ખેરાલુ રૂપેણ મુક્તિધામની મિટીંગમાં અભૂતપૂર્વ નિર્ણયો લેવાયા

ખેરાલુ રૂપેણ મુક્તિધામની મિટીંગમાં અભૂતપૂર્વ નિર્ણયો લેવાયા

News, Prachar News No Comments on ખેરાલુ રૂપેણ મુક્તિધામની મિટીંગમાં અભૂતપૂર્વ નિર્ણયો લેવાયા

ખેરાલુ રૂપેણ મુક્તિધામની મિટીંગમાં અભૂતપૂર્વ નિર્ણયો લેવાયા

(પ્ર.ન્યુ.સ.) ખેરાલુ, રવિવાર
ખેરાલુના રૂપેણ મુક્તિધામ સેવા ટ્રસ્ટની દર વર્ષે મળતી જનરલ મિટીંગ તા.ર૦-૧૧-ર૦૧૬ ના રોજ સાંજે- ૪ કલાકે મુક્તિધામ હોલ ખાતે મળી હતી. આ મિટીંગમા અભુતપુર્ણ કહી શકાય તેવા પાંચ નિર્ણયો લેતા આખા પંથકમા ચર્ચાનો વિષય બન્યો હતો.
જનરલ મિટીંગમાં મુખ્ય મહેમાન તરીકે ખેરાલુ પાલિકાના શિક્ષણ સમિતિના ચેરમેન કુન્દનબેન ધર્મેન્દ્રકુમાર બારોટ, જતન ચિલ્ડ્રન હોસ્પિટલવાળા ડૉ.નિપુલભાઈના ધર્મપત્ની ડૉ.જયશ્રીબેન નાયક ખેરાલુ નાગરિક બેન્કના મહિલા ડીરેક્ટર તથા ભાજપ અગ્રણી ભગવતીબેન અશોકકુમાર ભાવસાર તેમજ વૃદાંવન ચાર રસ્તે સ્વામિનારાયણ મંદિર બનાવવામાં જેમનો સિંહ ફાળો છે તેવા વિરચંદકાકા મોદી તેમજ રૂપેણ મુક્તિધામના ટ્રસ્ટી રમેશભાઈ મોદી (પુનાવાળા)ના પ્રતિનિધિ સહિત ટ્રસ્ટીગણ તથા ખેરાલુ શહેરમાંથી પધારેલા મહેમાનોની હાજરીમાં છેલ્લા ત્રણ વર્ષના હિસાબો વંચાણે લઈ બહાલ રાખ્યા હતા. હિસાબોમાં આશરે ૪૦ લાખ જેટલી રકમ હાલ ટ્રસ્ટમા જમા છે તેમ જણાવ્યુ હતુ. આમંત્રિત મહેમાનોનુ શાલ ઓઢાડી તેમજ ફુલછડી દ્વારા સ્વાગત, સન્માન કરવામા આવ્યુ હતુ.
રૂપેણ મુક્તિધામની વહીવટ પાંખના પ્રમુખશ્રી ધર્મેન્દ્રભાઈ બ્રહ્મભટ્ટ (રૂદ્વાક્ષ પેટ્રોલપંપ વાળા) એ આગામી વર્ષમાં રૂપેણ મુક્તિધામનો વિકાસ કરવા નવિન યોજનાઓની રૂપરેખા કરી હતી. જેમા (૧) રૂપેણ મુક્તિધામએ પવિત્ર રૂપેણ નદીના કાંઠે આવેલુ હોવાથી ખેરાલુ તાલુકાની સૌ જનતા માટે ખુલ્લુ મુકવાથી વાત કરી હતી. ખેરાલુ તાલુકાના સરપંચોની ટુંક સમયમાં મિટીંગનુ આયોજન કરવા ચર્ચા વિચારણા કરી હતી. હાલ રૂપેણ મુક્તિધામ ખાતે એક શબ પાછળ ર૦ મણ લાકડુ વપરાય છે. જે ઓછુ વપરાય તે માટે ઓ.એન.જી.સી.ના અધિકારીઓ કાષ્ટ ચેમ્બર આપવાના છે જેનાથી એક શબ માટે માત્ર ૩ (ત્રણ) મણ લાકડુ વાપરી અગ્નિસંસ્કાર કરાશે. જેનાથી પ્રકૃત્તિને પણ ફાયદો થશે. સ્વચ્છતા અભિયાન અંતર્ગત રૂપેણ મુક્તિધામમા ડસ્ટબીન મુકવાનું આયોજન શબને બે-ત્રણ દિવસ રાખવા કોલ્ડ શબ પેટી લાવવા તેમજ ગરમ પાણી ર૪ કલાક મળે તે માટે સોલાર સિસ્ટમ લગાવવાની ચર્ચાઓ કરી હતી. સુતક માટે નવિન બેઠક વ્યવસ્થા બનાવવાનું આયોજન કરવામા આવ્યુ છે. તેમ ધર્મેન્દ્રભાઈ બ્રહ્મભટ્ટે જણાવ્યુ હતુ.
રૂપેણ મુક્તિધામ સેવા યોજનાના પ્રમુખ પોપટભાઈ બ્રહ્મભટ્ટે હીસાબો તેમજ સંસ્થાના વિકાસ માટે પ્રાસંગિક પ્રવચન આપ્યુ હતુ. નાથુભાઈ સોનીએ મહેમાનોનો પરિચય આપી પ્રાસંગિક પ્રવચન કર્યુ હતુ. આભાર વિધી જસુભાઈ બારોટે કરી હતી.

Leave a comment

Back to Top