રૂા.૫૦૦ અને ૧૦૦૦ ની નોટો સામે ૧૦ ગ્રામ સોનાનો ભાવ રૂા.૪૭ થી ૫૨ હજાર

રૂા.૫૦૦ અને ૧૦૦૦ ની નોટો સામે ૧૦ ગ્રામ સોનાનો ભાવ રૂા.૪૭ થી ૫૨ હજાર

News, Prachar News No Comments on રૂા.૫૦૦ અને ૧૦૦૦ ની નોટો સામે ૧૦ ગ્રામ સોનાનો ભાવ રૂા.૪૭ થી ૫૨ હજાર

રૂા.૫૦૦ અને ૧૦૦૦ ની નોટો સામે ૧૦ ગ્રામ સોનાનો ભાવ રૂા.૪૭ થી ૫૨ હજાર

(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
સરકારે રૂા.૫૦૦ અને ૧૦૦૦ ની ચલટી નોટો રદ કરતાજ મોટી સંખ્યામાં આવી નોટો ધરાવતા લોકોએ બીનહિસાબી ચલણનુ સોનામાં રૂપાંત્તર કર્યુ હતુ. જેના કારણે બીનહિસાબી ચલણ સામે ૧૦ ગ્રામ સોનાનો ભાવ રૂા.૪૭ થી ૫૨ હજાર સુધી પહોચ્યો હતો. વિસનગરમાં આ ભાવે ૧૦૦ ગ્રામની લગડીઓનો મોટા પ્રમાણમાં વેપાર થયુ હોવાનુ જાણવા મળ્યુ છે.
સરકારે તા.૮-૧૧ ની રાત્રે ૧૨-૦૦ કલાકથી રૂા.૫૦૦ અને ૧૦૦૦ ની ચલણી નોટો રદ કરતાજ બીનહિસાબી નાણા ધરાવનાર લોકોમાં અફડાતફડી મચી હતી. ઘર ઓફીસ કે લોકરમાં ૫૦૦ અને ૧૦૦૦ ની નોટોનુ ચલણ ધરાવનારનુ લોકો આવી નોટો અન્ય રીતે રૂપાંત્તર કરવાની વેતરણમાં લાગી ગયા હતા. ગર્ભ શ્રીમંતો સમૃૃધ્ધ વર્ગના મોટાભાગના લોકોએ આવી નોટોનુ સોનામાં રૂપાંત્તર કરવાનુ વધારે પસંદ કર્યુ હતુ. જેના કારણે વિસનગરમાં સોનાની માગમાં ઉછાળો આવી ગયો હતો. રૂા.૫૦૦ અને ૧૦૦૦ ની નોટો ધરાવનાર લોકોની મજબુરીનો લાભ લેવા સોનુ વેચનાર વેપારીઓ ફૂટી નીકળ્યા હતા. સોનાનો ૧૦ ગ્રામનો સત્તાવાર ભાવ રૂા.૩૨,૦૦૦ આસપાસનો છે. જ્યારે રૂા.૫૦૦ અને ૧૦૦૦ નોટો સામે ૧૦ ગ્રામ સોનાનો ભાવ રૂા.૪૭,૦૦૦ થી ૫૨,૦૦૦ બોલાયો હતો. રૂા.૫૦૦ અને ૧૦૦૦ ની નોટો સામે ૧૦૦ ગ્રામ લગડીનો ભાવ રૂા.૪,૭૦,૦૦૦ થી ૫,૨૦,૦૦૦ બોલાતો હોવાનુ જાણવા મળ્યુ છે.
સરકારે રૂા.૫૦૦ અને ૧૦૦૦ ની નોટો બેંકમાં ભરવા ૫૦ દિવસનો સમય આપ્યો છે. પરંતુ બીન હિસાબી રકમ ખાતામાં ભરેતો કાયદાની ચુંગાલમાં આવી શકે તેમ છે. જેના કારણે મોટી નોટો ધરાવનાર લોકોએ બ્લેક માર્કેટમાં પણ સોનુ ખરીદવાનુ પસંદ કર્યુ હતુ. શરૂઆતના બે ત્રણ દિવસનો વિસનગરમાં એવો માહોલ સર્જાયો હતો કે સોનુ વેચનાર લોકો પાસે પણ લગડીઓ ખુટી પડી હોવાનુ જાણવા મળ્યુ છે. કેટલાક સંજોગોમાંતો ૧૦ ગ્રામના રૂા.૫૨,૦૦૦ કરતા પણ ઉપરના ભાવે સોનાની લગડી વેચાઈ હોવાનુ ચર્ચાય છે. રદ થયેલ રૂા.૫૦૦ અને ૧૦૦૦ ની નોટો સામે ૧૦૦ ગ્રામ સોનાની લગડી વેચી કેટલાક લોકોએ સવા લાખથી પોણા બે લાખ સુધીનો તગડો નફો કર્યા હોવાનુ જાણવા મળ્યુ છે. જોકે બીન હિસાબી સોનુ એકઠુ કરવામાં પણ ભવિષ્યમાં મુશ્કેલી ઉભી થઈ શકે છે. કાળુ નાણું, ભ્રષ્ટાચાર અને આતંકવાદનેે નાથવા સરકાર રૂા.૫૦૦ અને ૧૦૦૦ ની ચલણી નોટો રદ કરવાનો હિંમતપૂર્વકનો નિર્ણય લઈ શકતી હોયતો ભવિષ્યમાં સરકાર સોના ઉપર પણ નિયંત્રણ લાવી શકે તેમ છે. તે વખતે નીચા ભાવે પણ સોનુ વેચવા મજબુર બનવુ પડે તો નવાઈ નહી.

Leave a comment

Back to Top