You are here
Home > 2016 > October (Page 2)

પાટીદાર યુવાનો કેસોમાંથી મુક્ત થયા નથી ત્યારે ભાજપના આગેવાનો અને પાલિકા સભ્યોએ રંગ બદલ્યો – ઋષિભાઈને હટાવો પાલિકા અને પંચાયત ભાજપની બનાવીશુ

(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર ગુજરાતમાં ભાજપ સરકારના વિરોધમાં પાટીદાર અનામત આંદોલન થયુ હતુ. આ આંદોલનમાં વિસનગરના ભાજપના કેટલાક આગેવાનોએ પડદા પાછળ રહી ટેકો આપ્યો હતો. આંદોલનના કારણે પાલિકામાં વિકાસમંચના સભ્યો ચુંટાયા. ત્યારે વિધાનસભાની ચુંટણીઓ નજીક આવતાજ પાટીદાર અનામતમાં સાથે રહેનાર ભાજપના કેટલાક આગેવાનો તથા કેટલાક સભ્યોએ રંગ બદલ્યો હોવાનુ જાણવા મળ્યુ છે. જીલ્લા આયોજનની ચુંટણીમાં ભાજપમાંથી ઉમેદવારી…

સત્યનારાયણ ભગવાનના મંદિરનુ દશેરાએ ખાતમુર્હત

મંદિરના લાભાર્થે ૧૧-૧૧ થી ૧૭-૧૧ સુધી ભાગવત સપ્તાહ સત્યનારાયણ ભગવાનના મંદિરનુ દશેરાએ ખાતમુર્હત (પ્ર.ન્યુ.સ.)વિસનગર,રવિવાર વિસનગરમાં દેળીયા તળાવ ગરનાળા પાસે સત્યનારાયણ ભગવાનનુ ભવ્ય મંદિર નિર્માણ પામી રહ્યુ છે. જે મંદિરનુ ખાતમુર્હત દશેરાના દિવસે રાખવામાં આવ્યુ છે. મંદિર પ્રત્યે લોકોનો રસ અને દાતાઓનો ઉત્સાહ જોતા ખાતમુર્હતના દિવસે પાંચ ડબા ઘીનો મહાપ્રસાદ બનાવવાનુ પણ આયોજન કરવામાં આવ્યુ છે….

ઉરીના ૧૮ શહીદો પ્રત્યે લાગણી હોય તો ચાયનાના માલનો બહિષ્કાર કરો

ઉરીના ૧૮ શહીદો પ્રત્યે લાગણી હોય તો ચાયનાના માલનો બહિષ્કાર કરો પાકિસ્તાન સાથે યુધ્ધના ભણકારા વાગી રહ્યા છે. પાકિસ્તાન તેના નાપાક ઈરાદાઓ પાર પાડવા માટે સરહદ ઉપર વારંવાર સીઝ ફાયર કરી રહ્યું છે. પાકિસ્તાનમાં ટ્રેનીંગ આપી ભારતમાં મોકલવામાં આવેલા આતંકવાદીઓ ભારતમાં પોલીસચોકીઓ લશ્કરી છાવણીઓ ઉપર આત્મઘાતી હુમલા કરી રહ્યા છે. ૧૮ જવાનોને શહીદ બનાવ્યા પછી…

કાંસા ચાર રસ્તા સરદાર ચોકમાં સરદાર પટેલનુ બાવલુ મુકવા તિરૂપતી સરજનની મંજુરી-માર્ગ મકાન વિભાગની અડોડાઈ

કાંસા ચાર રસ્તા સરદાર ચોકમાં સરદાર પટેલનુ બાવલુ મુકવા તિરૂપતી સરજનની મંજુરી-માર્ગ મકાન વિભાગની અડોડાઈ (પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર વિસનગરમાં કાંસા ચાર રસ્તાને સરદાર પટેલ ચોકના નામકરણ બાદ ચાર રસ્તાના સર્કલમાં સરદાર પટેલનુ બાવલુ મુકવાની તમામ તૈયારીઓ થઈ ચુકી છે. પરંતુ તિરૂપતી સરજન મંજુરી આપે તો માર્ગ અને મકાન વિભાગ રાષ્ટ્રીય નેતાનુ બાવલુ મુકવાની મંજુરી આપી શકે…

ગઠબંધનના સભ્યો ઉંઘતા રહ્યા, કામ થઈ ગયુ અને બીલ પણ મંજુર થઈ ગયુ રૂા.૪ લાખના કામમાં ૧૧ લાખ ચુકવાયાનો આક્ષેપ

ગઠબંધનના સભ્યો ઉંઘતા રહ્યા, કામ થઈ ગયુ અને બીલ પણ મંજુર થઈ ગયુ રૂા.૪ લાખના કામમાં ૧૧ લાખ ચુકવાયાનો આક્ષેપ (પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર પાલિકામાં ભ્રષ્ટાચાર નહી કરીએ અને નહી થવા દઈએ એવા શપથ પાલિકા સભ્યો ભલે જાહેરમાં લેતા હોય પરંતુ ગેરરીતી કરવાવાળા કર્યા વગર રહેતા નથી અને તેમને કોઈ રોકી શકતુ નથી. પાલિકાના વોટર વર્કસમાં એક…

Top