વિસનગરમાં ૩૧ મી ઓક્ટોબરે  સરદાર પટેલની પ્રતિમાનુ અનાવરણ

વિસનગરમાં ૩૧ મી ઓક્ટોબરે સરદાર પટેલની પ્રતિમાનુ અનાવરણ

News, Prachar News No Comments on વિસનગરમાં ૩૧ મી ઓક્ટોબરે સરદાર પટેલની પ્રતિમાનુ અનાવરણ

વિસનગરમાં ૩૧ મી ઓક્ટોબરે
સરદાર પટેલની પ્રતિમાનુ અનાવરણ

(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
વિસનગરમાં સરદાર પટેલની પ્રતિમાની સ્થાપના કરવા માર્ગ અને મકાન વિભાગની આંટીઘુંટીઓ પાર કરતા ૩૧ મી ઓક્ટોબરે મોટી સંખ્યાની હાજરીમાં પાલિકા પ્રમુખ પ્રજ્ઞાબેન પટેલના હસ્તે પ્રતિમાનુ અનાવરણ કરવામાં આવશે. બેસતુવર્ષ હોવા છતાં પ્રતિમા અનાવરણ પ્રસંગે મોટી સંખ્યામાં લોકો હાજર રહેવાની શક્યતા જણાતા તમામ વ્યવસ્થા પાલિકા દ્વારા કરવામાં આવી છે.
વિસનગરમાં કાંસા ચાર રસ્તાને હવે સરદાર ચોક તરીકે ઓળખાશે. સરદારચોકમાં સરદાર પટેલની પ્રતિમા મુકવા માટે માર્ગ અને મકાન વિભાગની મંજુરી માટે લોઢાના ચણા ચાવવા પડે તેવી પરિસ્થિતિ થઈ હતી. છેલ્લે પાલિકા પ્રમુખ પ્રજ્ઞાબેન પટેલે અમદાવાદ સર્કલ ઓફીસમાં જઈ અધિકારીઓને ચીમકી આપતા તથા ધારાસભ્ય ઋષિભાઈ પટેલે માર્ગ મકાન વિભાગના ગાંધીનગર સુધી અધિકાીરઓને સુચન કરતા પ્રતિમા મુકવાની કામગીરી ધમધમતી થઈ છે. ૩૧ મી ઓક્ટોબરે બેસતાવર્ષના દિવસે સવારે ૧૦-૦૦ કલાકે પાલિકા પ્રમુખ પ્રજ્ઞાબેન પટેલના હસ્તે સરદાર પટેલની પ્રતિમાનુ અનાવરણ કરવામાં આવશે. જે પ્રસંગે મોટી સંખ્યામાં હાજર રહેવા જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યુ છે. પ્રમુખ પ્રજ્ઞાબેન પટેલે જણાવ્યુ હતુ કે પ્રતિમા અનાવરણ માટે ચીફ ઓફીસર કલ્પેશભાઈ ભટ્ટ તથા તમામ પાલિકા સભ્યોનો સાથ સહકાર મળ્યો છે. પ્રતિમા અનાવરણના પ્રસંગ બાદ મહાપ્રસાદનુ પણ આયોજન કરવામાં આવ્યુ છે. આ પ્રસંગે શહેર અને તાલુકામાંથી મોટી સંખ્યામાં લોકો હાજરી આપે તેવી શક્યતા જોઈ તમામ વ્યવસ્થા કરવામાં આવી છે.

Leave a comment

Back to Top