ખેરાલુ ડેપોમાં માલિકીની પેઢીની જેમ ચાલતો વહીવટ

ખેરાલુ ડેપોમાં માલિકીની પેઢીની જેમ ચાલતો વહીવટ

News, Prachar News No Comments on ખેરાલુ ડેપોમાં માલિકીની પેઢીની જેમ ચાલતો વહીવટ

ખેરાલુ ડેપોમાં માલિકીની પેઢીની જેમ ચાલતો વહીવટ

(પ્ર.ન્યુ.સ.)              ખેરાલુ,રવિવાર

ખેરાલુ ડેપોના કેટલાક ડ્રાઈવર કંડક્ટરો એટલા માથાભારે થઈ ગયા છેકે તેઓ દરેક જગ્યાએ પોતાની મનમાની ચલાવે છે. આ બાબતે પ્રચાર સાપ્તાહિકે બે અઠવાડીયા પહેલા એક સીનીયર સીટીજન સાથે થયેલા અશોભનીય વ્યવહાર બાબતે સમાચાર છાપ્યા ત્યારબાદ એસ.ટી.ડેપોના મેનેજરને મળવા જતા ડ્રાઈવર કંડક્ટરનો જવાબ લઈ તેમની વિરુધ્ધ કોઈપણ કાર્યવાહી કરી નહતી. પરંતુ એસ.ટી.ડેપોના મુસાફરો અને સાચા કર્મચારીઓએ જે આપવીતી કહી તેનાથી એવુ લાગ્યુ કે એસ.ટી.ડેપોના મેનેજરને કોઈ ગતાગમ નથી પડતી અથવાતો આંખ આડા કાન કરે છે.

પ્રાપ્ત માહિતી પ્રમાણે ખેરાલુ એસ.ટી.ડેપોમાં અંધેર વહીવટ ચાલે છે. વહીવટકર્તાઓના ત્રાસથી સાચા અને સીધાસાદા ડ્રાઈવર કંડક્ટરો પીસાઈ રહ્યા છે. સામાન્ય કર્મચારીઓ જે તનતોડ મહેનત કરે છે તે પૂરતો પગાર લઈ શકતા નથી. ખેરાલુ ડેપોમાં મુખ્ય અધિકારી, તેમજ સ્થાનિક કર્મચારી અને યુનિયનના એક નેતાથી ડ્રાઈવર કંડક્ટરો કંટાળી ગયા છે.

ફીક્સ પગારથી નોકરી કરતા કર્મચારીઓને પગાર ઓછો મળે છે. જેથી ઓવરટાઈમ કરવા ઈચ્છે છે પણ મળતીયા કાયમી કર્મચારીઓનેજ આ ઓવરટાઈમનો લાભ અપાય છે. જે પગાર બીલ તપાસતા મળી આવશે. અધિકારીઓ જુના કર્મચારીઓને ઓવરટાઈમની સગવડ કરી આપે તેના બદલામાં આ જુના કર્મચારીઓ અધિકારીઓને દારૂ, માસ-મચ્છી પુરી પાડીને કે રોકડ પુરી પાડીને સાચવવાની ચર્ચા પણ જોવા મળી હતી. એસ.ટી.ને નુકશાન કરવાનુ આ એક મોટુ ષડયંત્ર છે. ફીક્સ પગારવાળાને ઓવરટાઈમ આપવામાં આવે તો તેનો પગાર કલાક પ્રમાણે ઓછો હોવાથી ઓવરટાઈમ પણ ઓછો આપવો પડે પરંતુ જુના કર્મચારીને ઓવરટાઈમ આપવામાં આવે તો તેને કલાકનો ઓવરટાઈમ પણ નવા કર્મચારી કરતા વધુ મળે છે. ડેપો મેનેજર આ બધુ જાણે છે પણ એસ.ટી.તંત્રને નુકશાન બાબતે આંખ આડા કાન કરાય છે કારણ શું? ઉચ્ચ અધિકારીઓ છેલ્લા બે-ચાર મહિનાની સાચી તપાસ કોઈની શેહ શરમ, ભ્રષ્ટાચાર કે યુનિયનોની તરફેણ કર્યા વગર કરે તો મોટુ કૌભાંડ પકડાય તેમ છે પણ તપાસ થશે કે કેમ એજ પ્રશ્ન છે.

Leave a comment

Back to Top