You are here
Home > Local News > પાલિકાએ ઉભી કરેલી નગરજનોની પરેશાની મુદ્દે ખેરાલુમાં રૂબરુ તપાસ કરવા કલેકટરશ્રીને આમંત્રણ

પાલિકાએ ઉભી કરેલી નગરજનોની પરેશાની મુદ્દે ખેરાલુમાં રૂબરુ તપાસ કરવા કલેકટરશ્રીને આમંત્રણ

પાલિકાએ ઉભી કરેલી નગરજનોની પરેશાની મુદ્દે
ખેરાલુમાં રૂબરુ તપાસ કરવા કલેકટરશ્રીને આમંત્રણ

(પ્ર.ન્યુ.સ.) ખેરાલુ,રવિવાર
ખેરાલુ શહેરનું કોઈ રણીધણી નથી. ખેરાલુ પાલિકા દ્વારા શહેરના નગરજનોને પડતી તકલીફના નિવારણ માટે કોઈ કાર્યવાહી કરવામા આવતી નથી. ખેરાલુ ધારાસભ્ય ભરતસિંહ ડાભી દ્વારા પણ ખેરાલુના લોકોની તકલીફ માટે કોઈ કાર્યવાહી કરવામા આવતી નથી. જેથી ખેરાલુના નેતાઓથી હારી, થાકી અને કંટાળીને ખેરાલુ નગર વિકાસ સંગઠને તા.ર-૧ર-ર૦૧૬ ના રોજ કલેકટરશ્રીને રૂબરુ તપાસ કરવા વિનંતી કરતો પત્ર લખ્યો છે.
પત્રની વિગતો જોઈએ તો શહેરના કોઈપણ ભાગમાં એકપણ રસ્તો વાહન વ્યવહાર લાયક નથી. રૂબરૂ કોઈપણ રસ્તાનુ નિરીક્ષણ કરી યોગ્ય કાર્યવાહી કરી નગરજનોના દુઃખના ભાગીદાર થવા વિનંતી કરી છે. વડાપ્રધાનશ્રીના સ્વચ્છતા અભિયાનના ખેરાલુ નગરમાં ધજીયા ઉડાડાય છે. શહેરમાં મેઈન બજારમાંથી રાત્રે કચરો વેપારીઓ રસ્તા ઉપર નાંખે છે.જે કચરો ઉપાડવા સવારે ૮-૦૦ કલાકે ટ્રેકટર આવે છે. જેથી સવારે કચરાના ઢગલા અને બીજી બાજુ ટ્રેકટર સાથે કચરો ઉપાડતા માણસોથી નગરજનોને ત્રાસદાયક પરિસ્થિતીમાં મુકાવવુ પડે છે. સવારે વહેલી સાફ સુફી કરવા વિનંતી કરી છે. શહેરના ચાર રસ્તાઓ અને અવાવારૂ જગ્યાઓ ઉપરથી કચરના ઢગલા દુર કરવા વિનંતી કરી છે. શૌચાલયોના કામો સંતોષપૂર્વક કરાયા નથી. કલેકટરશ્રીને જાણ કરી હોવા છતા કોઈ કાર્યવાહી કરતા નથી. ગટરલાઈનનો કોન્ટ્રાક્ટર દ્વારા કામ પુરુ કર્યા વગર અધુરુ કામ છોડી જતો રહ્યો છે. પાલિકા ઓફિસમાં કર્મચારીઓ સમયસર હાજર રહેતા નથી. પાણી, લાઈટ માટે કોઈ ચોક્કસ સમય હોતો નથી. નગરપાલિકા અને પોલીસની મીલી ભગતથી, ખારીકુઈ, બાલાપીર અંબાજીમાતા, આંબલી ચૌટા બજારમાં વારંવાર ટ્રાફિક જામ થાય છે. પાલિકા સત્તાધિશો પોલીસને જવાબદાર ગણી પોતાની જવાબદારી માંથી ખસી જાય છે. શહેરની લારીઓ, રીક્ષાઓ અને પ્રાઈવેટ જીપોથી શહેરની પ્રજા ત્રાસી ગઈ છે.
ઉપરોક્ત મુદ્દે અરજી કરી નગર વિકાસ સંગઠન શાંત થઈ જશે. શહેરના લોકોના હિત માટે કલેકટરશ્રીને ખેરાલુમા બોલાવ્યા વગર ફોટા પાડી કલેકટરશ્રી સમક્ષ જવુ જોઈએ તેવુ લોકોમા ચર્ચાય છે પણ?

Leave a Reply

Top