ફૂડ કોર્ટનુ પણ આયોજન કરાયુ છે. પાસ લઈ એન્ટ્રી મેળવનારને ડીસ્પ્લે સ્ટોલ્સ જોવાનો પણ લાભ મળશે. દર્શકો ખેલૈયાઓને રમતા જોઈ શકે તે માટે વિશાળ એલ.ઈ.ડી.ડીસ્પ્લે પણ લગાવવામાં આવશે. લીમીટેડ પાસ તૈયાર કરાયા હોવાથી આ પાસના વિતરણ બાદ પાસ મળશે નહી. જેથી નવરાત્રીના શોખીનોએ વહેલા તે પહેલાના ધોરણે પાસ મેળવી લેવા. પાસ મેળવવા દિપક હાર્ડવેર-જી.ડી.હાઈસ્કુલ રોડ, જલારામ સેનેટરી-સોના કોમ્પલેક્ષ, રામ કેમીસ્ટ-રેલ્વે સર્કલ પાસે તથા પ્રચાર સાપ્તાહિક કાર્યાલય-કોમર્સ કોલેજ સામે સંપર્ક કરવાનો રહેશે.
સ્મશાનગૃહના લાભાર્થે લોકો દાનની સરવાણી વહાવી રહ્યા છે. ત્યારે ચાર દિવસનો નવરાત્રી મહોત્સવનો પ્રસંગ એવો છેકે પાસ મેળવનાર લોકો રાસ ગરબાનો આનંદતો મેળવશેજ સાથે સ્મશાનગૃહના નવિનીકરણમાં પણ સહયોગી બનશે. પાસ મેળવી સહયોગ આપવા આયોજકો દ્વારા ખેલૈયા યુવાનો, યુવતીઓ અને દાતાઓને અપીલ કરવામાં આવી છે.

Leave a comment

Back to Top