You are here
Home > 2017

એક સંસ્થા બીજી સંસ્થાને મેળાપીપણામાં દાન આપી શકે નહી-ખેડૂતોની અરજી માર્કેટયાર્ડે એસ.કે.કોલેજને આપેલ રૂા.૫૧ લાખનુ દાન વિવાદમાં

એક સંસ્થા બીજી સંસ્થાને મેળાપીપણામાં દાન આપી શકે નહી-ખેડૂતોની અરજી માર્કેટયાર્ડે એસ.કે.કોલેજને આપેલ રૂા.૫૧ લાખનુ દાન વિવાદમાં (પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર વિસનગર માર્કેટયાર્ડ દ્વારા એસ.કે.કોલેજની ફીઝીયોથેરાપી કોલેજને રૂા.૫૧ લાખનુ દાન જાહેર કર્યુ છે. એક સંસ્થા બીજી સંસ્થાને મેળાપીપણામાં દાન આપી શકે નહી તેવી ખેડૂતોની અરજીના કારણે રૂા.૫૧ લાખનુ દાન વિવાદોમાં સપડાયુ છે. અરજી કરનાર ખેડૂતોની લાગણી છેકે…

ભાજપના શાસનમાં એન.એ.વિસ્તારના વિકાસની પોકળ વાતો ઉબડખાબડ રોડ ભાજપના ઉમેદવારને પ્રચાર કરવા દેશે નહી

ભાજપના શાસનમાં એન.એ.વિસ્તારના વિકાસની પોકળ વાતો ઉબડખાબડ રોડ ભાજપના ઉમેદવારને પ્રચાર કરવા દેશે નહી (પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશમાંથી ભય, ભૂખ અને ભ્રષ્ટાચાર દૂર કરવાના પ્રજાને વચનો આપીને દિલ્હીમાં ગાદી મેળવી છે. પરંતુ ભાજપના શાસનમાં વિકાસના નામે અધિકારીઓ અને પદાધિકારીઓ દ્વારા વ્યાપક પ્રમાણમાં ભ્રષ્ટાચાર થતો હોવાનુ લોકોમાં ચર્ચાય છે. જેમાં વિસનગરના કાંસા ચાર રસ્તાથી…

ના.મુખ્યમંત્રી નિતીનભાઈના હસ્તે સાંકળચંદદાદા ઉપવનનુ લોકાર્પણ

ના.મુખ્યમંત્રી નિતીનભાઈના હસ્તે સાંકળચંદદાદા ઉપવનનુ લોકાર્પણ (પ્ર.ન્યુ. સ.) વિસનગર,રવિવાર વિસનગરમાં એસ.કે. યુનિવર્સિટીના કેમ્પસમાં જીલ્લા કક્ષાના ૬૮ મા વન મહોત્સવમાં નાયબ મુખ્યમંત્રી નિતિનભાઈ પટેલે સાંકળચંદ દાદા ઉપવનમાં વૃક્ષ વાવીને જીલ્લા કક્ષાના વન મહોત્સવનો પ્રારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે અનુ.જાતિ વિકાસ નિગમના ચેરમેન રમેશભાઈ સોલંકી, ધારાસભ્ય ઋષિકેશભાઈ પટેલ, ઉંઝા ધારાસભ્ય નારાયણભાઈ પટેલ, એસ.કે.પટેલ યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ પ્રકાશભાઈ પટેલ,…

આવુ કામ તો પાલિકા તંત્રમાંજ થાય કેનાલનુ RCC કામ ચાલુ વરસાદમાં-કેવી વિચિત્રતા?

આવુ કામ તો પાલિકા તંત્રમાંજ થાય કેનાલનુ RCC કામ ચાલુ વરસાદમાં-કેવી વિચિત્રતા? (પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર આપણા મકાનનુ આર.સી.સી.ધાબુ ભરાતુ હોય કે બીજી કોઈ આર.સી.સી.કામ થતુ હોય ત્યારે ધોધમાર વરસાદ આવે તો આર.સી.સી.કામ કરીએ ખરા? વરસાદની અનિશ્ચીતતાના સમયે કોઈપણ આર.સી.સી.કામ થાય નહી. પરંતુ સૌનુ એ કોઈનુ નહી. વિસનગર પાલિકામાં દેખરેખના અભાવે કોન્ટ્રાક્ટર વરસાદમાં આર.સી.સી.કામ કરી રહ્યા છે. આ…

તાલુકાના સરપંચોએ બદલી માટે ધારાસભ્યને નહી પણ ડીડીઓ સમક્ષ રજુઆત કરી ભાજપના ખોટા પીઠબળથી પંચાયત કર્મચારીનો કાંસા સરપંચ ઉપર હુમલો

તાલુકાના સરપંચોએ બદલી માટે ધારાસભ્યને નહી પણ ડીડીઓ સમક્ષ રજુઆત કરી ભાજપના ખોટા પીઠબળથી પંચાયત કર્મચારીનો કાંસા સરપંચ ઉપર હુમલો (પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર વિસનગર તાલુકા પંચાયતના વિકાસ શાખાના અ.મ.ઈ.ઓજસ પટેલ ઉપર ધારાસભ્ય ઋષિભાઈ પટેલના પડછાયાની જેમ રહેતા ઉમતાના પૂર્વ સરપંચ અંકિતભાઈ પટેલની છત્રછાયા હોવાથી તે સરપંચો અને કોન્ટ્રાક્ટરો સાથે વારંવાર અસભ્ય વર્તન કરતા હતા. જેમાં ગત…

Top