સંસ્થાને પાલિકામાં રજુઆત કરવાની ફરજ પડી શૈક્ષણિક સંસ્થા આગળજ કચરો ઠલવાતા ગંદકી

સંસ્થાને પાલિકામાં રજુઆત કરવાની ફરજ પડી શૈક્ષણિક સંસ્થા આગળજ કચરો ઠલવાતા ગંદકી

News, Prachar News No Comments on સંસ્થાને પાલિકામાં રજુઆત કરવાની ફરજ પડી શૈક્ષણિક સંસ્થા આગળજ કચરો ઠલવાતા ગંદકી

સંસ્થાને પાલિકામાં રજુઆત કરવાની ફરજ પડી
શૈક્ષણિક સંસ્થા આગળજ કચરો ઠલવાતા ગંદકી

(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
વિસનગરમાં જે શૈક્ષણિક સંસ્થામાં બાળકોને સ્વચ્છતાના પાઠ ભણાવાય છે. સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત બાળકો પાસે રેલીનુ આયોજન કરાવાય છે. તે સંસ્થા આગળ પાલિકા દ્વારા કચરો ઠલવાતા બાળકોના આરોગ્ય સામે મોટુ જોખમ ઉભુ થયુ છે. શૈક્ષણિક સંસ્થા દ્વારા પાલિકામાં રજુઆત કરવા છતા ધ્યાન ઉપર લેવામાં આવતુ નથી. બાળકોના હિતમાં પાલિકા તંત્ર કચરાનુ સ્ટેન્ડ ન બદલે તે કેવુ?
વિસનગરમાં સવાલા દરવાજા વિસ્તારમાં આવેલ આદર્શ વિદ્યાલયની આગળ આ વિસ્તારમાં સફાઈ કામ કરતા સફાઈ કામદારો દ્વારા કચરાની લારીઓ ઠલવવામાં આવે છે. જેના કારણે શાળા આગળ ભારે ગંદકી ફેલાય છે. પાલિકા દ્વારા કચરાનુ સ્ટેન્ડ બનાવ્યુ હોવાથી સફાઈ કામદારોનો આ નિત્યક્રમ બની ગયો છે. શાળા આગળ પાલિકા દ્વારાજ ગંદકી કરવાના કારણે અહીના સ્લમ વિસ્તારના લોકો વહેલી સવારે શૌચક્રીયા કરતા હોવાથી વધારે ગંદકી થાય છે, દુર્ગંધ ફેલાય છે. પાલિકા દ્વારા કચરો ઉઠાવાય છે, પરંતુ શૈક્ષણિક સંસ્થા આગળ ગંદકીના કારણે ભારત સરકારની સ્વચ્છતા અભિયાનની મજાક થઈ રહી છે. શાળા આગળના આ કચરાના સ્ટેન્ડ પાસેજ બસ સ્ટેન્ડ આવેલુ છે. ઉપરાંત્ત અહીથી પસાર થતા શાળાના બાળકો, રાહદારીઓ અને સોસાયટીઓના રહીસોને ખૂબજ હેરાન થવુ પડે છે. નિયમિત કચરાનો નિકાલ નહી થતા જાહેર આરોગ્યને પણ નુકશાન થઈ રહ્યુ છે. સંસ્થા દ્વારા પાલિકામાં ત્રણ વખત લેખીત રજુઆત કરવા છતા પાલિકા તંત્ર ઘોર નિંદ્રામાં છે. આ કચરાના સ્ટેન્ડથી ૧૦૦ મીટરના અંતરે મહેસાણા રોડ ઉપર વરસાદી પાણીના નિકાલનો ખુલ્લો વહેળો આવેલો છે. જેના ખુણામાં પણ કચરો ઠલવી શકાય. પરંતુ પાલિકા દ્વારા આ શૈક્ષણિક સંસ્થાની રજુઆત ધ્યાને લેવામાં આવતી નથી. શૈક્ષણિક સંસ્થા દ્વારા ચીમકી આપવામાં આવી છેકે કચરાનુ સ્ટેન્ડ બદલવા અને કચરા માટે પાલિકા દ્વારા યોગ્ય નિર્ણાયક લેવામાં નહી આવે તો શાળાના વિદ્યાર્થીઓ, વાલીઓ, આજુબાજુની સોસાયટીના રહીસો, વેપારીઓ અને રાહદારીઓ દ્વારા નગરપાલિકા સામે ગાંધી ચીન્ધ્યા માર્ગે આગળ વધવાની ફરજ પડશે.

Leave a comment

Back to Top