You are here
Home > News > નૂતન સર્વ વિદ્યાલયના અમૃૃતપર્વની શોભાયાત્રાનુુ ઠેરઠેર સ્વાગત

નૂતન સર્વ વિદ્યાલયના અમૃૃતપર્વની શોભાયાત્રાનુુ ઠેરઠેર સ્વાગત

નૂતન સર્વ વિદ્યાલયના અમૃૃતપર્વની શોભાયાત્રાનુુ ઠેરઠેર સ્વાગત

(પ્ર. ન્યુ.સ.) વિસનગર,રવિવાર
ના.મ. નૂતન સર્વ વિદ્યાલય તેના શિક્ષણકાર્યના ૭૫ વર્ષ પૂર્ણ કરતા અમૃત મહોત્સવ યોજવાનું આયોજન તાઃ૨૬, ૨૭ નવેમ્બર-૨૦૧૬ ના દિવસે કરવામાં આવ્યું હતું તેમાંકાર્યક્રમની શરૂઆત તા ૨૬-૧૧-૨૦૧૬ના રોજ નૂતન સર્વ વિદ્યાલયના પ્રાગણથી કરવામાં આવી હતી સંસ્થાના ઇતિહાસમાં ભુતકાળમાં ક્યારેયપણ નહી થયો હોય તેવો ભવ્ય અમૃત મહોત્સવની શરૂઆત શોભાયાત્રાથી થઈ હતી.
સવારે ૮-૩૦ કલાકે સાંકળચંદ પટેલ યુનીવર્સીટીના પ્રેસિડેન્ટ અને નૂતન સર્વ વિદ્યાલય કેળવણી મંડળના ઉપપ્રમુખ શ્રી પ્રકાશભાઇ એસ. પટેલ, શોભાયાત્રા પ્રસ્તાનના મુખ્ય મહેમાન વિસનગરના ધારાસભ્યશ્રી ઋષિકેશભાઈ પટેલ, ગણપત યુનીવર્સીટીના પૂર્વ કુલપતિ શ્રી ડૉ.એલ. એન.પટેલ, સાંકળચંદ પટેલ યુનીવર્સીટીના કુલપતિશ્રી ડૉ.ડી.જે. શાહ,સંસ્થાના મંત્રી શ્રી સી.એમ.પટેલ, નૂતનવિદ્યાલયના આચાર્યશ્રી એમ.એન.નાયક અને તમામ ટ્રસ્ટીશ્રીઓ તથા નૂતન પરીવારના તમામ સભ્યો શોભાયાત્રા માટે ઉપસ્થિત રહયા હતા.
સવારે ૯-૦૦ કલાકે વિસનગર ના ધારાસભ્ય અને ઉપસ્થિત તમામ મહેમાનોની હાજરીમાં સંસ્થાને ૭૫ વર્ષ પૂર્ણ થતા કભી બી બેકરીના નિરવ ત્રિવેદી દ્વારા તૈયાર કરાયેલ ૭૫ કિલોની કેક કાપવામાં આવી હતી અને આકાશમાં રંગબેરંગી ફુગ્ગા ઉડાવી લીલીઝંડીબતાવી શોભા યાત્રાનું પ્રસ્તાન કરાવ્યું હતું. જેમાં સૌપ્રથમ બેન્ડ પાર્ટી તેની પાછળ નૂતન વિદ્યાલયની ૭૫ બાલિકાઓ ૭૫ જવારાના ક્યારા સાથે જોડાઈ હતી, તેની પાછળ ડી.જે. સાઉન્ડના દેશ ભક્તિના ગીતો શાથે પાંચ બગીઓ તથા નૂતન વિદ્યાલય અને ભગીની સંસ્થાઓ અને સાંકળચંદ પટેલ યુનિવર્સીટી ની તમામ કોલેજના બધા થઈ દસ જેટલા ટેબ્લોનું આયોજન કરેલ હતું. સંસ્થાના અને યુનીવર્સીટીના અને ભૂતપૂર્વ વિધાર્થીઓ મળી ૫૦૦૦ વિદ્યાર્થી ભાઈ બહેનો આ શોભાયાત્રામાં જોડાયા હતા. સાથે વિસનગર શહેરના ૧૫૦૦૦ થી પણ વધુ સંખ્યામાં નાગરિકો વિવિધ સ્થળેથી શોભાયાત્રામાં જોડાઈને શોભાયાત્રાને ચાર ચાંદ લગાવી દીધા હતા. શોભાયાત્રાની લંબાઈ આશરે ૧ કિ.મિ.થી પણ વધુ લાંબી હતી.
શોભાયાત્રાનો રૂટ નૂતનસર્વ વિદ્યાલયના પ્રાંગણથી સાંકળચંદ પટેલ યુનિવર્સીટીના કેમ્પસ સુધીનો હતો. જેમાં સૌ પ્રથમ રેલ્વે ફાટકના સર્કલ પાસે ખરીદ વેચાણ સંઘ, ગંજ બજાર વેપારી મહામંડળ, રોટરી ક્લબ દ્વ્રારા સ્વાગત કરાયેલ. જી.ડી.હાઈસ્કુલ પાસે આચાર્યશ્રી અને વિસનગર તાલુકા માધ્યમિક શાળાની ધિરાણ મંડળી ના પ્રમુખશ્રી તથા પંચાલ બોડીંગ પાસે સ્વાગત કરી શુભેચ્છા પાઠવી હતી. સી.એન.કોલેજના પ્રિન્સપાલશ્રી તથા પોલીસ સ્ટેશન તરફથી પી.આઈ. સાહેબ, ત્રણ દરવાજા ટાવર સર્કલ પાસે વેપારી મહામંડળના પ્રમુખશ્રી, ઠાકોર સમાજના આગેવાનો દ્વારા, ગોવિંદ ચકલા ચાર રસ્તા ટાવરની અંદર શ્રી આર. કે. પટેલ સોના-ચાંદી એશોશિએશનના પ્રમુખશ્રી, નગરપાલિકાના પૂર્વ પ્રમુખશ્રી ગીરીશભાઈ પટેલ-નવદુર્ગા ભાજીપાઉં, શ્રી જયંતીભાઈ કે. પટેલ-રંગવાળા અને શ્રી વાડીભાઈ પટેલ-ઉમિયા પ્લાયવુડ તરફથી, ગુંદીખાડ માંડવી ચોકમાં ડો. કાન્તીભાઈ પટેલ કોર્પોરેટરશ્રી અને ડો. પ્રહલાદભાઈ બી. પટેલે, ત્યાંથી દિપક ચાર રસ્તા પાસે વિસનગર તળ કડવા પાટીદાર સમાજ અને કારોબારી સભ્યો હાજર રહી ઉમળકાસભર સ્વાગત કરેલ. સવાલા દરવાજા અને હરિહર સેવા મંડળ પાસે આચાર્ય શ્રી રમેશભાઈ પટેલ, હરિહર સેવા મંડળના ટ્રસ્ટીશ્રી દ્વારકેશભાઈ મણીયારે સ્વાગત કર્યું હતું. ઉપરાંત આદર્શ વિદ્યાલયના પ્રમુખશ્રી, ટ્રસ્ટીશ્રી અને શૈક્ષણિક સ્ટાફે શુભેચ્છા પાઠવી હતી. ત્યાંથી આગળ નીકળેલ શોભાયાત્રનુ અંબર સિનેમા, રસપાર્ક, આનંદપાર્ક સોસાયટી તથાકમાણા ચાર રસ્તા ખાતે સ્વાગત કરવામાં આવેલ.
૧૨.૦૦ વાગે શોભાયાત્રા એસ.કે. યુનિવર્સીટી કેમ્પસમાં આવી પહોંચેલ ત્યાં યુનિવર્સીટીના કુલપતિ શ્રી ડી.જે. શાહ તથા તમામ સ્ટાફમિત્રો દ્વારા શોભાયાત્રાનું અદભૂત સ્વાગત કરી અહીં સંસ્થાના સ્થાપક શ્રી સાંકળચંદભાઈ શેઠ ની પ્રતિમાને ફુલહાર અર્પણકરવામાંઆવ્યા હતા. તમામ મહેમાનોએ પુષ્પાંજલિ અર્પણ કરી શોભાયાત્રાનું સમાપન કરવામાં આવેલ હતું. અંતમાં ઉપસ્થિત તમામ માટે સ્વરુચિ ભોજન વ્યવસ્થા રાખવામાં આવેલ હતી.
શોભાયાત્રા દરમિયાન વિસનગર પોલીસ સ્ટેશનના પી.આઈ.પી.કે.રાણા દ્વ્રારા ટ્રાફિકની સુંદર વ્યવસ્થા કરી સંપૂર્ણ સહયોગ આપેલ. સંસ્થાના પ્રેસિડેન્ટ શ્રી પ્રકાશભાઈ પટેલે પોતાના અને ટ્રસ્ટ વતીઆજના પ્રસંગમાં ઉપસ્થિત રહેનાર અને સહયોગી બનનારનો સર્વેનો હ્રુદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.

Leave a Reply

Top