You are here
Home > 2017 > February

ગેસ કટરથી એટીએમ મશીન કાપી રૂા.૪.૧૯ લાખની ચોરી કરી – વિસનગર પોલીસની આબરૂનુ ચોરોએ ચિરહરણ કર્યુ

ગેસ કટરથી એટીએમ મશીન કાપી રૂા.૪.૧૯ લાખની ચોરી કરી વિસનગર પોલીસની આબરૂનુ ચોરોએ ચિરહરણ કર્યુ (પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર વિસનગર પોલીસ દ્વારા ફક્ત નામનુ નાઈટ પેટ્રોલીંગ થતુ હોય તેમ જણાય છે. ચોરો વાહનમાં ગેસ કટર લઈને આવે અને આસાનીથી મેઈન રોડ ઉપરના એટીએમ સેન્ટરમાં એટીએમનુ કેશબોક્ષ કાપી રૂા.૪.૧૯ લાખની કેશ લઈ જાય તે બનાવ વિસનગર પોલીસનુ નાક…

દેશ સુધારવો હોય તો પહેલા વડાપ્રધાનનુ ગામ સુધારવુ જોઈએ-ઉત્તમભાઈ પટેલ – વડનગર ગંદકી-ગેરરીતી અને ભ્રષ્ટાચારથી ખદબદી રહ્યુ છે

દેશ સુધારવો હોય તો પહેલા વડાપ્રધાનનુ ગામ સુધારવુ જોઈએ-ઉત્તમભાઈ પટેલ વડનગર ગંદકી-ગેરરીતી અને ભ્રષ્ટાચારથી ખદબદી રહ્યુ છે (પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનુ માદરે વતન વડનગર એ દેશ માટે નમુનારૂપ ગૌરવરૂપ ગામ હોવુ જોઈએ ત્યારે વડનગરનો વહીવટ કરતા લોકોની અણઆવડત તથા કંઈ પામવાની ભાવનાના કારણે આજ વડનગર ગંદકી, ગેરરીતી અને ભ્રષ્ટાચારથી ખદબદી રહ્યુ હોવાનો…

તંત્રી સ્થાનેથી… અમેરીકામાં ગેરકાયદેસર વસતા ભારતીયોને કાઢી મૂકવાનું શક્ય ખરુ?

તંત્રી સ્થાનેથી… અમેરીકામાં ગેરકાયદેસર વસતા ભારતીયોને કાઢી મૂકવાનું શક્ય ખરુ? અમેરીકાના રાષ્ટ્રીય પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ચુંટણી દરમ્યાન અમેરીકી પ્રજાને સ્વદેશીઓને લાભ આપવાના આપેલા વચન મુજબ અમેરીકામાં ગેરકાયદેસર વસતા મેક્સીકનો અને ભારતીયોને ખદેડી મૂકવા માટેની જાહેરાત કરી છે. જેનાથી અમેરીકનો ખુશ થાય છે. પણ ટ્રમ્પ જે કરવા જઈ રહ્યા છે તે કદી શક્ય બનવાનું નથી….

પ્રગતિસેતુ કાર્યક્રમમાં પાલિકા બાંધકામ ચેરમેન ફુલચંદભાઈ પટેલની રજુઆત – ધરોઈની લાઈન તુટશે તો ત્રણ તાલુકાની જનતા ટળવળશે

પ્રગતિસેતુ કાર્યક્રમમાં પાલિકા બાંધકામ ચેરમેન ફુલચંદભાઈ પટેલની રજુઆત ધરોઈની લાઈન તુટશે તો ત્રણ તાલુકાની જનતા ટળવળશે (પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર વિસનગર શહેરમાં ધરોઈ જુથ પાણી પુરવઠા દ્વારા જે એમ.એસ. પાઈપલાઈનોનુ આયુષ્ય ૧૦ વર્ષનુ હતુ. તે પાઈપ લાઈનો દ્વારા ૧૬ વર્ષથી પીવાનુ પાણી પુરૂ પાડવામાં આવી રહ્યુ છે. મોટુ ભંગાણ સર્જાય તો શહેર પાણી વગર ટળવળે તે બાબતની…

રીક્ષા ડ્રાઈવર વેલ્ફેર એસો.ના સરાહનીય પ્રયત્નોથી – વિસનગરમાં તા.૪-૩ના રોજ RTO કેમ્પ યોજાશે

રીક્ષા ડ્રાઈવર વેલ્ફેર એસો.ના સરાહનીય પ્રયત્નોથી વિસનગરમાં તા.૪-૩ના રોજ RTO કેમ્પ યોજાશે (પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર વિસનગરમાં અગાઉ દર મહિને આર.ટી.ઓ.કેમ્પ થતા વિસનગર, વડનગર, ખેરાલુ, સતલાસણાના લોકોને આર.ટી.ઓ.કામગીરી માટે મહેસાણા સુધી લાંબા થવુ પડતુ નહોતુ. પરંતુ છેલ્લા દોઢ વર્ષથી કેમ્પ બંધ થતા વિસનગર અને જીલ્લાના છેવાડાના તાલુકાના લોકોને મહેસાણા જવુ પડતા સમય અને નાણાં બન્નેનો વ્યય થતો…

Top