દેશના સંરક્ષણ પ્રધાન મનોહર પરીકર સર્જીકલ સ્ટ્રાઈકના નિવેદનમાં  અતિરેક કરી રહ્યા છે

દેશના સંરક્ષણ પ્રધાન મનોહર પરીકર સર્જીકલ સ્ટ્રાઈકના નિવેદનમાં અતિરેક કરી રહ્યા છે

Uncategorized No Comments on દેશના સંરક્ષણ પ્રધાન મનોહર પરીકર સર્જીકલ સ્ટ્રાઈકના નિવેદનમાં અતિરેક કરી રહ્યા છે

દેશના સંરક્ષણ પ્રધાન મનોહર પરીકર સર્જીકલ સ્ટ્રાઈકના નિવેદનમાં
અતિરેક કરી રહ્યા છે

ગુજરાતમાં એક પ્રચલિત કહેવત છેકે “વધુ ખાય તે લુખુ અને વધુ બોલે તે ખોટુ”. આ કહેવત અત્યારે આપણા દેશના સંરક્ષણ પ્રધાન મનોહર પરીકર માટે બંધ બેસતી છે. પણ ભારત દેશના સંરક્ષણ પ્રધાન હોય તેમના માટે આવુ કહેવું ઉચીત નથી છતાં સંરક્ષણ પ્રધાને સર્જીકલ સ્ટ્રાઈક માટે એટલા બધા નિવેદનો કરી નાંખ્યા છેકે હવે તેમને કહેવા માટે વિષય નહિ મળતા આર.એસ.એસ.નું શિક્ષણ નરેન્દ્રભાઈ મોદી અને તેમણે લીધુ હોવાથી ર્ઁંદ્ભ માં સર્જીકલ સ્ટ્રાઈક સફળ રહી છે તેવું નિરમા યુનીવર્સીટીના કાર્યક્રમમાં વક્તવ્યમાં જણાવ્યુ છે. એક રીતે કહીએ તો સર્જીકલ સ્ટ્રાઈકમાં દેશના લશ્કરને ચોક્કસ અભિનંદન આપવા લાયક સફળતા મળી છે. પણ આ સફળતાના ભાજપના રાજકીય અગ્રણીઓ દ્વારા એટલા બધા વખાણ કરાઈ રહ્યા છેકે જાણે રાજકીય અગ્રણીઓએ લશ્કરની જગ્યાએ ર્ઁંદ્ભ માં જઈ સર્જીકલ સ્ટ્રાઈક કરી હોય. સર્જીકલ સ્ટ્રાઈકનો યશ સંરક્ષણ પ્રધાન દેશના વડાપ્રધાનને આપે તે યથાયોગ્ય છે પણ તેમણે જે આર.એસ.એસ.નું શિક્ષણ લીધુ તેનું પરિણામ સર્જીકલ સ્ટ્રાઈકની સફળતા સાથે છે તેવુ કહેવુ દેશના લશ્કરની આબરુ ઓછી કરવા બરાબર છે. સર્જીકલ સ્ટ્રાઈક એ એક પ્રકારનું યુદ્ધ છે. અગાઉના આપણા દેશના વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીએ પાક સામે યુદ્ધ જીત્યું. ઈન્દીરા ગાંધીએ ૧૯૭૧ માં પાક સામે યુદ્ધ જીતી બંગલા દેશની રચના કરી. પાકિસ્તાનની તાકાત ઘટાડી ફીલ્ડ માર્શલ માણેકશાએ પાક સામે યુદ્ધ જીત્યું. પૂર્વ સંરક્ષણ પ્રધાન જગજીવનરામના સમયકાળમાં પાક સામે યુદ્ધ જીતાયા છે. આ બધા સંઘના સ્વયંસેવકો ન હતા. છતાં યુદ્ધમાં સફળતા મેળવી છે. યુદ્ધ તો આપણા જવાનો જીતે છે. તેમને જે તે સમયકાળના વડાપ્રધાનો સંરક્ષણ પ્રધાનો તેમનો હોંસલો વધારવાનુ કામ કરે છે. વડા પ્રધાનના કે સંરક્ષણ પ્રધાનના શિક્ષણ આધારીત યુદ્ધ જીતાતા નથી. સર્જીકલ સ્ટ્રાઈક માટે મનોહર પરીકરે જ્યારે દેશના રાજકીય આગેવાનો દીલ્હીના સી.એમ.કેજરીવાલ કોંગ્રેસના કેટલાક નેતાઓએ દેશના લશ્કરની આબરુ ઘટાડતી અને પાકિસ્તાને સર્જીકલ સ્ટ્રાઈક થઈ નથી. તેવા કરેલા નિવેદનને સમર્થન આપતા નિવેદન કર્યા ત્યારે તેમણે જે જડબાતોડ જવાબો આપ્યા તે સરાહનીય હતા. સર્જીકલ સ્ટ્રાઈકના પુરાવા આપ્યા તે યોગ્ય ગણી શકાય. હવે વિરોધીઓ જ્યારે સર્જીકલ સ્ટ્રાઈક થઈ છે તે સ્વીકારીને ચુપ બેસી ગયા છે તેવા સમયે સર્જીકલ સ્ટ્રાઈક માટે વધુ નિવેદનો આપી વિરોધ પક્ષને ટીકા કરવાનો ચાન્સ આપવો તે યોગ્ય ન ગણી શકાય. સર્જીકલ સ્ટ્રાઈક તે ભારત દેશ માટે યશ કલગી છે. વિશ્વમાં ભારતનું લશ્કર શક્તિશાળી છે તેવું સાબિત થઈ ગયું છે પછી વારંવાર સર્જીકલ સ્ટ્રાઈકના ગુણગાન ગાવા અને તેમાં ગમે તેવા પાયા વિહોણા નિવેદનો સંરક્ષણ પ્રધાન દ્વારા કરાય તે યોગ્ય નથી. દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જેતે સમયે સર્જીકલ સ્ટ્રાઈક માટે નિવેદનો કરી છેલ્લે તો યશ આપણા લશ્કરને જ આપ્યો છે અને આપી રહ્યા છેતે યોગ્ય ગણી શકાય. સંરક્ષણ પ્રધાનને હવે સર્જીકલ સ્ટ્રાઈકની વાતો છોડી દેવાનો સમય પાકી ગયો છે. વડાપ્રધાને પણ સંરક્ષણ પ્રધાનને હવે સર્જીકલ સ્ટ્રાઈકના ગુણગાન કરવાનું બંધ કરવાનું કહેવુ જોઈએ. સમયાંત્તરે યોગ્ય સ્થળેથી સર્જીકલ સ્ટ્રાઈક માટે વિરોધપક્ષોએ જે ખોટા નિવેદનો કર્યા તે જરૂર હોય ત્યાં યાદ કરાવવા જરૂરી છે. પણ સર્જીકલ સ્ટ્રાઈક કઈ રીતે કરાઈ તે નિવેદનો સંરક્ષણ પ્રધાને બંધ કરવા જોઈએ.

Leave a comment

Back to Top