You are here
Home > News > ૨૦ થી ૨૫ ટકા કમીશનમાં નોટો બદલાઈ હોવાની શંકા વિસનગરની બેંકોમાં પણ ઈડીનુ ચેકીંગ થાય તેવી માગણી

૨૦ થી ૨૫ ટકા કમીશનમાં નોટો બદલાઈ હોવાની શંકા વિસનગરની બેંકોમાં પણ ઈડીનુ ચેકીંગ થાય તેવી માગણી

૨૦ થી ૨૫ ટકા કમીશનમાં નોટો બદલાઈ હોવાની શંકા
વિસનગરની બેંકોમાં પણ ઈડીનુ ચેકીંગ થાય તેવી માગણી

(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
સરકારે નોટબંધી બાદ લોકોને છુટથી નવી નોટો મળે તે માટે મોટા પ્રમાણમાં નવી નોટોનો પુરવઠો આપવામાં આવ્યો હતો. જ્યારે કેટલીક બેંકના ભ્રષ્ટાચારી મેનેજર કર્મચારીઓ ભેગા મળી ૨૦ થી ૨૫ ટકામાં કાળાના ધોળા કરી આપતા એન્કોર્સમેન્ટ ડિરેક્ટોરેટ(ઈડી) દ્વારા બેંકોમાં દરોડા પાડવામાં આવ્યા છે. વિસનગરની પણ કેટલીક બેંકોમાં ઈડી દ્વારા તપાસ થાય તેવી લાઈનોમાં ઉભા રહી સહન કરી ચુકેલા લોકોની લાગણી છે.
નોટબંધી બાદ સરકારે પ્રથમ રૂા.૪૦૦૦ સુધી જુની નોટો બદલી નવી નોટો અક્ષ્ચેન્જ કરવાની છુટ આપી હતી. ત્યારબાદ નોટ એક્ષ્ચેન્જમાં મર્યાદા વધારી રૂા.૪૫૦૦ સુધીની છુટ આપવામાં આવી હતી. ભારતભરમાં મોટા પ્રમાણમાં લોકોના ઘરમાં રૂા.૫૦૦ અને ૧૦૦૦ ની નોટ હોવાથી નોટો બદલવા માટે દરેક બેંકની શાખા આગળ લાંબી લાઈનો લાગી હતી. આખો દિવસ લોકો ઉભા રહેતા હતા ત્યારે નોટ બદલવા મળતી હતી. સરકારની જાહેરાત મુજબ લોકોને પુરતા પ્રમાણમાં નાણાં મળી રહે તે માટે સરકાર દ્વારા રૂા.૨૦૦૦, ૫૦૦ અને અન્ય નોટોનો મોટા પ્રમાણમાં જથ્થો લોકોને આપવામાં આવ્યો હતો. ત્યારે કેટલીક બેંકના મેનેજરો ૨૦ થી ૨૫ ટકામાં જુની નોટો લઈ નવી નોટો આપી કાળાના ધોળા કરી આપ્યા હતા. લોકો ૪૫૦૦ બદલવા લાઈનોમાં ઉભા રહેતા હતા ત્યારે બેંક મેનેજરો સાંજ પડે લાખ્ખો રૂપિયા બદલી આપતા હતા.
વિસનગર શહેરમાં પણ મોટા પ્રમાણમાં નવી નોટો આવી હતી. પરંતુ કેટલીક બેંકના મેનેજરોએ બીજા કોઈનુ આઈડી પ્રુફ લઈ ઉભા રહેલા ડમી ગ્રાહકોને નોટો બદલી આપી કેટલાક લોકોને સીધી મદદ કરી આપી છે. એવુ પણ કહેવાય છેકે કેટલાક થોકબંધ આઈડી પ્રુફ આપી થોકબંધ નોટો એક્ષ્ચેન્જ કરાવી છે. બેંકના એક કાઉન્ટર ઉપર વધુમાં વધુ કેશીયર કેટલી નોટો બદલી શકે તેનો સરેરાશ રેસીયો જાણી સરકારના ઈડી ડીપાર્ટમેન્ટ દ્વારા જો તપાસ કરવામાં આવે તો ખબર પડે કે વિસનગરની કેટલીક બેંકોમાં સરેરાશ કરતા વધારે આઈડી પ્રુફ આવ્યા ક્યાંથી? નોટ એક્ષ્ચેન્જમાંઆવેલા દરેક આઈડી પ્રુફનુ ક્રોશ ચેકીંગ કરવુ શક્ય નથી પરંતુ નોટ એક્ષ્ચેન્જમાં બેંકમાં આવેલ ચાર પાંચમાંથી લમસમ એક આઈડી કાઢી તપાસ કરવામાં આવે તો પણ ઘણા કૌભાંડ બહાર આવે તેમ છે. વિસનગરમાં કેટલીક બેંકના મેનેજર અને કર્મચારીઓએ મની ક્રાઈસીસમાં લોકોની સેવા પણ કરી છે જ્યારે કેટલાક બેંક મેનેજરોએ આ મની ક્રાઈસીસનો દુરઉપયોગ કરી મોટા કૌભાંડો કર્યા છે. ઈડી દ્વારા મોટા શહેરોની બેંકોમાં દરોડા પાડવામાં આવ્યા છે ત્યારે વિસનગર શહેર જેવા નાના શહેરોમાં તપાસ કરે તો પણ ઘણુ બધુ મળી આવે તેમ છે.

Leave a Reply

Top