મહિલાઓને ઉચ્ચ સ્થાન આપવાની વાતો કરતા  પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેનની હાજરીમાં મહિલાઓની હાંસી ઉડાવી

મહિલાઓને ઉચ્ચ સ્થાન આપવાની વાતો કરતા પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેનની હાજરીમાં મહિલાઓની હાંસી ઉડાવી

News, Prachar News No Comments on મહિલાઓને ઉચ્ચ સ્થાન આપવાની વાતો કરતા પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેનની હાજરીમાં મહિલાઓની હાંસી ઉડાવી

મહિલાઓને ઉચ્ચ સ્થાન આપવાની વાતો કરતા

પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેનની હાજરીમાં મહિલાઓની હાંસી ઉડાવી

(પ્ર.     ન્યુ.સ.)     વિસનગર,રવિવાર

આનંદીબેન પટેલ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમને મહિલાઓ માટે વિવિધ લાભદાયી યોજનાઓ અમલમાં મુકીને દરેક જગ્યાએ મહિલાઓને પુરુષ સમકક્ષ સ્થાન આપવાની જાહેરાતો કરી હતી. પરંતુ આનંદીબેને તેમના ગામમાંજ યોજાયેલા એક કાર્યક્રમમાં બેઠક વ્યવસ્થામાં પુરુષની સમખામણીમાં મહિલાઓને નીચે સ્થાન આપતા આનંદીબેનની મહિલા સશક્તિકરણની વાતો જાહેરમાં પોકળ સાબિત થઈ હતી.

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલે તેમના ગતિશીલ ગુજરાતમાં મહિલાઓ માટે અનેક લાભદાયી યોજનાઓ અમલમાં મુકી હતી. રાજ્યની મહિલાઓને પુરુષ સમકક્ષ સ્થાન આપવા માટે ૫૦ ટકા મહિલા અનામત જાહેર કરી હતી. મહિલાઓને આર્થિક રીતે પગભર બનાવવા માટે રાજ્યમાં ઠેર-ઠેર મહિલા સશક્તિકરણના કાર્યક્રમો કર્યા હતા. ત્યારે આનંદીબેન પટેલે ગત તા.૧૭-૧ ના રોજ તેમના વતનમાં યોજાયેલા સાર્વજનિક પુસ્તકાલયના મકાનના લોકાર્પણના કાર્યક્રમની બેઠક વ્યવસ્થામાં પુરુષો માટે ખુરશીઓ મુકવામાં આવી હતી. જ્યારે મહિલાઓને નીચે જમીન ઉપર બેસાડવામાં આવ્યા હતા. આ સમયે ગામના તથા બહારગામથી આમંત્રિત કરાયેલ મહેમાનોમાં આનંદીબેન પટેલની મહિલા સશક્તિકરણની વાતોનો ભારે ચર્ચાનો વિષય બન્યો હતો. લોકોમાં એવી ચર્ચા હતી કે આનંદીબેન પટેલે આજદીન સુધી ભલે મહિલા સશક્તિકરણ અને મહિલાઓને પુરુષ સમકક્ષ ગણવાની વાતો કરી હોય, પરંતુ આજે તેમનાજ વતનમાં તેમની ખોટી વાતોનો ફુગ્ગો ફુટી ગયો છે. જોકે આ કાર્યક્રમમાં રાજ્ય મહિલા આયોગના ડિરેક્ટર વર્ષાબેન પટેલ માટે પણ બેસવાની કોઈ વ્યવસ્થા ન હોવાથી તેઓ પણ આખા કાર્યક્રમમાં ઉભા રહ્યા હતા. ત્યારે બીજી મહિલાઓની તો ક્યાં વાતજ રહી?

Leave a comment

Back to Top