વિસનગર વેપારી મહામંડળની મીટીંગમાં  –  સાર્વજનિક સ્મશાનગૃહ માટે દાનની સરવાણી

વિસનગર વેપારી મહામંડળની મીટીંગમાં – સાર્વજનિક સ્મશાનગૃહ માટે દાનની સરવાણી

Prachar News No Comments on વિસનગર વેપારી મહામંડળની મીટીંગમાં – સાર્વજનિક સ્મશાનગૃહ માટે દાનની સરવાણી

(પ્ર.ન્યુ.સ.)વિસનગર,રવિવાર
વિસનગર વેપારી મહામંડળ અને સાર્વજનિક સ્મશાનગૃહના વહીવટકર્તાઓની મીટીંગ તાજેતરમાં મળી હતી. જે મીટીંગમાં સાર્વજનિક સ્મશાનગૃહ માટે દાન સરવાણી વહી હતી. હજુ પણ વેપારી મહામંડળના જુદા જુદા એસોસીએશનો તરફથી વધુ દાન જાહેર થઈ શકે છે.
વિસનગર વેપારી મહામંડળના ૫૧ એસોસીએશનના પ્રમુખ મંત્રીઓની જનરલ મીટીંગ સાર્વજનિક સ્મશાનગૃહમાં સહયોગ આપવા માટે આર.કે. પ્લોટમાં તાજેતરમાં મળી હતી. મીટીંગની શરૂઆતમાં કીર્તિભાઈ કલાનિકેતને આમંત્રિતોને આવકારી મહાનુભાવોના ફુલછડીથી સ્વાગત કરી વેપારી મહામંડળની કાર્યવાહી અને ફલશ્રુતિની તથા સાર્વજનિક સ્મશાનગૃહ માટેની માહિતી આપી હતી. વેપારી મહામંડળના ઉપપ્રમુખ અજીતભાઈ ચૌધરીએ વેપારી મહામંડળના ગત દોઢ વર્ષના કાર્યો અને તેમાં મળેલા પરિણામોની વિસ્તૃત માહિતી આપી હતી કે વેપારી મહામંડળ અનેક ક્ષેત્રે સક્રિય છે. જે આશય માટે વેપારી મહામંડળની મીટીંગ મળી હતી તે સાર્વજનિક સ્મશાનગૃહના પ્રણેતા સ્વસ્તિક મિત્રમંડળ વાળા રાજુભાઈ પટેલે તેમના વક્તવ્યમાંં જણાવ્યુ હતુ કે વિસનગરમાંં બનતું સાર્વજનિક સ્મશાનગૃહ તમામ સમાજો અને કોમો માટે બની રહ્યુ છે. તેમાં કોઈ નાતજાતનો ભેદ નથી. જેથી તમામ સમાજોનો સહકાર અમે લેવાના છીએ જેથી ભવિષ્યમાં તે સમાજો આ સાર્વજનિક સ્મશાનગૃહનો ઉપયોગ કરતાં અચકાય નહિ. રાજુભાઈએ તમામ સમાજોના નામ દઈ વક્તવ્ય આપ્યુ હતું પણ તેમનો ફોક્સ જે સમાજોને પોતાના સ્મશાનગૃહ છે તે માટે હોય તેવુ માનવું છે. વિસનગર શહેરમાં તળ કડવા પાટીદાર સહિત અન્ય સમાજના સ્મશાનગૃહો છે. જે જૂના પુરાણા થઈ ગયા છે. સગવડો પણ પુરી નથી. જ્યારે પુરેપૂરી સગવડવાળુ આ સ્મશાનગૃહ બનશે ત્યારે ભવિષ્યની પેઢી પેલા જૂના સગવડો વિનાના સ્મશાનગૃહનો ઉપયોગ કરતાં ખચકાશે તે વખતે ભવિષ્યની પેઢી હક્કથી આ સાર્વજનિક સ્મશાનગૃહમાં આવી શકે તે માટે શહેરના તમામ સમાજોનુ યોગદાન રહે તેવુ રાજુભાઈએ જણાવ્યુ હતુ. તેમણે વધુમાં જણાવ્યુ હતું કે શહેરના તમામ સમાજો, કોમોમાં અમે ઘેર ઘેર ફરી સ્મશાન માટે દાન ઉઘરાવવા જવાના છીએ. અમારે નાણાંની કમી નથી જે વ્યક્તિ ૧૦૦ રૂપિયા પણ સ્મશાન માટે દાન આપ્યુ હશે તે હક્કથી આ સ્મશાનગૃહમાં મારુ યોગદાન છે તેવું કહેશે તેવુ અમારે લોકો પાસે કહેવરાવવુ છે. તે માટે અમે સ્મશાનમાં તમામ કોમોનું યોગદાન લેવાના છીએ. વેપારી મહામંડળના પ્રમુખ કાળુભાઈ પટેલે છાશવારે આવતા બંધના એલાન અંગે જણાવ્યુ હતું કે કોઈપણને બંધનુ એલાન આપવું પડે તેવા સંજોગો ઊભા થાય ત્યારે વેપારી મહામંડળના સંપર્ક કરી વેપારી મહામંડળ રીક્ષા ફેરવી જાહેરાત કરે ત્યારે વેપારીઓએ બંધનો અમલ કરવાનો. કોઈપણની બંધની વાત સ્વીકારવી નહી. છેલ્લે આભારવિધિ ડાહ્યાભાઈ ઓનેસ્ટે કરી હતી. ગત સપ્તાહે ૧,૨૧,૦૦૦ પટેલ નારાયણભાઈ પ્રભુદાસ-અંબિકાનગર સોસાયટી હસ્તે કનુભાઈનુ દાન નોંધાયુ છે. વેપારી મહામંડળની મીટીંગમાં થયેલી સ્મશાનગૃહના દાનની જાહેરાતો, ૧,૬૫,૦૦૦ ચોક્સી એસોસીએશન, ૧,૨૧,૦૦૦ પી.જે.તીલોકાની-પુષ્કર પીપરમેન્ટ, ૧,૨૧,૦૦૦ વિસનગર ફાઈનાન્સ એસોસીએશન, ૧,૨૧,૦૦૦ વિસનગર કરીયાણા એસોસીએશન, ૬૫,૦૦૦ પાન-બીડી મસાલા એસોસીએશન, ૫૧,૦૦૦ સીમેન્ટ-કપચી અસોસીએશન, ૫૧,૦૦૦ વિસનગર ડીસ્ટ્રીબ્યુટર્સ એસોસીએશન, ૫૧,૦૦૦ વિસનગર વેપારી મહામંડળ, ૫૧,૦૦૦ પટેલ ચંદુભાઈ પરષોતમદાસ (પાપડીવાળા) વિસનગર. પ્રથમ નવરાત્રી તા.૧-૧૦-૨૦૧૬ના દિવસે સવારે ૮-૦૦ કલાકે સદુથલા મંદિરના મહંત પ્રયાગપુરી મહારાજના હસ્તે સ્મશાનગૃહનુ ખાતમુર્હત કરવામાં આવ્યુ હતુ. તે સમયે સમસ્ત ભાવસાર સમાજ તરફથી ૧,૨૧,૦૦૦ ના દાનની જાહેરાત થઈ હતી.

Leave a comment

Back to Top