વારંવાર ફેલાતી ગંદકીના શ્રાપમાંથી કોણ મુક્ત કરશે સરદાર ચોક વિસ્તારમાં ઉભરાતી ગટરથી નર્કાગાર સ્થિતિ

વારંવાર ફેલાતી ગંદકીના શ્રાપમાંથી કોણ મુક્ત કરશે સરદાર ચોક વિસ્તારમાં ઉભરાતી ગટરથી નર્કાગાર સ્થિતિ

News, Prachar News No Comments on વારંવાર ફેલાતી ગંદકીના શ્રાપમાંથી કોણ મુક્ત કરશે સરદાર ચોક વિસ્તારમાં ઉભરાતી ગટરથી નર્કાગાર સ્થિતિ

વારંવાર ફેલાતી ગંદકીના શ્રાપમાંથી કોણ મુક્ત કરશે
સરદાર ચોક વિસ્તારમાં ઉભરાતી ગટરથી નર્કાગાર સ્થિતિ

(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
વિસનગરમાં કાંસા ચાર રસ્તા સરદાર ચોક વિસ્તારમાં ગટર ઉભરાતા ખુબજ દુર્ગંધ ફેલાતા આ વિસ્તારમાં લોકો ભારે પરેશાની ભોગવી રહ્યા છે. પ્રમુખના ઘર આગળ ગટર ઉભરાય છે તેવુ કહીએ તો પણ ચાલે. પોતાનાજ વિસ્તારની મુશ્કેલી પ્રમુખ દુર કરી શકતા ન હોય તો શહેરના અન્ય વિસ્તારના પ્રશ્નો કેવી રીતે ઉકેલી શકશે તેવા પ્રશ્નો આ વિસ્તારના લોકો કરી રહ્યા છે. આ વિસ્તારમાં ઉભરાતી ગટરની સમસ્યાથી કોણ મુક્ત કરશે તેવી લાગણી વર્તાઈ રહી છે.
વિસનગરમાં કાંસા ચાર રસ્તાને સરદાર ચોકનુ નામકરણ આપી સરદાર પટેલની પ્રતિમા મુકવામાં આવી છે. સરદાર પટેલની પ્રતિમા મુકાયા બાદ આ વિસ્તારમાં સ્વચ્છતા જળવાય તે જોવાની જવાબદારી પાલિકાની છે. ત્યારે સરદાર ચોકમાં મુકવામાં આવેલ પ્રતિમાથી થોડે અંતરે કાંસા રોડ ઉપર નોબલ એન્જીનીયરીંગ આગળ ઉભરાતી ગટરના કારણે સરદાર ચોકની રોનકમાં જાખપ લાગી રહી છે.
કાંસા રોડ નોબલ એન્જીનીયરીંગ આગળ ગટર ઉભરાવવાનો પ્રશ્ન વર્ષોનો છે. પરંતુ આ પ્રશ્નનુ નિવારણ કોઈ લાવી શકતુ નથી. દર વર્ષે ચુંટણીમાં આ મુદ્દો ચગે છે, કાયમી નિકાલના વચનો અપાય છે. પરંતુ ચુંટાયા બાદ ગટરના ગંદા પાણીમાંથી નિકળતા લોકોને જોવાનો સમય કોઈ પાસે હોતો નથી. ગટરનુ પાણી એટલુ દુર્ગંધ મારે છેકે આ વિસ્તારના સોના કોમ્પલેક્ષના વેપારીઓ પોતાની દુકાન, શો-રૂમ ઓફીસમાં બેસી શકતા નથી. અત્યારે લગ્નની સીઝન છે. કાંસા એન.એ.વિસ્તાર ખુબજ મોટો છે. ત્યારે આ વિસ્તારમાંથી દિવસમાં એકાદ તો વરઘોડો નિકળેજ છે. રોડ ઉપર ફેલાયેલા ગટરના પાણીના કારણે દુર્ગંધ મારતા વરઘોડીયાઓને નાક ઉપર રૂમાલ મુકીને પસાર થવુ પડે છે. ચણીયાચોળી અને ભારે સાડી પહેરેલી મહિલાઓ તો રૂમાલથી નાક દબાવવુ કે બે હાથે સાડી પકડવી તેવી અમુજણમાં મુકાય છે. આ ગટર ઉભરાય છે તેની થોડે અંતરે પાલિકા પ્રમુખ પ્રજ્ઞાબેન પટેલનુ મકાન આવેલુ છે. પ્રમુખ દિવસમાં ગણી વાર ગટરના ઉભરાયેલા પાણીવાળા વિસ્તારમાંથી પસાર થાય છે. જેમણે ગટરના પાણીનો નિકાલ માટે અગાઉ પ્રયત્નો પણ કર્યા છે. જાતે ઉભા રહીને કામ કરાવ્યુ છે પરંતુ આ પ્રયત્નોમાં પ્રમુખ નિષ્ફળ નિવડ્યા છે. ઉભરાતી ગટરની સમસ્યાનો નિકાલ પ્રમુખના ગજા બહારની હોય તેમ જણાય છે. હવે નજીકમાં ક્યારે ચુંટણીઓ આવે અને ગટરની સમસ્યાનો મુહતોડ જવાબ આપી શકાય તેવા દાત કચકચાવીને આ વિસ્તારના લોકો રાહ જોઈને બેઠા છે.

Leave a comment

Back to Top