You are here
Home > News > વિસનગર પોલીસની આબરૂના ધજાગરા ઉડાવતી દારૂની મહેફીલ – દિપરા દરવાજા વિસ્તારમાં જાહેરમાં દારૂની મહેફીલથી લોકો ત્રસ્ત

વિસનગર પોલીસની આબરૂના ધજાગરા ઉડાવતી દારૂની મહેફીલ – દિપરા દરવાજા વિસ્તારમાં જાહેરમાં દારૂની મહેફીલથી લોકો ત્રસ્ત

વિસનગર પોલીસની આબરૂના ધજાગરા ઉડાવતી દારૂની મહેફીલ

દિપરા દરવાજા વિસ્તારમાં જાહેરમાં દારૂની મહેફીલથી લોકો ત્રસ્ત

(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
ગુજરાતમાં દારૂબંધીનો કડક અમલ થાય તે માટે સરકાર ભલે ગમે તેટલા કડક કાયદા બનાવે, પરંતુ દારૂબંધીના અમલ માટે જ્યાં સુધી પોલીસ કડક નહી બને ત્યાં સુધી સરકારના દારૂબંધીના કાયદાની કોઈ અસર થવાની નથી. વિસનગરમાં દિપરા દરવાજા વિસ્તારમાં પાણીની ટાંકી પાસે રોજ દારૂની મહેફીલ થતા આ વિસ્તારના લોકો ત્રાસી ગયા છે.
વિસનગરમાં દિપરા દરવાજા વિસ્તારમાં રબારીવાસમાંથી, વણકરવાસ તરફ જતા રસ્તામાં આવતી પાણીની ટાંકી પાસે આઠથી દશ યુવકો દ્વારા રોજ દારૂની મહેફીલ કરવામાં આવે છે. પટેલ સમાજ, રબારી સમાજ અને વણકર સમાજથી ઘેરાયેલા આ વિસ્તારમાં દારૂની મહેફીલ થાય તે શરમજનક બાબત છે. કેટલાક સ્થાનિક યુવાનો પણ મહેફીલમાં હોવાથી લોકો કંઈ બોલી શકતા નથી. ગત રવિવારના દિવસે તો આઠ થી દશ વ્યક્તિઓ અહી જાહેરમાં જાણે પોલીસની કંઈ પડી ન હોય તેમ દારૂ પીવા બેઠા હતા. જ્યાંથી ૨૦૦ મીટરના અંતરે તાલુકા પોલીસ સ્ટેશન આવેલુ છે. કોઈ રોક ટોક નહી હોવાથી અહી દારૂ પીવાનુ સ્થળ બની ગયુ છે. જાણવા મળ્યા પ્રમાણે એક વ્યક્તિ એસ્ટીમ કાર લઈને આવે છે. જેમાં દારૂ ભરેલો હોય છે. અહીથી વિદેશી દારૂની ડીલેવરી પણ કરવામાં આવે છે. દેશી દારૂની પ્લાસ્ટીકની ખાલી કોથળીઓ પણ જોવા મળે છે. રોજ સાંજે ૮-૦૦ કલાક બાદ છુટથી દારૂ પીરસાય છે અને પીવાય છે. દારૂ પી નાસ્તો કરતા હોવાથી ગંદકી પણ ફેલાવે છે. નશામાં ઘણી વખત ગાળાગાળી કરતા તેમજ નશામાં ભાન ભુલી જાહેરમાં પેશાબ કરતા લોકો હવે આ દારૂડીયાઓથી ત્રાસી ગયા છે. વિસનગર સીટી પોલીસ દારૂની રેડ કરે છે ત્યારે છેલ્લા ગણા સમયથી દારૂડીયાઓ માટેની મહેફીલના સ્થળે કેમ રેડ કરવામાં આવતી નથી?

Leave a Reply

Top