You are here
Home > News > લોકમત મેળવવા ભાજપ એડી ચોટીનુ જોર લગાવશે – વિસનગર તાલુકાની ૧૦ ગ્રામ પંચાયતની ચુંટણીના પડઘમ

લોકમત મેળવવા ભાજપ એડી ચોટીનુ જોર લગાવશે – વિસનગર તાલુકાની ૧૦ ગ્રામ પંચાયતની ચુંટણીના પડઘમ

(પ્ર.ન્યુ.સ.) વિસનગર, રવિવાર
વિસનગર તાલુકાની ૧૦ ગ્રામ પંચાયતોની ચુંટણી જાહેર થતા રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. ૧૦ ગ્રામ પંચાયતો પૈકી ૬ ગ્રામ પંચાયત મોટી છે. ગ્રામ પંચાયતની આ ચુંટણીમાં ૪૩૪૧૮ મતદારો, ૧૦ સરપંચ અને ૧૦ ગ્રામ પંચાયતના ૧૦૮ સભ્યોનુ ભાવિ નક્કી કરશે. પાટીદાર અનામત આંદોલન બાદની ચુંટણીઓમાં ધોબી પછાડ ખાધેલ ભાજપ ગ્રામ પંચાયતની ચુંટણીઓમાં લોકમત મેળવવા એડીચોટીનુ જોર લગાવશે.

કઈ ગ્રામ પંચાયતમાં સરપંચની કઈ સીટ છે તેની વિગત
વિસનગર તાલુકાની ૧૦ ગ્રામ પંચાયતની ચુંટણીમાં કઈ ગ્રામ પંચાયતમાં સરપંચની કઈ સીટ છે તે જોઈએ તો ચીત્રોડીપુરા, ભાન્ડુ, દેણપ, ગુંજા અને કાંસામાં બીન અનામત સામાન્ય સરપંચની સીટ છે. જ્યારે સેવાલીયા, સુંશી તથા પુરણપુરામાં બીન અનામત સ્ત્રી સરપંચની સીટ છે અને વાલમ તથા કાંસા, કાંસા એન.એ.માં અનુસુચિત જાતી સ્ત્રી સરપંચની સીટ છે.

પાટીદાર અનામત આંદોલન બાદની પાલિકા, તાલુકા પંચાયત અને જીલ્લા પંચાયતની ચુંટણીમાં કારમી હાર સહન કરી ચુકેલ ભાજપ માટે લોકમત મેળવવાની તક આવી છે. વિસનગર તાલુકાની ૧૦ ગ્રામ પંચાયતોની ચુંટણીના પડઘમ વાગ્યા છે. આ ૧૦ ગ્રામ પંચાયતની ચુંટણીનુ તા.૫-૧૨-૧૬ ના રોજ જાહેરનામુ બહાર પડશે. તા.૧૦-૧૨ ઉમેદવારી પત્રો રજુ કરવાની છેલ્લી તારીખ, તા.૧૨-૧૨ ઉમેદવારી પત્રોની ચકાસણી થશે. તા.૧૪-૧૨ એ ઉમેદવારી પત્ર પરત ખેચી શકાશે. તા.૨૭-૧૨ ના રોજ મતદાન થશે અને ૨૯-૧૨ ના રોજ મતગણતરી થશે. કઈ ગ્રામ પંચાયતની ચુંટણી છે અને કઈ ગ્રામ પંચાયતમાં કેટલા મતદારો કેટલા સભ્યોનુ અને સરપંચનુ ભાવી ઘડશે તે જોઈએ તો, સુંશી ગ્રામ પંચાયત ૧૩૩૬ મતદારો ૮ સભ્યો અને સરપંચ, પુરણપુરા ૬૦૧ મતદાર ૮ સભ્યો અને સરપંચ, ચીત્રોડીપુરા ૧૧૦૯ મતદાર ૮ સભ્યો અને સરપંચ, ગુંજા ૪૦૨૩ મતદાર ૧૦ સભ્યો અને સરપંચ, વાલમ ૬૩૧૭ મતદાર ૧૨ સભ્યો અને સરપંચ, દેણપ ૫૬૭૦ મતદાર ૧૨ સભ્યો અને સરપંચ, કાંસા ૭૭૪૨ મતદાર ૧૪ સભ્ય અને સરપંચ, કાંસા એન.એ.૯૫૦૯ મતદાર ૧૬ સભ્ય અને સરપંચ તથા ભાન્ડુ ૬૦૪૩ મતદાર ૧૨ સભ્યો અને સરપંચનુ ભાવી નક્કી કરશે. ઘાઘરેટમાં વોર્ડ નં.૪ ની પેટાચુંટણી યોજાશે.
આ દશ ગ્રામ પંચાયતો પૈકી ગુંજા, વાલમ, દેણપ, કાંસા, કાંસા એન.એ. અને ભાન્ડુ મોટી ગ્રામ પંચાયતો છે. જેમાં ગુંજા સીવાય વાલમ, દેેણપ, કાંસા, કાંસા એન.એ. અને ભાન્ડુ પાટીદાર અનામત ઈફેક્ટવાળી ગ્રામ પંચાયતો છે. પાટીદાર અનામત આંદોલન બાદ આવેલી પાલિકા, તાલુકા અને જીલ્લા પંચાયતની ચુંટણીઓમાં ભાજપને ધોબી પછાડ મળી હતી. ૧૫ વર્ષ બાદ ભાજપને હાર સહન કરવા વારો આવ્યો હતો. જ્યારે કોંગ્રેસને બહુમતી મળી હતી. હમણા તાજેતરમાંજ ગુજરાતમાં યોજાયેલ તાલુકા અને જીલ્લા પંચાયતની પેટા ચુંટણીઓમાં મોટાભાગની સીટોમાં ભાજપના ઉમેદવારો વિજયી બનતા ભાજપના કાર્યકરોમાં ફરીથી ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જેની ઈફેક્ટ તાલુકાની ગ્રામ પંચાયતની ચુંટણીઓ ઉપર જોવા મળે તો નવાઈ નહી. વર્ષ ૨૦૧૭ માં આવનાર વિધાનસભાની ચુંટણીને ધ્યાનમાં રાખી કોંગ્રેસ પણ પોતાની તરફેણના ઉમેદવારોને વિજયી બનાવવા કમર કસસે જોકે ગ્રામ પંચાયતોની ચુંટણી પક્ષના સીમ્બોલ ઉપર લડાતી નથી. તેમ છતા ગ્રામ પંચાયતમાં પ્રભુત્વ સાબીત કરવા કોંગ્રેસ અને ભાજપના ટેકાવાળા સરપંચ સામ સામે ચુંટણી લડતા હોય છે.
અગાઉ ચુંટણીના કારણે ભાઈઓ વચ્ચે કુટુંબમાં કે ગામમાં વેરઝેર ઉભા ન થાય તે માટે સરકારે સમરસ ગ્રામ પંચાયતોને સ્પેશ્યલ ગ્રાન્ટ ફાળવવાની જાહેરાત કરતા ઘણી ગ્રામ પંચાયતો સમરસ થતી હતી. પરંતુ પાટીદાર અનામત આંદોલન બાદ જીલ્લા અને તાલુકા પંચાયતમાં કોંગ્રેસનુ શાસન આવતા સરકાર ગ્રાન્ટ સીધી ગ્રામ પંચાયતોને આપતા અનેે તેનો વહીવટ સરપંચોને આપતા કેટલાક સરપંચોને તો લોટરી લાગી ગઈ છે. જેથી આ વખતે કોઈ ગ્રામ પંચાયત સમરસ થાય તેવુ લાગતુ નથી. ગ્રામ પંચાયતોને સીધી ગ્રાન્ટ આપવાની નિતિથી તમામ ગ્રામ પંચાયતોમાં ચુંટણી થશે તે નક્કી છે.

Leave a Reply

Top