You are here
Home > News > ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં ૬ પ્રશ્નોની રજુઆત

ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં ૬ પ્રશ્નોની રજુઆત

ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં ૬ પ્રશ્નોની રજુઆત

(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
વિસનગર તાલુકા સેવાસદનમાં મામલતદાર આર.એમ.દંતાણીના અધ્યક્ષસ્થાને ગત બુધવારે ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ટીડીઓ વિજયભાઈ ચૌધરી, નાયબ મામલતદાર વી.વી.વ્યાસ, નાયબ મામલતદાર બીપીનભાઈ પટેલ, કસ્બા તલાટી પંકજભાઈ મોદી, વિસનગર માર્ગ અને મકાન વિભાગના અધિકારી ડી.આર.પટેલ, પાલિકા કર્મચારી જયંતીભાઈ મકવાણા, સહીત સબંધકર્તા કચેરીના કર્મચારીઓ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં છ અરજદારોએ પોતાના પ્રશ્નોની નિકાલ કર્યો હતો. જ્યારે ચાર પ્રશ્નોનો સબંધકર્તા કર્મમચારીને નિકાલ કરવા સુચના આપી હતી.
ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં મામલતદાર આર.એમ.દંતાણી સમક્ષ કયા અરજદારે શુ રજુઆતો કરી તે જોઈએ તો, વિસનગર તાલુકાના દેણપ ગામના પટેલ બબાભાઈ માધવલાલે ઈ-ધરાના કોમ્પ્યુટર રેકર્ડમાં જમીનના ૭-૧૨, ૮-અ અને હક્કપત્રકમાં સુધારો કરવા બાબત, વિસનગર તાલુકાના રંડાલા ગામની સીમમાં જમીન ધરાવતા મહેસાણા ટી.બી.રોડ ઉપર રહેતા પ્રજાપતિ અંબારામભાઈ કચરાભાઈએ રંડાલા ગામમાં સર્વે નં.૪૪ વાળી જમીનમાં નામના સુધારો કરવા બાબતે, વિસનગર માયાબજારમાં આવેલ પ્રકાશ હાઈસ્કુલની બાજુમાં રહેતા મહેતા હેમંતકુમાર ચંદ્રકાન્તભાઈએ આર.ટી.આઈ.એ અરજી કરવાના મુદ્દે વિસનગર નગરપાલિકાની સામાન્ય સભામાં તેમને માહિતી આપવાની બાબતે બ્લેક લીસ્ટમાં મુકવા ઠરાવ કરવા બાબતે, વિસનગરના ફતેહ દરવાજા ખાતે રહેતા પાલિકા કોર્પોરેટર પટેલ ફુલચંદ બાબુભાઈએ વિસનગર શહેરમાં આવતા વરસાદી પાણી અને ગટરના પાણીનો પ્રજાના હિતમાં કાયમી નિકાલ કરવા બાબતે, બાસણા ગામના ચૌધરી રોહિતકુમાર નારાયણભાઈએ નવા બારકોડેડ રેશનકાર્ડમાં નામ ઉમેરવા બાબતે તથા વિસનગર જગદંબા સોસાયટીમાં રહેતા નાયર વિજયભાઈ નારાયણભાઈએ નવા બારકોડેડ રેશનકાર્ડમાં નામ કમી કરવા બાબતે રજુઆતો કરી હતી. આ તમામ અરજદારોમાં મામલતદારશ્રીએ અરજદારોના પ્રશ્નોનો નિકાલ કરવા સબંધકર્તા કચેરીના અધિકારીઓને સુચના આપી હતી.

Leave a Reply

Top