રાહુલગાંધી પાટીદારોને બેવકુફ ન સમજે-મનુભાઈ લાછડી

રાહુલગાંધી પાટીદારોને બેવકુફ ન સમજે-મનુભાઈ લાછડી

News, Prachar News No Comments on રાહુલગાંધી પાટીદારોને બેવકુફ ન સમજે-મનુભાઈ લાછડી

રાહુલગાંધી પાટીદારોને બેવકુફ ન સમજે-મનુભાઈ લાછડી

(પ્ર. ન્યુ.સ.) વિસનગર,રવિવાર
નોટબંધી બાદ રાષ્ટ્રીય કોંગ્રેસ સમીતીના ઉપાધ્યાક્ષ રાહુલ ગાંધી મહેસાણામાં રેલી સંબોધ્યા પહેલા ઉંઝા ઉમિયા માતાના દર્શન કરતા તેમજ સભામાં પાટીદારો ઉપર થયેલ અત્યાચાર બાબતે બે શબ્દો બોલતા વિસનગરના પાટીદાર મનુભાઈ પટેલ લાછડીએ જણાવ્યુ છેકે, ગુજરાતમાં વિધાનસભાની ચુંટણી આવતા પાટીદારોના મત લેવા પાટીદારોને રીઝવવા પ્રયત્ન કરી રહ્યા છે. પરંતુ રાહુલ ગાંધી પાટીદાર સમાજને બેવકુફ ન સમજે પાટીદારો બધુજ સમજે છે.
નોટબંધી બાદ સમગ્ર દેશમાં સભાઓ ગજવતા રાષ્ટ્રીય કોંગ્રેસ સમીતીના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી મહેસાણામાં મહાસભા સંબોધવા આવ્યા તે પહેલા ઉંઝા ઉમિયા માતાના મંદિરના દર્શન કરવા ગયા હતા. ત્યારબાદ મહેસાણા ખાતેની સભામાં પાટીદારોની માગણી બાદ પાટીદાર અનામત આંદોલન વખતે પાટીદારો ઉપર થયેલ અત્યાચારને લઈને થોડુ બોલી પાટીદારોને રીઝવવા પ્રયત્ન કરી પાટીદારોને આકર્ષવાના આ પ્રયત્ન સામે વિસનગરના મનુભાઈ લાછડીવાળાએ જણાવ્યુ છેકે, રાહુલ ગાંધીના આ પ્રયત્નોથી પાટીદારો બેવકુફ બનવાના નથી.
પાટીદાર અનામત આંદોલન વખતે સુરત, અમદાવાદ અને મહેસાણામાં પાટીદાર યુવાનો શહીદ થયા, પાટીદારો ઉપર અત્યાચાર થયા. ત્યારબાદ પાટીદાર અનામત આંદોલનના થોડા સમય બાદ ઉના મોટા સામઢીયાળામાં દલીત યુવાનો ઉપર કેટલાક તત્વોએ અત્યાચાર ગુજાર્યા તેનો વીડીઓ સોશીયલ મીડીયામાં વાઈરલ થતા રાષ્ટ્રીય નેતાઓ સહીત રાહુલ ગાંધી પણ દલીત યુવાનો ઉપર થયેલ અત્યાચાર વિરુધ્ધ ગુજરાતમાં આવી અત્યાચારનો ભોગ બનેલ યુવાનોના પરિવારની મુલાકાત લીધી હતી. તે વખતે ગુજરાતની મુલાકાતે આવેલા રાહુલ ગાંધીને શહીદ થયેલ કે અત્યાચારનો ભોગ બનેલ પાટીદાર યુવાનોના પરિવારો કેમ યાદ ન આવ્યા. ઉનામાતો દલિત યુવાનો ઉપર અત્યાચાર થયો હતો, જ્યારે પાટીદાર યુવાનો શહીદ થયા હતા. તે સમયે પાટીદારો આશ્વાસન આપતા બે શબ્દો પણ બોલી શક્યા નહોતા. રાહુલ ગાંધી ગુજરાતમાંતો ઠીક લોકસભામાં ચાલુ સંસદે પણ પાટીદારો ઉપર થયેલ અત્યાચાર બાબતે બે શબ્દો બોલી શક્યા નથી. પાટીદાર સમાજ તેમનો હક્ક માગી રહ્યો છે ત્યારે આ સમાજને અનામત મળવી જોઈએ તેવુ પણ સ્ટેટમેન્ટ હજુ સુધી આપી શક્યા નથી. વિધાનસભાની ચુંટણી નજીક આવતા પાટીદારોની વોટબેંક અકબંધ કરવા કોંગ્રેસ અને રાહુલ ગાંધી હવાતીયા મારી રહ્યા છે. પરંતુ પાટીદારો પ્રત્યે આ કોંગ્રેસના રાષ્ટ્રીય નેતાએ ક્યારેય લાગણી વ્યક્ત કરી નથી.
મનુભાઈ પટેલે વધુમાં જણાવ્યુ હતુ કે રાહુલ ગાંધી ઉંઝા ઉમિયા માતાના દર્શન કરવા આવ્યા ત્યારે આરતી ઉતારતા પણ ફાવતુ નહોતુ ત્યારે આ નેતા હિન્દુ સંસ્કૃતિની શુ રક્ષા કરી શકવાના છે. મહાસંમેલનમાં ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીની હાજર રહેતા મનુભાઈ પટેલે જણાવ્યુ હતુ કે ૧૯૮૫ માં આ ભરતસિંહ સોલંકીના પિતા તે સમયના મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીએ મહેસાણાના પાટીદારોને ઢોર માર મરાવ્યો હતો, જે પાટીદારો ભુલ્યા નથી. શંકરસિંહ બાપુએ મહાસંમેલન પહેલા ટકોર કરી હતી કે આ છેલ્લો ડબો છે જેને બેસવુ હોય તે બેસી જજો. જેે બતાવે છેકે કોંગ્રેસનો આ વિધાનસભાની ચુંટણીમાં છેલ્લો પ્રયત્ન છે. ત્યારે આ છેલ્લા પ્રયત્નમાં પાટીદારોની આશાએ કોંગ્રેસ ચુંટણી લડવાની હોય તો તે ભુલી જજો. કોંગ્રેસના રાહુલ ગાંધીના આવા ગતકડાથી પાટીદારો અંજાઈ જવાના નથી. રાહુલ ગાંધીના દાદા ફીરોજ ગાંધી ગુજરાતી પારસી હોવાના નાતે આ સંમેલનમાં અચાનક રાહુલ ગાંધીને પૌત્ર તરીકે દર્શાવી કોંગ્રેસે પૌત્ર પ્રેમના સબંધના ઓઠા તળે રાહુલ ગાંધી પ્રત્યે ગુજરાતીઓનો પ્રેમ જીતવાનો પ્રયત્ન કર્યા છે. પરંતુ અત્યાર સુધી ગુજરાત ઉપર આવેલી વિવિધ આપત્તીઓ વખતે આ પૌત્રને એક પણ વખત ગુજરાતીઓ યાદ આવ્યા છે ખરાં? ચુંટણી આવતા વોટ બટોરવા ગુજરાતીઓ સાથેના સબંધો યાદ આવ્યા. પાટીદારો અને ગુજરાતીઓ કોંગ્રેસની આ રમતો સારી રીતે જાણે છે અને સમજે છે.

Leave a comment

Back to Top