પાલિકા વોર્ડ નં.૧ ના સભ્યોના પ્રયત્નોથી કોહીનુર કોમ્પલેક્ષના રોડનો વર્ષોનો પ્રશ્ન ઉકેલાયો

પાલિકા વોર્ડ નં.૧ ના સભ્યોના પ્રયત્નોથી કોહીનુર કોમ્પલેક્ષના રોડનો વર્ષોનો પ્રશ્ન ઉકેલાયો

News, Prachar News No Comments on પાલિકા વોર્ડ નં.૧ ના સભ્યોના પ્રયત્નોથી કોહીનુર કોમ્પલેક્ષના રોડનો વર્ષોનો પ્રશ્ન ઉકેલાયો

પાલિકા વોર્ડ નં.૧ ના સભ્યોના પ્રયત્નોથી
કોહીનુર કોમ્પલેક્ષના રોડનો વર્ષોનો પ્રશ્ન ઉકેલાયો

(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
વિસનગરના ખેરાલુ રોડ ઉપર આવેલ કોહીનુર કોમ્પલેક્ષમાં છેલ્લા ઘણા વર્ષોથી વેપારીઓ પાકા રોડથી વંચીત હતા. જે બાબતે વેપારીઓએ પાલિકા પ્રમુખ અને વોર્ડ નં.૧ ના કોર્પોરેટરોને રજુઆત કરી હતી. વેપારીઓની રજુઆતને ધ્યાને રાખી પાલિકા પ્રમુખ સહીતના સભ્યોએ કોહીનુર કોમ્પલેક્ષમાં નવો સી.સી.રોડ બનાવતા વેપારીઓમાં આનંદની લાગણી ફેલાઈ છે.
વિસનગર નગરપાલિકાની ચુંટણી પ્રચારમાં પ્રજાના મત મેળવવા તમામ સભ્યોએ પોતાના વોર્ડનો વિકાસ કરવાની ખાત્રી આપી હશે. પરંતુ પાલિકાની ચુંટણી જીતીને હોદ્દો મેળવ્યા બાદ પ્રજાને આપેલા વચનો યાદ રાખવા તે સાચા સમાજસેવકનુ કામ છે. અત્યારે વિકાસના મુદ્દે પાલિકામાં ગઠબંધનનુ શાસન છે. જેથી પાલિકાના સભ્યો પોતાના વોર્ડનો વિકાસ કરવા સતત પ્રયત્નો કરી રહ્યા છે. જેમાં વિસનગર-ખેરાલુ રોડ ઉપર આવેલ કોહીનુર કોમ્પલેક્ષના વેપારીઓ છેલ્લા દસ વર્ષથી કોમ્પલેક્ષમાં પાકા રોડથી વંચીત હતા. કોમ્પલેક્ષમાં સી.સી.રોડ બનાવવા માટે વેપારીઓએ પાલિકા પ્રમુખ પ્રજ્ઞાબેન પટેલ અને પોતાના વિસ્તારના સભ્ય રાકેશભાઈ પટેલ (ભગાભાઈ) સહિતને રજુઆત કરી હતી. વેપારીઓની રજુઆતને ગંભીરતાથી લઈને પાલિકા પ્રમુખ પ્રજ્ઞાબેન પટેલ, પાલિકા સભ્ય રાકેશભાઈ પટેલ, પાલિકા વૉટર વર્કસ સમિતીના ચેરમેન રાજેન્દ્રભાઈ પટેલ(ગાંધી), બાંધકામ સમિતીના ચેરમેન પરેશભાઈ પટેલ તથા પાલિકા સભ્ય જશુભાઈ પટેલના પ્રયત્નો અને પ્રત્યક્ષ દેખરેખ નીચે કોહીનુર કોમ્પલેક્ષમાં નવો સી.સી.રોડ બનતા વેપારીઓમાં આનંદની લાગણી ફેલાઈ છે. આ ઉપરાંતત પાલિકા પ્રમુખ તથા વોર્ડ નં.૧ ના સભ્યોના પ્રયત્નોથી હાલમાં આખલીપરામાં બે ગલીના રોડ, પ્રભુનગર સોસાયટી પાસે વરસાદી કેનાલ તથા શિવનાથ બંગ્લોઝમાં સી.સી.રોડ બનાવવાનુ કામ ચાલુ છે. જોકે પાલિકા સભ્ય રાકેશભાઈ પટેલે જણાવ્યુ હતુ કે અમે ચુંટણી ટાણે વિકાસના મુદ્દે પ્રજાને આપેલા વચનો પુરા કરી બતાવીશુ.

Leave a comment

Back to Top