You are here
Home > News > વિસનગર એમ.એન.કોલેજમાં પાંચ દિવસની યોગ શિબિર

વિસનગર એમ.એન.કોલેજમાં પાંચ દિવસની યોગ શિબિર

પતંજલી યોગ સમિતિના ગુજરાતના પ્રભારી શિશપાલજીની ઉપસ્થિતિમાં

વિસનગર એમ.એન.કોલેજમાં પાંચ દિવસની યોગ શિબિર

(પ્ર.ન્યુ.સ.)              વિસનગર,રવિવાર

વિસનગર એમ.એન.કોલેજમાં પતંજલિ યોગ સમિતિના ગુજરાતના પ્રભારી શિશપાલજીની ઉપસ્થિતિમાં પાંચ દિવસની શિબિરનુ રોટરી રોટરેક્ટ ક્લબ દ્વારા આયોજન કરવામાં આવ્યુ છે. યોગ શિબિરનો લાભ લેવા જાહેર જનતાને આમંત્રણ આપવામાં આવ્યુ છે.

પ.પૂ.યોગ ઋષિ સ્વામી રામદેવજી મહારાજ તથા પતંજલિ યોગ સમિતિ પ્રેરીત રોટરી રોટરેક્ટ ક્લબ વિસનગર તથા એમ.એન.કોલેજ વિસનગર આયોજીત એમ.એન.કોલેજમાં તા.૨૭-૧-૨૦૧૭ થી તા.૩૧-૧-૨૦૧૭ સુધી પાંચ દિવસની નિઃશુલ્ક યોગ શિબિરનુ ભવ્ય આયોજન કરવામાં આવ્યુ છે. રોજ સવારે ૫-૩૦ થી ૭-૩૦ સુધી યોગ શિબિરમાં યોગ અને તેના લાભની માહિતી આપવામાં આવશે. પૂ.સ્વામીજી કહે છેકે, યોગ એક સંપૂર્ણ ચિકિત્સા વિજ્ઞાન છે તેથી માનવીને થતા તમામ રોગોનું તથા વિશ્વની સમસ્ત સમસ્યાઓનું સમાધાન  યોગમાં છે. યોગ પ્રાણાયામ શારીરિક તેમજ માનસિક રોગો જેવા કે હૃદયરોગ, હાઈ તેમજ લો બી.પી., અલ્સર, કેન્સર, એઈડ્‌સ,  હિપેટાઈટીસ, ડાયાબીટીસ, દમ, શ્વાસ, પેટના રોગ, કબજીયાત, આર્થરાઈટીસ, એલર્જી, મેદસ્વીપણું, ગર્ભાશયમાં ગાંઠ, માસિક ધર્મની તથા સગર્ભા અવસ્થાની તકલીફો, સંતાનહીનતા જેવા સ્ત્રી રોગ, ચર્મરોગ, આંખ, કાન, નાક, ગળાના રોગ, થાઈરોઈડ, સંધિવા, સાયટીકા,  હિસ્ટીરીયા તથા હતાશા જેવી તકલીફોમાં અત્યંત લાભકારી છે અને સાથે સાથે મનના ઉર્ધ્વીકરણ દ્વારા આત્મા અને પરમાત્માના મિલનનો આનંદ પણ અનુભવી શકાય છે. તો સર્વ રોગ દૂર કરવામાં યોગ-વિજ્ઞાન શિબિરનો વિના મૂલ્યે લાભ લેવો.

યોગ શિબિરનો ભાગ લેવા માગતા શિબિરાર્થીઓએ નોંધ લેવાની છેકે, શિબિરાર્થીઓએ શેતરંજી અને હાથ રૂમાલ સાથે લાવવા, શિબિરાર્થીએ શક્ય હોય તો, સફેદ વસ્ત્ર પહેરવા, ભાઈઓએ લેઘો-ઝભ્ભો અને બહેનોએ કુર્તા પાયજામાનો ડ્રેસ પહેરવો, શૌચક્રિયા પતાવી સ્નાન કરી આવવુ. લાભદાયી રહેશે. શિબિરમાં ચા-નાસ્તો કર્યા સીવાય બીલકુલ ભુખ્યા પેટે આવવાનુ રહેશે. શિબિરની વધુ વિગત માટે મો.નં.૯૪૨૯૭૨૭૬૭૨, ૯૮૨૫૦૬૮૦૨૨ તથા ૯૮૨૫૧૬૯૮૭૩ ઉપર સંપર્ક કરી શકાશે.

Leave a Reply

Top