You are here
Home > News > પરિણામ જોયું નથી અને અનુભવ્યુ નથી તો નોટબંધીનો વિરોધપક્ષ કેમ વિરોધ કરે છે?

પરિણામ જોયું નથી અને અનુભવ્યુ નથી તો નોટબંધીનો વિરોધપક્ષ કેમ વિરોધ કરે છે?

પરિણામ જોયું નથી અને અનુભવ્યુ નથી તો
નોટબંધીનો વિરોધપક્ષ કેમ વિરોધ કરે છે?

મોટી નોટો કેન્દ્ર સરકાર દ્વારા બંધ કરાયા પછી વિરોધપક્ષોએ બુમાબુમ કરી મૂકી છે કે નોટ બંધ કરવાનો નિર્ણય બિલકુલ ખોટો છે. તે પાછો ખેંચી લેવો જોઈએ. ભારત આઝાદ થયા પછી આ બીજી વખત નોટબંધીનો નિર્ણય સરકાર દ્વારા લેવાયો છે. ૧૯૭૮ માં મોરારજી દેસાઈએ જ્યારે ૧૦૦૦/- ની નોટ રાતોરાત બંધ કરી ત્યારે કોઈ ગંભીર અસર સમાજ ઉપર પડી નહતી. ઉદ્યોગપતિઓ અને કાળા નાણાંનો સંગ્રહ કરનાર મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. દેશમાં જે જગ્યાએ હીરાઉદ્યોગ ધમધમતો હતો ત્યાં ૧૦૦૦ ની નોટો બંધ થયાની લોકોને જાણ થઈ હતી. ગ્રામ્ય વિસ્તાર, ખેડૂતોને તો ૧૦૦૦ ની નોટ બંધ થયાની ખબર નહતી. એટલે એવું કહી શકાય કે નોટબંધીની ગંભીર ખરાબ અસર અગાઉ પડી નહતી. જે કાર્યનુ પરિણામ શું છે. પરિણામ કદિ કોઈએ અનુભવ્યું નથી છતાં વિરોધપક્ષ નોટબંધીનો નિર્ણય ખોટો છે તે કઈ રીતે કહી શકે છે? વિરોધપક્ષ એટલે વિરોધજ કરવાનો? દેશ માટે સરકાર સારુ કાર્ય કરે તો પણ તેનો વિરોધ કરવાનો? આ કેવો વિરોધ પક્ષ? નોટબંધના સારા પરિણામ આવી શકે છે. અત્યારે એ પરિસ્થિતિ છેકે નોટબંધનુ ભવિષ્યમાં શું પરિણામ આવશે, ભવિષ્ય કેવું હશે તે કોઈ કહી શકે તેમ નથી. દેશમાં ઘૂસેલા ભ્રષ્ટાચાર કાળા નાણાંનો દૈત્ય આતંકવાદીઓ, કાળાબજારીયાઓને રોકવા માટેનો આ પ્રયત્ન છે. જે સરકારે નોટબંધીનો અમલ કર્યો છે તે સરકારે ચારેબાજુ વિચાર્યું પણ હોય પછીજ આ નિર્ણય લીધો હોય. નિર્ણય લેવામાં જે ક્ષતિઓ રહી ગઈ છે તે ક્ષતિઓ સરકાર સમયાંત્તરે સુધારી રહી છે. છતાં વિરોધપક્ષ અત્યારે વિરોધ કરી બુદ્ધિહીન તર્ક કરી દુઃખી થઈ રહ્યો છેકે આ નિર્ણય ખોટો છે. વિરોધપક્ષ પણ સમજે છેકે આ નિર્ણય સારો છે. કેટલાક કોંગ્રેસ અગ્રણીઓ ખાનગીમાં નરેન્દ્રભાઈની પ્રસંશા કરતા થઈ ગયા છે. ત્યારે વિરોધપક્ષના નેતા શા માટે વિરોધ કરી રહ્યા છે? વિરોધપક્ષના નેતાઓ ટીવી ઉપર પ્રતિક્રિયા આપતા દેખાય છે તે ૧૯૭૮ ની નોટબંધી થઈ ત્યારે કદાચ ૧૦૦૦ ની નોટ જોઈ પણ નહિ હોય. બાલ્યાવસ્થા કે કોલેજકાળ કે જીવનની શરૂઆતના પ્રથમ ચરણે હોય તેમણે કશું જોયુ નથી અનુભવ્યુ નથી ત્યારે અત્યારે કોના કહેવાથી, કોની ગાઈડલાઈનથી આ નિવેદનો અપાઈ રહ્યા છે? વિરોધપક્ષને બુદ્ધિ વિનાના કહી શકાય નહિ. પણ તે જે કાર્ય કરી રહ્યા છે તેમાં તેમની બુદ્ધિનો ઉપયોગ નથી તે કાર્ય કરી રહ્યા છે તેને સમાજ સમજી ગયા છેકે વિરોધપક્ષને દુઃખે છે પેટ અને કુટે છે માથુ. વિરોધપક્ષને નોટ બંધ થતાં નરેન્દ્રભાઈ મોદીની સરકારની ઈમેજ લોકોમાં વધી ગઈ છે તેનું દુઃખ છે. પ્રજા મુશ્કેલી ભોગવીને સમજે છેકે જો આપણને દુઃખ થયું હોય તો ર્ડાક્ટર કડવી દવા આપે. મોટુ એપેન્ડીક્સ જેવું દર્દ ઉપડ્યુ હોય તો ર્ડાક્ટર ઓપરેશન પણ કરી શકે છે પણ છેલ્લે બધાના પરિણામ સારા આવવાના છે. દેશની પ્રજા આ વાત સમજી ગઈ છેકે ભલે અત્યારે થોડો વખત થોડી તકલીફ પડી શકે છે પણ પછીના દિવસો સારા આવવાના છે. જેથી પ્રજાને પ્રવર્તમાન તકલીફો ઝાઝી અસર કરતી નથી. ર્ડાક્ટર કડવી દવા આપે પેટ ચીરી નાંખે છતાં ફાયદો ન થાય તો છેલ્લે ર્ડાક્ટર ઉપર માછલા ધોવાવાના છે. ર્ડાક્ટરની બદનામી થવાની છે. અત્યારે પ્રજા નોટબંધીના કારણે ઊભા થયેલા તાત્કાલિક પરિણામ સહન કરી રહી છે પણ જો નોટબંધીને લઈને પ્રજાને સારા પરિણામ નહિ મળે તો ભાજપ સરકારને ૨૦૧૯ માં સહન કરવા વખત આવી શકે છે. અત્યારે વિરોધપક્ષ વિરોધ કરવાની ભૂમિકા ભજવી રહ્યો છે. તેમાં તે નીચો દેખાઈ રહ્યો છે, કે સરકાર સારુ કામ કરવા જઈ રહી છે અને વિરોધપક્ષો હવનમાં હાડકાં નાંખી રહ્યા છે. નોટબંધીના સારા પરિણામો મળશે તો વિરોધપક્ષની ખેર નથી અને ખરાબ પરિણામ મળશે તો સત્તાધારી ભાજપ પક્ષની ખેર નથી.

Leave a Reply

Top