શ્રીફળ, સાકર તથા હારતોરા દ્વારા ખેરાલુના અગ્રણીઓએ તારંગા ડેમુને વિદાય આપી

શ્રીફળ, સાકર તથા હારતોરા દ્વારા ખેરાલુના અગ્રણીઓએ તારંગા ડેમુને વિદાય આપી

News, Prachar News No Comments on શ્રીફળ, સાકર તથા હારતોરા દ્વારા ખેરાલુના અગ્રણીઓએ તારંગા ડેમુને વિદાય આપી

શ્રીફળ, સાકર તથા હારતોરા દ્વારા
ખેરાલુના અગ્રણીઓએ તારંગા ડેમુને વિદાય આપી

(પ્ર.ન્યુ.સ.) ખેરાલુ,રવિવાર
ખેરાલુમાંથી પસાર થતી મહેસાણા તારંગા લોકલ ટ્રેન ચાલતી હતી. જેને તારંગા લોકલ ટ્રેન બંધ થતા ડેમુ ટ્રેન શરુ કરવામા આવી હતી. વિસનગર, વડનગર, ખેરાલુ, સતલાસણા પંથકના અગ્રણીઓએ મહેસાણા તારંગા બ્રોડગ્રેજ બનાવવા માટે કેન્દ્ર સરકારમાં રજુઆત કરવા એસોશિએશન બનાવ્યુ હતુ જેમા વર્ષોની લડત પછી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ મહેસાણા-વરેઠા બ્રોડગ્રેજ મંજુર કરતા ર૧-૧ર-ર૦૧૬ના રોજ છેલ્લી ડેમુ ટ્રેન ખેરાલુ આવી પહોચતા ખેરાલુ રેલ રોડ પેસેન્જર એસોશિયેશનના પ્રમુખ દિનેશભાઈ રાણા, ઈશ્વરભાઈ કડીયા, બળવંતભાઈ નાયક સહીત વેપારીઓ ડેમુ ટ્રેનના અંતિમ દિવસ નિમિત્તે સ્વાગત કરવા પહોચ્યા હતા.
અંતિમ દિવસ એટલે કે ડેમુ ટ્રેનનો છેલ્લો દિવસ હોવાથી ટ્રેનને હાર તોરા પહેરાવી સ્વાગત કરવામા આવ્યુ હતુ. જેમાં રેલ્વેના એન્જીન ડ્રાઈવર તથા ગેટમેન ખોડાજી ઠાકોર, રેલ્વે ગાર્ડ પંકજભાઈ જાનીને શ્રીફળ, સાકર આપી સન્માન સાથે વિદાય આપી હતી.
મહેસાણા-વરેઠા બ્રોડગ્રેજ રેલ્વેનુ કામ શરૂ કરવામા આવ્યુ છે. જેથી આગામી દોઢ વર્ષના ટુંકા ગાળામાં બ્રોડગ્રેજ રેલ્વે ચાલુ થઈ જશે તેવુ જાણવા મળે છે.

Leave a comment

Back to Top