ખેરાલુ માર્કેટયાર્ડમાં ૧૫ હજાર બોરી મગફળીની આવક

ખેરાલુ માર્કેટયાર્ડમાં ૧૫ હજાર બોરી મગફળીની આવક

News, Prachar News No Comments on ખેરાલુ માર્કેટયાર્ડમાં ૧૫ હજાર બોરી મગફળીની આવક

ખેરાલુ માર્કેટયાર્ડમાં ૧૫ હજાર બોરી મગફળીની આવક

(પ્ર.ન્યુ.સ.) ખેરાલુ,રવિવાર
ખેરાલુ માર્કેટયાર્ડમાં ટેકાના ભાવે મગફળી ખરીદીનુ કેન્દ્ર ફળવાતા અત્યાર સુધીમાં ૧૫ હજાર બોરી મગફળીની આવક થઈ છે તેવુ જાણવા મળે છે. ખેરાલુ વિસ્તારમાં નર્મદાની પાઈપલાઈન, ધરોઈની સિંચાઈ વ્યવસ્થા તેમજ ચિમનાબાઈ સરોવરમાંથી સિંચાઈના કારણે પછાત તાલુકાના ખેડુતો સમૃધ્ધ બન્યા છે. કારણ પાણીની વ્યવસ્થાને કારણે કૃષિ ઉત્પાદનોની પેટર્ન બદલાઈ છે. ખેડુત શિક્ષિત તેમજ જાગૃત થતા સમૃધ્ધ બન્યો છે. ત્યારે ખેરાલુ માર્કેટયાર્ડના ચેરમેન ભિખાલાલ ચાચરીયાએ પોતાના રાજકીય ગુરુ શંકરભાઈ ચૌધરીની મુલાકાત ધારાસભ્ય ભરતસિંહ ડાભી સાથે કરી હતી. જેમાં બંધ માર્કેટયાર્ડને પુર્નજીવિત કરી ટેકાના ભાવે મગફળી ખરીદવાનું કેન્દ્ર મંજુર કરતા તાલુકાના ડાવોલ, ડાલીસણા, ચાડા, કુડા, વઘવાડી, ગોરીસણા, સાગથળા, ઊંડણી, ગણેશપુરા અને કોદરામના ખેડુતો મગફળી લઈ ઉમટી પડતા અત્યાર સુધીમાં ૧૫૦૦૦ બોરીની આવક થઈ છે તેવુ ભિખાલાલ ચાચરીયા જણાવે છે.
આ બાબતે માર્કેટયાર્ડની મુલાકાત લેતા કયા તાલુકાના ખેડુતો મગફળી લઈ આવે છે તે તપાસ કરતા ખેરાલુ, વડનગર, સતલાસણા, વડગામ, દાંતા અને ઈડર તાલુકાના ખેડુતો ટેકાના ભાવે મગફળી લઈને આવે છે. રોજની મગફળીની આવક ૩૫૦૦ બોરીની છે. પણ તોલાઈની સગવડ ૨૦૦૦ બોરીની હોવાથી જેથી ૧૫ હજાર બોરીની આવકજ થઈ છે. ૭૦૦ ખેડૂતોની યાદી આવી છે. દરેકને ક્રમ પ્રમાણે બોલાવવામાં આવે છે. હાલ કેટલા ગામના ખેડુતોએ નામો નોંધાવ્યા છે તેવુ પુછતા ૬ તાલુકાના ૩૫ ગામોએ નામો નોંધાવ્યા છે તેવુ જાણવા મળે છે. બે-ત્રણ મહિના સુધીમાં ૧ લાખ બોરી મગફળીની આવક થવાની શક્યતાઓ જોવા મળે છે.
અત્રે ઉલ્લેખનીય છેકે ખેરાલુ માર્કેટયાર્ડ ૨૫ વર્ષથી આશરે અસ્તીત્વમાં હોવાનું ચર્ચા પ્રમાણે જાણવા મળ્યુ છે. ત્યારે માર્કેટયાર્ડના તમામ વર્ષોનો હિસાબ કરીએ તો પણ એકલાખ બોરીની આવક થતી નથી ત્યારે હાલ બંધ ગંજબજારમાં માત્ર બે-ત્રણ મહિનામાં એક લાખ બોરીની આવકની શક્યતા જોવા મળે છે.
ભીખાલાલ ચાચરીયાએ બંધ માર્કેટમાં બોર બનાવ્યો, લાઈટનુ એસ્ટીમેટ ભરી દેતા લાાઈટો આવશે અને માર્કેટયાર્ડ ધમધમતુ કરી દેતા બીજી કૃષિ ઉત્પાદનોની આવકો પણ શરુ થશે. તેથી હાઈવે ઉપર માર્કેટયાર્ડ લઈ જવાની વાતોમાં જૂનુ માર્કેટયાર્ડ ધમધમતુ થતા નવુ માર્કેટયાર્ડ બનશે કે કેમ એ જોવાનુ રહ્યુ.
આ તમામ વાતોમાં જુના માર્કેટયાર્ડની જગ્યા ઓક્વર્ડ(સગવડતા વગરની) છે. લોકોને ટ્રેક્ટરો લાવવા લઈ જવામાં તકલીફ પડે એટલે માર્કેટયાર્ડ ચાલુ નથી. વેપારીઓને ગ્રાહકો ન આવવાથી રસ નથી જેવી વાતોનો છેદ ભિખાલાલ ચાચરીયાએ ઉડાડી લીધો છે. કદાચ આગામી સમયમાં જૂનુ માર્કેટયાર્ડ ધમધમતુ થાય અને નવા માર્કેટયાર્ડની વાતો હવામાં ઓગળી જાય તેવુ બને પણ ખરું.

Leave a comment

Back to Top