લોકોની મજામાં બીચારા મુંગા જીવોને સજા

લોકોની મજામાં બીચારા મુંગા જીવોને સજા

News, Prachar News No Comments on લોકોની મજામાં બીચારા મુંગા જીવોને સજા

ઉત્તરાયણમાં વિસનગરમાં ૫૮ પક્ષીઓ ઘાયલ

લોકોની મજામાં બીચારા મુંગા જીવોને સજા

(પ્ર.ન્યુ.સ.)              વિસનગર,રવિવાર

વિસનગરમાં ઉત્તરાયણ પર્વના બે દિવસમાં ૫૮ પક્ષીઓ ઘાયલ થયા હતા. જેમાં ૬ કબુતરનુ મૃત્યુ થયુ હતુ. શહેરની ત્રણ જીવદયા સંસ્થાના જીવદયા પ્રેમીઓએ ઉત્તરાયણમાં પતંગ ચગાવવાના પોતાના મોજ શોખને તિલાંજલી આપી ઘાયલ પક્ષીઓને સારવારમાં ખડે પગે રહ્યા હતા.

માનવની મજામાં હંમેશા મુંગા જીવોને સજાનો વારો આવ્યો છે. વિસનગરમાં ઉત્તરાયણના બે દિવસના તહેવારમાં ઘાયલ પક્ષીઓ માટે શહેરની ત્રણ જીવદયા સંસ્થા દ્વારા એનીમલ હેલ્પ લાઈન કેમ્પ ખોલવામાં આવ્યો હતો. જે હેલ્પલાઈનના જીવદયા પ્રેમી યુવકોએ બે દિવસ ખડેપગે રહી મુંગા જીવોની સારવાર કરી હતી. યુવાનોમાં પતંગ ચગાવવાનો ખુબજ શોખ હોય છે ત્યારે એનીમલ હેલ્પલાઈનના જોડાયેલા જીવદયાપ્રેમી યુવકોએ પોતાના મોજશોખને તિલાંજલી આપી ઘાયલ પક્ષીઓની સેવા કરી હતી.

શહેરના સાંઈ જીવદયા ગૃપ જે બારેમાસ રીબાતા કુતરા, ગાય અને અન્ય પશુઓની સારવાર કરે છે. આ ગૃપ દ્વારા સવાલા દરવાજા પ્રાથમિક શાળા પાસે ઘાયલ પક્ષીઓની સારવાર માટેનો કેમ્પ રાખવામાં આવ્યો હતો. જેમાં ૩૭ કબુતર, બે બગલા, બે સમડી, ૧ બાજ અને ૧ ઘુવડ ઘાયલ હાલતમાં લાવવામાં આવ્યા હતા. જેમની સારવાર કરવામાં આવી હતી. સારવારમાં ચાર કબુતર મરી ગયા હતા. આઈ.ટી.આઈ.ચાર રસ્તા પાસે દર્શના એનીમલ હેલ્પલાઈનમાં સાત કબુતર અને એક હોલો એમ આઠ ઘાયલ થયેલ પક્ષીઓ લાવવામાં આવ્યા હતા. આ કેમ્પમાં ઠંડીના કારણે પગ જકડાયેલી હાલતમાં બે કુતરા પણ સારવાર માટે કેમ્પમાં લાવવામાં આવ્યા હતા. બન્ને કુતરાઓને ગરમીના ઈન્જેક્શન આપતા ચાલતા થયા હતા. વિસનગર પાંજરાપોળ આયોજીત તથા જૈન એલર્ટ ગૃપ દ્વારા સંચાલીત એનીમલ હેલ્પલાઈનમાં પગમાં અને પાંખોમાં ઈજા થયેલા નવ કબુતર સારવાર માટે લવાયા હતા. જેમાં બે મરી ગયા હતા અને સારવાર બાદ સાત કબુતર બચાવાયા હતા.

Leave a comment

Back to Top