કડવા પાટીદાર કેળવણી ઉત્તેજક મંડળને બક્ષીસમાં મળેલ  ગાયોની નિભામણી માટેની જમીનની હરાજી સામે વાંધા અરજી

કડવા પાટીદાર કેળવણી ઉત્તેજક મંડળને બક્ષીસમાં મળેલ ગાયોની નિભામણી માટેની જમીનની હરાજી સામે વાંધા અરજી

News, Prachar News No Comments on કડવા પાટીદાર કેળવણી ઉત્તેજક મંડળને બક્ષીસમાં મળેલ ગાયોની નિભામણી માટેની જમીનની હરાજી સામે વાંધા અરજી

કડવા પાટીદાર કેળવણી ઉત્તેજક મંડળને બક્ષીસમાં મળેલ

ગાયોની નિભામણી માટેની જમીનની હરાજી સામે વાંધા અરજી

 

(પ્ર.ન્યુ.સ.)      વિસનગર,રવિવાર

વિસનગરમાં કમાણા રોડ ઉપર આવેલ કિમતી જમીન કડવા પાટીદાર કેળવણી ઉત્તેજક મંડળ દ્વારા હરાજીથી વેચાણ કરવાની તજવીજ હાથ ધરતા તેનો ભારે  વિરોધ થઈ રહ્યો છે. શહેરના કેટલાક લોકોએ જમીનની હરાજી અટકાવવા અમદાવાદ ચેરીટી કમિશ્નરમાં વાંધા અરજી કરી છે. જેમની લાગણી છેકે ગાયોની નિભામણી માટે બક્ષીસમાં મળેલ જમીન સંસ્થાએ વેચવી જોઈએ નહી. સંસ્થાએ મુંગા પ્રાણીઓનો ખ્યાલ રાખવો જોઈએ.

વિસનગરમાં કમાણા રોડ ઉપર સાંઈ પાર્ટીપ્લોટની બાજુમાં આવેલ ઉમિયા વે બ્રીજ અને શક્તિ વિજય સો મીલની સામે આવેલ સર્વે નં.૨૪૮૪ પૈકી ૧ વાળી જગ્યા જે શ્રી કડવા પાટીદાર કેળવણી ઉત્તેજક મંડળ વિસનગરના નામે આવેલ છે. વર્ષ ૧૯૪૨ માં આ જમીન માલિકો દ્વારા સંસ્થાને એ શરતે જમીન આપવામાં આવી છેકે, સંસ્થા ગાયો ન રાખે ત્યાં સુધી આ જમીનની ઉપજ અન્ય જગ્યાએ ગાયો માટે વાપરવી અને આ સંસ્થા ગાયો રાખે તે વખતથી ખેતરની ઉપજ સંસ્થાની ગાયો માટે વાપરવી. આ શરતે જમીન બક્ષીસ આપીએ છીએ.

છેલ્લા ઘણા વર્ષથી આ જમીન પડી રહી છે. જેમાં કોઈ ઉત્પાદન થતુ નથી. ત્યારે કડવા પાટીદાર કેળવણી ઉત્તેજક મંડળ દ્વારા જીવદયાને ધ્યાનમાં રાખી બક્ષીસમાં મળેલી જમીન જાહેર હરાજીથી વેચવા માટે તજવીજ હાથ ધરી છે. ત્યારે વિસનગરમાં સાકાર બંગ્લોઝમાં રહેતા મનિષકુમાર રમેશભાઈ પટેલ દ્વારા અમદાવાદ ચેરીટી કમિશ્નરને વાંધા અરજી આપવામાં આવે છેકે, શ્રી કડવા પાટીદાર કેળવણી ઉત્તેજક મંડળને જમીનના મુળ માલિકોએ બક્ષીસ દસ્તાવેજ કરી એવા ઉદ્દેશથી જમીન આપી છેકે, જમીનમાંથી થતી ઉપજનો ગાયોની સેવાના હેતુસર ઉપયોગ કરવો. ટ્રસ્ટ જ્યારે ગાયોનો નિભાવ નહી કરી શકે તેવા સંજોગોમાં અન્ય ગાયોના નિભાવના હેતુસર આ જમીનના ઉત્પન્નનો ઉપયોગ કરવો. હાલના સંજોગોમાં જમીન માત્રને માત્ર વેચાણ કરી દેવાના ઉદ્દેશ સાથે સંસ્થા દ્વારા હરાજીની કાર્યવાહી કરવામાં આવી છે. આ જમીન જેતે વખતના બક્ષીસ દસ્તાવેજની શરતો વિરુધ્ધ અને ટ્રસ્ટના નિતિ નિયમો વિરુધ્ધ વેચાણ કરી રહ્યા છે. વાંધા અરજી ધ્યાને લઈ જમીન કોઈપણ સંજોગોમાં વેચાણ થતી અટકાવવી, મનીષભાઈ પટેલ સીવાય અન્ય કેટલાક લોકોએ પણ ચેરીટી કમિશ્નરને જમીનની હરાજી અટકાવવા વાંધા અરજીઓ રજીસ્ટર્ડ પોસ્ટ દ્વારા મોકલી આપવાનુ જાણવા મળ્યુ છે.

વાંધા અરજી આપનાર મનીષભાઈ પટેલ અને ભરતભાઈ પટેલ એકાઉન્ટન્ટે જણાવ્યુ છેકે, સંસ્થા માત્રને માત્ર આર્થિક લાભ માટે કાર્યવાહી કરી રહી છે. જમીનના મુળ માલિકોએ ગાયોની સેવા માટે જમીન બક્ષીસમાં આપી છે. ત્યારે સંસ્થા મુંગા જીવોની સેવા માટે મળેલી જમીન વેચાણ કરવા પણ વિચારતી નથી કે શરમ અનુભવતી નથી. સંસ્થાને જમીનની જરૂર ન હોય તો ગાયોની સેવા કરતી શહેરની સંસ્થા પાંજરાપોળનેે જમીન આપી દેવી જોઈએ. સંસ્થા જમીન વેચીને તેની ઉપજના નાણાં ક્યારેય જીવદયા હેતુ માટે વાપરવાની નથી.

Leave a comment

Back to Top