પ્રીપેઈડ અને પોસ્ટપેઈડમાં પલ્સ રેટ ગણાતા ગેસ બુકીંગમાં લોકોના પૈસે વડાપ્રધાનની કેશલેસની જાહેરાત

પ્રીપેઈડ અને પોસ્ટપેઈડમાં પલ્સ રેટ ગણાતા ગેસ બુકીંગમાં લોકોના પૈસે વડાપ્રધાનની કેશલેસની જાહેરાત

News, Prachar News No Comments on પ્રીપેઈડ અને પોસ્ટપેઈડમાં પલ્સ રેટ ગણાતા ગેસ બુકીંગમાં લોકોના પૈસે વડાપ્રધાનની કેશલેસની જાહેરાત

પ્રીપેઈડ અને પોસ્ટપેઈડમાં પલ્સ રેટ ગણાતા
ગેસ બુકીંગમાં લોકોના પૈસે વડાપ્રધાનની કેશલેસની જાહેરાત

(પ્ર.ન્યુ.સ.) વિસનગર, રવિવાર
ગેસ સીલીંડર ધરાવતા ગ્રાહકો માટે મોબાઈલથી બુકીંગની એક સારી વ્યવસ્થા છે. પરંતુ અત્યારે બુકીંગ કરાવતી વખતે વડાપ્રધાનની કેશલેસ વ્યવહારની જાહેરાતમાં જાહેરાત સમયનો પલ્સ રેટ ગ્રાહકોના બીલમાં ગણાઈ રહ્યો છે. આ જાહેરાતના પૈસા પ્રીપેઈડ અને પોસ્ટપેઈડ ધરાવતા ગ્રાહકોને ચુકવવા પડતા ગ્રાહકોમાં નારાજગી જોવા મળી રહી છે. વડાપ્રધાનની આ જાહેરાતથી ગેસ બુકીંગમાં વધારે સમય લાગતા મોબાઈલ કંપનીઓને મોટો ફાયદો થઈ રહ્યો છે.
જાહેરાત સરકારની અને લોકો પૈસા ચુકવે તેવો ઘાટ ગેસ બુકીંગ કરાવતી વખતે ઘડાયો છે. ગેસ સીલીંડર બુકીંગ મોબાઈલથી સીધુજ કરી શકાય છે. જે ગ્રાહકો માટેની સારી સેવા છે. પહેલા આ બુકીંગ ફક્ત એકથી દોઢ મીનીટમાં કરી શકાતુ હતુ. હવે બુકીંગ કરાવતી વખત અઢીથી ત્રણ મીનીટનો સમય લાગે છે. તેનુ કારણ છે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની કેશલેસ વ્યવહારની જાહેરાત. અત્યારે ગેસ બુકીંગ કરાવતા જેવો બુકીંગ માટેનો મોબાઈલ નંબર ડાયલ કરવામાં આવે કે તુર્તજ વડાપ્રધાનની કેશલસ વ્યવહાર માટેની જાહેરાત આવે છે. વડાપ્રધાન દ્વારા આપતા મોબાઈલ ફોન ઉપર ઓનલાઈન ટેકનોલોજીનો ઉપયોગ કરો. દરેક વ્યવહાર મોબાઈલ દ્વારા કેશલેસ કરો. કેશલેસ સોસાયટીનો હિસ્સો બનો તેવો સંકલ્પ લો વિગેરે બાબત જણાવ્યા બાદ અન્ય એક વ્યક્તિ દ્વારા સુચન કરાય છે. જે રેકોર્ડીંગ લગભગ એક મીનીટ જેટલુ છે. વડાપ્રધાનની કેશલેસની જાહેરાત ગ્રાહકોને ફરજીયાત સાંભળવી પડે છે. એતો બરાબર છે પરંતુ આ જાહેરાત સાંભળવાનો ચાર્જ ગેસ બુકીંગ કરાવતા ગ્રાહકોને ચુકવવો પડે છે. વડાપ્રધાનની કેશલેસ સોસાયટીના જાહેરાત સમયનો પલ્સ રેટ ગ્રાહકના મોબાઈલમાં ગણાય છે. પોસ્ટપેઈડ ધરાવતા ગ્રાહકોને કેટલો કોલરેટ થયો તેની ખબર પડતી નથી. પરંતુ પ્રીપેઈડ કાર્ડ ધરાવતા ગ્રાહકોને ગેસ બુકીંગનો ફોન કર્યા બાદ ફોન કટ કરતા કેટલુ બેલેન્સ કપાયુ તેના ઉપરથી તુર્તજ ખ્યાલ આવી જાય છે. વડાપ્રધાનની જાહેરાતના કારણે ગેસ બુકીંગ કરાવતા ગ્રાહકને રૂા.૧ થી ૧.૫૦ સુધી વધારે ચાર્જ ચુકવવો પડે છે. સરકાર ધારે તો ટ્રાઈને સુચન કરી વડાપ્રધાનની જાહેરાતનો ચાર્જ ફોન કરનાર મોબાઈલ ધારકના બેલેન્સમાંથી ન કપાય તેવો મોબાઈલ કંપનીઓને સુચના આપી શકે છે. પરંતુ અત્યારે તો લોકોના પૈસા સરકારની જાહેરાત થાય તેવો ઘાટ ઘડાયો છે. કેશલેસ વ્યવહાર માટે અત્યારે સરકારે ઈલેક્ટ્રોનીક અને પ્રીન્ટ મીડીયામાં જાહેરાત માટે કરોડો રૂપિયાનુ બજેટ ફાળવ્યુ છે. ત્યારે ગેસ બુકીંગ કરતી વખતે ગ્રાહકના મોબાઈલનો જેટલો પલ્સ રેટ વપરાય તે પૈસા સરકાર ચુકવે તેવી વ્યવસ્થા પણ કરી શકાય. દેશમાં ગેસ કનેક્શન ધરાવતા કરોડો ગ્રાહકો છે. મોટી સંખ્યામાં રોજીંદા ગેસ બુકીંગના ફોન થતા હશે. ત્યારે વડાપ્રધાનની જાહેરાતના કારણે અત્યારે મોબાઈલ કંપનીઓને વધારાની આવક શરૂ થઈ ગઈ છે.

Leave a comment

Back to Top