You are here
Home > News > વિસનગર તાલુકાના ગામડાઓને જોડતા નેળીયામાં માટીકામ, મેટલકામ, નાળાકામ અને ડામરકામ સાથે રૂા.૧૫.૨૭ કરોડના ખર્ચે કાચા માર્ગ પાકા બનશે

વિસનગર તાલુકાના ગામડાઓને જોડતા નેળીયામાં માટીકામ, મેટલકામ, નાળાકામ અને ડામરકામ સાથે રૂા.૧૫.૨૭ કરોડના ખર્ચે કાચા માર્ગ પાકા બનશે

વિસનગર તાલુકાના ગામડાઓને જોડતા નેળીયામાં માટીકામ, મેટલકામ, નાળાકામ અને ડામરકામ સાથે
રૂા.૧૫.૨૭ કરોડના ખર્ચે કાચા માર્ગ પાકા બનશે

(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
વિસનગરના જાગૃૃત ધારાસભ્ય ઋષિભાઈ પટેલના પ્રયત્નોથી નાયબ મુખ્યમંત્રી અને માર્ગ અને મકાન વિભાગ મંત્રી નિતિનભાઈ પટેલે વિસનગર તાલુકાના ગામડાઓને જોડતા કાચા નેળીયાના માર્ગને પાકા માર્ગે બનાવવા રૂા.૧૩.૬૭ કરોડ મંજુર કર્યા છે. જ્યારે ધારાસભ્યની ગ્રાન્ટમાંથી ચાર માર્ગ ઉપર રીસરફેસીંગ થશે. તાલુકાના ૧૭ ગામડાના માર્ગોના નવીનીકરણ માટે રૂા.૧૫.૨૭ કરોડ મંજુર થતા ગામડાની જનતામાં આનંદની લાગણી ફેલાઈ છે.
પહેલા પરિસ્થિતિ એવી હતી કે વારંવાર રજુઆતો બાદ બે ગામડાને જોડતા નેળીયામાં પાકો રોડ બનાવવા માટે પ્રથમ મેટલ કામની ગ્રાન્ટ ફળવાતી હતી. ફરી પાછી રજુઆતો કરતા માટી કામ થતુ હતુ અને ઘણા સમય બાદ, કેટલાક બનાવમાતો વર્ષો બાદ ડામર રોડ બનતો હતો. બે ગામડાઓ વચ્ચે ચાલતા જઈ શકાય તેવા ઘણા નેળીયાના કાચા માર્ગ છે. આ નેળીયામાં વાહન વ્યવહાર પણ થાય છે. પરંતુ ચોમાસામાં આવા કાચા નેળીયાનો ઉપયોગ કરી શકાતો નથી. આવા બે ગામ વચ્ચેનુ અંતર ઓછુ કરતા નેળીયા પાકા ડામર માર્ગ બને લોકોનો સમય બચે, ઈંધણની બચત થાય લોકોના નાણાં બચે તે માટે રાજ્ય સરકાર દ્વારા મોટી રકમ ફાળવવામાં આવી છે. વિસનગર તાલુકાના ગામડાઓને જોડતા અંતરીયાળ માર્ગો પાકા બનાવવા માટે જે તે ગ્રામ પંચાયતો, સરપંચો, ગ્રામજનો દ્વારા ધારાસભ્ય ઋષિભાઈ પટેલ સમક્ષ રજુઆતો થઈ હતી. જે રજુઆતો સંદર્ભે ધારાસભ્ય ઋષિભાઈ પટેલ દ્વારા બે ગામડાને જોડતા નેળીયામાં પાકા રોડ બનાવવા સરકાર સમક્ષ રજુઆત કરવામાં આવી હતી. છેલ્લે તા.૨૧-૬-૨૦૧૬ ના રોજ ધારાસભ્ય ઋષિભાઈ પટેલે બે ગામને જોડતા ૨૧ નેળીયામાં પાકા માર્ગ બનાવવા માર્ગ મકાન વિભાગના મંત્રી નિતિનભાઈ પટેલ સમક્ષ રજુઆત કરી હતી. જે રજુઆત ધ્યાને લઈ માર્ગ મકાન વિભાગના મંત્રીએ ૧૩ કાચા નેળીયાને પાકા બનાવવા રૂા.૧૩.૬૭ કરોડ મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત મંજુર કરી, જોબ નંબર ફાળવી ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવા કાર્યપાલક ઈજનેરને સુચના આપી છે.
વિસનગર તાલુકાના કયા ગામડાને જોડતા કેટલા કી.મી.લંબાઈના કાચા નેળીયા કેટલી રકમના ખર્ચે માટીકામ, મેટલકામ, નાળાકામ અને ડામરકામ સાથે પાકા બનશેે તે જોઈએ તો કાંસા થલોટા રોડ વચ્ચે ૩.૫૦ કી.મી.નેળીયામાં રૂા.૧૫૨.૪૬ લાખના ખર્ચે, ૩.૫૦ કીમીનો કડા-દઢિયાળ રોડ રૂા.૧૫૨.૪૬ લાખના ખર્ચે ૩ કી.મી.નો ધારૂસણા ધામણવા રોડ રૂા.૧૩૦.૩૮ લાખ, ૨ કીમીનો સેવાલીયા એપ્રોચ રોડ જોઈનીંગ ગુંજા ભાલક રોડ રૂા.૮૭.૧૨ લાખ, ૩.૮૦ કીમીનો કમાણા બેચરપુરા રોડ રૂા.૧૬૫.૫૨ લાખ, ૧.૨૦ કીમીનો દઢિયાળ, વીરપુર, ગણપતપુરા તથા સંતોકપુરાથી રામપુરા(લા) અધુરો રોડ રૂા.૫૨.૨૭ લાખ, ૨ કીમીનો કુવાસણા બાયપાસ(કુવાસણા-રાલીસણા રોડથી ચર્મકુંડ) રોડ રૂા.૮૭.૧૨ લાખ, ૨.૫૦ કીમીનો રાલીસણા બાજીપુરા રોડ રૂા.૧૦૮.૯૦ લાખ, ૪ કીમીનો ઉમતા કિયાદર રોડ રૂા.૧૭૪.૨૪ લાખ, ૧.૨૦ કીમીનો થલોટા લક્ષ્મીપુરા રોડ રૂા.૫૨.૨૭ લાખ, ૦.૫૦ કીમી નો લક્ષ્મીપુરા, ભાન્ડુ હાઈવે સુધીનો રોડ રૂા.૨૧.૭૮ લાખ, ૦.૭૨ કીમીનો છોગાળા એપ્રોચ (જોઈનીંગ વિસનગર સિધ્ધપુર રોડ) રોડ રૂા.૩૦.૪૯ લાખ તથા ૩.૫૦ કીમીનો સેવાલીયાથી ગણેશપુરા(રાલીસણા) રોડને જોડતો રોડ રૂા.૧૫૨.૪૬ લાખ ખર્ચે બનાવવામાં આવશે. જ્યારે ચોમાસામાં બગડી ગયેલ રોડ રીસરફેસ કરવા ધારાસભ્યને મળતી ગ્રાન્ટમાંથી ૨.૩૦ કીમીનો દઢીયાળ મગરોડા રોડ રૂા.૨૦ લાખના ખર્ચે, ૪.૨૦ કી.મી.નો ઉમતા કરલી રોડ રૂા.૩૯ લાખના ખર્ચે તથા ૨ કી.મી.નો બાકરપુર વાઘાજીપુરા(ગોઠવા) રોડ રૂા.૧૬ લાખના ખર્ચે ડામર સપાટી કરવામાં આવશે. કાંસા એન.એ.વિસ્તારમાં ગુરૂકુળ રોડ ઉપર રહેતા લોકો ગટરલાઈન ખોદકામના કારણે ખરાબ રસ્તાથી ત્રાહીમામ પોકારી ગયા છે. ત્યારે આઈ.ટી.આઈ.ચાર રસ્તાથી કાંસા રોડ રામાપીર મંદિર રોડ સુધી રૂા.૮૫ લાખના ખર્ચે સીસી રોડ બનાવવામાં આવશે.

Leave a Reply

Top