You are here
Home > News > વિસનગરમાં ડી.વાય.એસ.પી.ના રાયટર તરીકે ફરજ બજાવી ચુકેલા રાષ્ટ્રપતિ ચંદ્રક મેળવનાર ASI કાન્તીભાઈ રાઠોડનુ સન્માન કરાયુ

વિસનગરમાં ડી.વાય.એસ.પી.ના રાયટર તરીકે ફરજ બજાવી ચુકેલા રાષ્ટ્રપતિ ચંદ્રક મેળવનાર ASI કાન્તીભાઈ રાઠોડનુ સન્માન કરાયુ

વિસનગરમાં ડી.વાય.એસ.પી.ના રાયટર તરીકે ફરજ બજાવી ચુકેલા
રાષ્ટ્રપતિ ચંદ્રક મેળવનાર ASI કાન્તીભાઈ રાઠોડનુ સન્માન કરાયુ

(પ્ર.ન્યુ.સ.)        વિસનગર,રવિવાર
વિસનગર ડી.વાય.એસ.પી. કચેરીમાં ફરજ બજાવી ચુકેલા તેમજ મહેસાણા ડી.વાય.એસ.પી.ના રાયટર તરીકે ફરજ બજાવતા એ.એસ.આઈ. કાન્તીભાઈ રાઠોડને શ્રેષ્ઠ કામગીરી બદલ રાષ્ટ્રપતિ ચંદ્રકથી સન્માનીત કરાતા ૨૬ મી જાન્યુઆરીના રોજ વિસનગર ખાતેના જીલ્લા કક્ષાના કાર્યક્રમમાં તેમનુ મંત્રીશ્રીના હસ્તે સન્માન કરવામાં આવ્યુ હતુ.
અરવલ્લી જીલ્લાના ગઢા ગામના મુળ વતની અને પોલીસ ખાતાની ફરજમાં મહેસાણા જીલ્લાને કર્મભુમિ બનાવનાર કાન્તીભાઈ રાઠોડ ૩૪ વર્ષ પહેલા પોલીસ ખાતામાં કોન્સ્ટેબલ તરીકે જોડાયા હતા. જેઓ અગાઉ વિસનગર પોલીસ સ્ટેશનમાં પી.આઈ.ના રાયટર તરીકે ત્યારબાદ વિસનગર ડી.વાય.એસ.પી.ના રાયટર તરીકે ૯ વર્ષ ફરજ બજાવી ચુક્યા છે. આ ઉપરાંત્ત કડી, મહેસાણા પોલીસ સ્ટેશનોમાં ફરજ દરમ્યાન તેમની ૩૪ વર્ષની કારકિર્દીમાં એ.એસ.આઈ.કાન્તીભાઈ રાઠોડ ૧૩૭ જેટલા અનડીટેક્ટ મર્ડર, નારકોટીગ્સ, ચોરી લુટ, ધાડના ગંભીર ગુનાઓ ઉકેલ્યા છે. આર્મસ એક્ટના કેસો, અધિકારીઓની સુચના મુજબ પાસા તડીપારની દરખાસ્તો તૈયાર કરવી, અસમાજીક તત્વો વિરુધ્ધની કામગીરી વિગેરેમાં મહત્વની કામગીરી કરી છે. આસીસ્ટન્ટ પોલીસ સબ ઈન્સ્પેક્ટર તરીકે ફરજ દરમ્યાન ઉત્કૃષ્ઠ કામગીરી બદલ જીલ્લા પોલીસતંત્રના ગૌરવ સમાન કાન્તીભાઈ રાઠોડને રાષ્ટ્રપતિ દ્વારા રાષ્ટ્રપતિ ચંદ્રક એનાયત કરવામાં આવેલ હતો. વિસનગર ખાતેના ૬૮ મા પ્રજાસત્તાક દિન નિમિત્તેના જીલ્લા કક્ષાના કાર્યક્રમમાં મંત્રી બાબુલાલ બોખીરીયા, કલેક્ટર આલોકકુમાર પાંડે, ડી.એસ.પી.ચૈતન્ય મંડલીક વિગેરે અધિકારીઓ અને પદાધિકારીઓની ઉપસ્થિતિમાં શ્રેષ્ઠ કામગીરી બદલ રાષ્ટ્રપતિ ચંદ્રક મેળવનાર એ.એસ.આઈ.કાન્તીભાઈ રાઠોડનુ સન્માન કરવામાં આવ્યુ હતુ.

Leave a Reply

Top