You are here
Home > News > વિસનગરમાં પગારની તારીખોમાં તમામ એટીએમ બંધ

વિસનગરમાં પગારની તારીખોમાં તમામ એટીએમ બંધ

વિસનગરમાં પગારની તારીખોમાં તમામ એટીએમ બંધ

(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
નોટબંધી બાદ બનેલા કેશલેસ ઈન્ડીયામાં વિસનગરમાં પગારની તારીખોમાં એટીએમમાં કેશ નહી હોવાથી કર્મચારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. શહેરના તમામ એટીએમના શટર્સ પાડેલ હતા. નોટબંધી બાદ કેટલીક બેંકના એટીએમ તો ખુલ્યાજ નથી.
સરકારી અને અર્ધસરકારી કર્મચારીઓના પગારના દિવસોમાંજ વિસનગર શહેરના તમામ એટીએમ બંધ રહેતા કર્મચારીઓ મુશ્કેલીમાં મુકાયા હતા. સરકાર દ્વારા નોટબંધી કરવામાં આવતા કેશના અભાવે અત્યારે સરકારી કર્મચારીઓ, શિક્ષકો, વેપારીઓ અને આમ જનતા વધારે તકલીફ ભોગવી રહી છે. કાળુ નાણું ધરાવનાર લોકોએ કમીશનો આપી કરોડો રૂપિયાની જુની નોટો બદલાવી છે. જ્યારે આમ જનતાને પૈસા લેવા લાઈનોમાં ઉભા રહેવુ પડે છે. ડીસેમ્બરની ૧ થી ૮ તારીખમાં કર્મચારીઓના ખાતામાં પગાર તો જમા થયો પરંતુ બેંકોમાં કેશ નહી હોવાથી કેશ મેળવવામાં તકલીફ પડી હતી. બેંકોમાં કેશ નહી હોવાથી લોકો એટીએમમાં કેશ લેવા માટે દોડી ગયા હતા. ત્યારે શહેરના મોટાભાગના એટીએમ આગળ એટીએમ બંધ છે, કેશ નથી તેવા બોર્ડ જોવા મળ્યા હતા. પગારની તારીખમાં એટીએમમાં કેશ નહી હોવાથી લોકો ત્રાહીમામ પોકારી ગયા છે.

Leave a Reply

Top