You are here
Home > 2016 > October (Page 4)

ખેરાલુ બગીચા માર્કેટના ભાડા પટ્ટાનો ઠરાવ રદ

(પ્ર.ન્યુ.સ.)           ખેરાલુ,રવિવાર ખેરાલુ બગીચા માર્કેટ ભાડા પટ્ટો પુર્ણ થતા તેને રીન્યુ કરવા પાલિકાના સભ્યોએ શરતો સાથે ઠરાવ કર્યો પણ આ ઠરાવ બાબતે તત્કાલિન ચિફ ઓફીસર જયેશ પટેલને સેન્સમા ન લેતા તેમણે કાયદા પ્રમાણે ગુજરાત નગરપાલિકા અધિનિયમ ૧૯૬૩ની કલમ રપ૮ હેઠળ ઠરાવ નં-૪પ ને કલેકટરશ્રીમાં ચેલેન્જ કર્યો. ઠરાવ કર્યા પછી પાલિકામાંથી પાલિકા…

ધારાસભ્ય ઉપરના હુમલાને પાલિકા સભ્યોએ વખોડ્યો – નિર્દોષ પાટીદારોને ખોટી રીતે હેરાન કરાશેતો ધરણા કરીશુ

(પ્ર.ન્યુ.સ.)વિસનગર,રવિવાર વિસનગરમાં ધારાસભ્ય ઋષિભાઈ પટેલ ઉપરના હુમલાના કેસમાં આરોપીઓના જે નામ દર્શાવવામાં આવ્યા છે તે રાજકીય ઈશારે આપવામાં આવ્યા હોવાનુ જણાવી આ કેસમાં નિર્દોષ પાટીદાર યુવાનોને ખોટી રીતે હેરાન કરવામાં આવશે તો પ્રતિક ઉપવાસ અને ધરણાનો કાર્યક્રમ કરવાની પાટીદાર મહિલા સમિતિ, પાલિકા સભ્યો તથા સંકલન સમિતિ દ્વારા ચીમકી આપવામાં આવી છે. શહેરના પ્રથમ નાગરિકની હરોળમાં…

વૈષ્ણોદેવીના પ્રવાસે ગયેલા સરપંચોએ તન મન ધનથી સાથે રહેવા નેમ લીધી – ધારાસભ્ય ઋષિભાઈને ટીકીટ મળે તેવી સરપંચોએ માનતા રાખી

(પ્ર.ન્યુ.સ.)વિસનગર,રવિવાર વિસનગરમાં પાટીદાર અનામત આંદોલન બાદ તાલુકાના તમામ પાટીદાર સરપંચો ભાજપના ધારાસભ્યથી વિમુખ થઈ ગયા હોવાનુ લોકો માની રહ્યા છે. પરંતુ ગત અઠવાડીયે આજ તાલુકાના પાટીદાર સહીત અન્ય જ્ઞાતિના આશરે ૩૫ જેટલા સરપંચોએ ભાજપના ધારાસભ્ય ઋષિકેશભાઈ પટેલના સહયોગથી પોતાની પત્નિ અથવા પતિ સાથે વૈષ્ણોદેવીનો પ્રવાસ કરી મા વૈષ્ણોદેવીના દર્શન કરી તેમના શરણે ધારાસભ્ય ઋષિકેશભાઈ પટેલને…

પાટીદાર અનામત આંદોલન દબાવી દેવાની વ્યુહરચના – આંદોલન તોડી પાડવા ધારાસભ્યનુ ષડયંત્ર-પરેશભાઈ પટેલ

(પ્ર.ન્યુ.સ.)વિસનગર,રવિવાર વિસનગરના ધારાસભ્ય ઋષિભાઈ પટેલની કાર ઉપર થયેલ પથ્થરમારાના બનાવમાં આ કેસના આરોપી પાલિકા બાંધકામ સમીતીના ચેરમેન પરેશભાઈ પટેલે જણાવ્યુ છેકે વિસનગરમાં મજબુત રીતે પાટીદાર અનામત આંદોલન ચાલી રહ્યુ છે. ત્યારે કાર્યકરોનુ મનોબળ તોડવા, આંદોલન દબાવી દેવા જાતેજ પથ્થરમારો કરાવી ધારાસભ્યએ આ બનાવ ઉભો કર્યો છે. પથ્થરમારાનો બનાવ એ ધારાસભ્યનુ ષડયંત્ર છે. વિસનગરમાં ધારાસભ્ય ઋષિભાઈ…

વિસનગર વેપારી મહામંડળની મીટીંગમાં – સાર્વજનિક સ્મશાનગૃહ માટે દાનની સરવાણી

(પ્ર.ન્યુ.સ.)વિસનગર,રવિવાર વિસનગર વેપારી મહામંડળ અને સાર્વજનિક સ્મશાનગૃહના વહીવટકર્તાઓની મીટીંગ તાજેતરમાં મળી હતી. જે મીટીંગમાં સાર્વજનિક સ્મશાનગૃહ માટે દાન સરવાણી વહી હતી. હજુ પણ વેપારી મહામંડળના જુદા જુદા એસોસીએશનો તરફથી વધુ દાન જાહેર થઈ શકે છે. વિસનગર વેપારી મહામંડળના ૫૧ એસોસીએશનના પ્રમુખ મંત્રીઓની જનરલ મીટીંગ સાર્વજનિક સ્મશાનગૃહમાં સહયોગ આપવા માટે આર.કે. પ્લોટમાં તાજેતરમાં મળી હતી. મીટીંગની…

Top