લગ્ન નોંધણીમાં લગ્ન કરાવનાર બ્રાહ્મણનુ મૃત્યુ થયુ હોય તો તેનો પર્યાય શુ?

લગ્ન નોંધણીમાં લગ્ન કરાવનાર બ્રાહ્મણનુ મૃત્યુ થયુ હોય તો તેનો પર્યાય શુ?

News, Prachar News No Comments on લગ્ન નોંધણીમાં લગ્ન કરાવનાર બ્રાહ્મણનુ મૃત્યુ થયુ હોય તો તેનો પર્યાય શુ?

લગ્ન નોંધણીમાં લગ્ન કરાવનાર બ્રાહ્મણનુ મૃત્યુ થયુ હોય તો તેનો પર્યાય શુ?

(પ્ર.ન્યુ.સ.)વિસનગર,રવિવાર
આવો વિચાર તો સિધ્ધાતવાદી વ્યક્તિ કે જે જીવનમાં ખોટુ ક્યારેય કરતા નથી તેમનેજ આવે. લગ્ન નોંધણીમાં મોટી ઉંમરના વ્યક્તિ લગ્ન નોંધાવવા જાય ત્યારે કેટલાક કેસમાં લગ્ન કરાવનાર બ્રાહ્મણ હયાત હોતા નથી. બ્રાહ્મણનુ મૃત્યુ થયુ હોય તેવા કેસમાં લગ્ન નોંધાવનારને હેરાન થવુ પડે છે. ત્યારે લગ્ન નોંધણીમાં લગ્ન કરાવનાર બ્રાહ્મણનુ મૃત્યુ થયુ હોય તેવા કેસમાં સરકાર તથા પાલિકા તંત્રએ વિચાર કરવો જરૂરી છે.
પાસપોર્ટ માટે, વિદેશના વિઝા લેવા કે અન્ય કામ અર્થે મોટી ઉંમરના સીનીયર સીટીઝન દંપત્તી જ્યારે લગ્ન નોંધણી કરાવવા જાય ત્યારે મોટાભાગના કિસ્સામાં લગ્ન કરાવનાર બ્રાહ્મણના સોગંધનામાની મુશ્કેલી ઉભી થાય છે. જ્યારે કોઈ યુવક અને યુવતીનુ લગ્ન થાય ત્યારે મોટેભાગે ૪૦ થી ૫૦ વર્ષની ઉંમરના બ્રાહ્મણ લગ્નવિધિ કરાવતા હોય છે. આ દંપત્તી જ્યારે સીનીયર સીટીઝન બને ત્યારે મોટાભાગના કિસ્સામાં લગ્ન કરાવનાર બ્રાહ્મણ હયાત હોતા નથી. કેટલાક કિસ્સામાં લગ્ન કરાવનાર બ્રાહ્મણનુ નાની ઉંમરે પણ મૃત્યુના બનાવ બને છે.
લગ્ન નોંધણી કરાવતા સમયે લગ્ન કરાવનાર બ્રાહ્મણનુ સોગંધનામુ ફરજીયાત આપવાનુ થાય છે. ત્યારે બ્રાહ્મણની હયાતી ન હોય તેવા સંજોગોમાં લગ્ન નોંધણી કરાવનારને ઘણી મુશ્કેલીઓ ઉભી થાય છે. પાલિકાના ધક્કા ખાવા પડે છે. ડમી બ્રાહ્મણનુ સોગંધનામુ કરાવવા અરજદારોને ખોટા ખર્ચા થાય છે. અત્યાર સુધી થયેલ લગ્નની નોંધણીમાં લગ્ન કરાવનાર બ્રાહ્મણના મૃત્યુના કારણે કોઈની લગ્ન નોંધણી અટકી હોય તેવો બનાવ બન્યો છે ખરો? કાયદાની જડતાના કારણે લોકો ખોટુ કરવા મજબુર બને છે. લગ્ન કરાવનાર બ્રાહ્મણ મૃત્યુ પામ્યા હોય તો લગ્ન નોંધણી રજીસ્ટ્રાર લગ્ન નોંધાવનારના લગ્નવિધિ કરાવતા બ્રાહ્મણ સાથેના ફોટા તથા વીડીઓના પુરાવા લઈ મૃત્યુ પામનાર બ્રાહ્મણનો મરણનો દાખલો લઈ બ્રાહ્મણની પત્ની કે પુત્રનુ એફીડેવીટ માન્ય રાખવુ જોઈએ. આપણા કાયદાની જડતાના કારણે લોકો હેરાન થાય છે. ન છુટકે લોકો ખોટુ કરવા પ્રેરાય છે. ત્યારે લગ્ન નોંધણીમાં લગ્ન કરાવનાર બ્રાહ્મણના મૃત્યુના કિસ્સામાં સરકાર કાયદામાં ફેરફાર કરે તો ખરેખર લોકોને અચ્છે દિનનો અહેસાસ થશે.

Leave a comment

Back to Top