તંત્રી સ્થાનેથી… અમેરીકામાં ગેરકાયદેસર વસતા ભારતીયોને કાઢી મૂકવાનું શક્ય ખરુ?

તંત્રી સ્થાનેથી… અમેરીકામાં ગેરકાયદેસર વસતા ભારતીયોને કાઢી મૂકવાનું શક્ય ખરુ?

Prachar News No Comments on તંત્રી સ્થાનેથી… અમેરીકામાં ગેરકાયદેસર વસતા ભારતીયોને કાઢી મૂકવાનું શક્ય ખરુ?

તંત્રી સ્થાનેથી…

અમેરીકામાં ગેરકાયદેસર વસતા
ભારતીયોને કાઢી મૂકવાનું શક્ય ખરુ?

અમેરીકાના રાષ્ટ્રીય પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ચુંટણી દરમ્યાન અમેરીકી પ્રજાને સ્વદેશીઓને લાભ આપવાના આપેલા વચન મુજબ અમેરીકામાં ગેરકાયદેસર વસતા મેક્સીકનો અને ભારતીયોને ખદેડી મૂકવા માટેની જાહેરાત કરી છે. જેનાથી અમેરીકનો ખુશ થાય છે. પણ ટ્રમ્પ જે કરવા જઈ રહ્યા છે તે કદી શક્ય બનવાનું નથી. અનેક ગેરકાયદેસર વસતા લોકોને કાયદાનો લાભ મળી શકે છે. અમેરીકાની કોર્ટો કાયદાનો અમલ કરાવવા માટે ચુસ્ત છે ત્યારે ટ્રમ્પની ગેરકાયદેસર વસતા લોકોને કાઢી મૂકવાની યોજના નિષ્ફળ જશે. કોઈપણ જગ્યાએ કોઈપણ સમુહમાં નવીન વ્યક્તિ આવી પોતાનુ સ્થાન બનાવી લે છે. તે બતાવે છેકે નવીન વ્યક્તિ જૂના સમુહમાં જે ખોટ હતી તે પૂરી કરે છે. અમેરીકામાં વસતા ભારતીયો જે કામ-કાર્ય કરી જે સ્થાને છે તે સ્થાન કદી અમેરીકી પ્રજા લઈ શકવાની નથી. અમેરીકામાં ભારતીયો ભારે કઠીન કાર્ય કરે છે. તે કાર્ય કદી અમેરીકાની પ્રજા કરી શકવાની નથી. અમેરીકનો વધારેમાં વધારે છ થી આઠ કલાક કામ કરી શકે છે. ઈન્ડીયનો ૧૮ કલાક કામ કરી શકે છે. અમેરીકામાં જઈ વસતા ગેરકાયદેસર કપલો પહેલામાં પહેલુ કાર્ય બાળક પેદા કરવાનુ કરે છે. અમેરીકી હોસ્પિટલમાં કોઈપણ મહિલા ડીલેવરી માટે જાય ત્યારે તે કાયદેસર છેકે ગેરકાયદેસર તેવુ પુછવામાં આવતુ નથી. અમેરીકામાં જન્મેલ બાળક ત્યાંનુ નાગરિકત્વ મળી જાય છે. તે બાળક ૧૮ વર્ષનુ ન થાય ત્યાં સુધી તેની સંભાળ રાખતા માતાપિતાને અમેરીકામાંથી કાઢી મૂકી શકાતા નથી. ગેરકાયદેસર વસતા અનેક લોકોના બેન્ક એકાઉન્ટ છે. સોસીયલ સીક્યોરીટી નંબરો છે. તેમના ટેક્સ કપાય છે. કેટલાક પાસે તો ડ્રાઈવીંગ લાયસન્સો પણ છે. આ બધી વસ્તુ ગેરકાયદેસર અમેરીકામાં વસેલાને કાયદેસર રક્ષણ આપી શકે છે. ડોનાલ્ડ ટ્રમ્પ અત્યારે જે ભારતીયોને ખદેડી મુકવાની વાતો કરે છે તેવી ચેષ્ટા વર્ષો પહેલા આફ્રિકામાં ઈદી અમીને ભારતીયોને કાઢી મૂકવાની કરી હતી. આફ્રિકામાંથી ભારતીયો નીકળી જતાં ત્યાંનુ વ્યવસ્થાતંત્ર ખોરવાઈ જતાં ભારતીયોને પાછા બોલાવવા પડ્યા હતા. આવુંજ અમેરીકામાં કંઈક છે. અમેરીકામાં ગેરકાયદેસર વસતા ભારતીયો અને મેક્સીકનો એક ભાષામાં કહીએ તો તે બધા લેબર પીપલ છે. આ લોકો જે કામ કરે છે તે કદી અમેરીકનો કરી શકવાના નથી. કાયદેસર અમેરીકામાં વસતા ર્ડાક્ટરોની વાત કરીએ તો અમેરીકન લોકો ભારતીય ર્ડાક્ટરોને વધારે પસંદ કરે છે. ભારતીય ર્ડાક્ટર દર્દી સાથે ચોવીસ કલાક સંપર્કમાં રહે છે. દર્દી ગમે ત્યારે ર્ડાક્ટરને ટેલીફોન કરે તો ભારતીય ર્ડાક્ટર ટેલીફોન ઉપાડી વાત કરે છે. અમેરીકન ર્ડાક્ટર તો નોકરીનો ટાઈમ પૂરો થાય પછી ટેલીફોન બંધ અને કામ બંધ, દર્દીનું જે થવું હોય તે થાય. બીજુ અમેરીકનો ચોક્કસ સાધનો દ્વારાજ કામ કરી શકે છે. અમેરીકામાં એક પ્રચલિત કહેવત છેકે અમેરીકન પાસે તો કોમ્પ્યુટર અને કેલક્યુલેટર લઈ લેવામાં આવે તો અમેરીકન ગાંડો થઈ જાય. જ્યારે ભારતીય અને મેક્સીકન લોકો ગમે તે વિપરીત પરિસ્થિતિમાં કામ કરી શકે છે. આ બધી વાતથી અજાણ એવા ડોનાલ્ડ ટ્રમ્પ ગેરકાયદેસર ભારતીયો અને મેક્સીકનોને ખદેડી મૂકવાની વાત કરે છે. ડોનાલ્ડ ટ્રમ્પ જન્મજાત સુખી વ્યક્તિ છે તે ઉદ્યોગપતિ છે. તેમને ગરીબ અને લેબર પીપલની કેટલી આવશ્યક્તા છે તેની તેમને ખબર નથી. જે કદિ શક્ય બની શકવાનુ નથી. તે ગેરકાયદેસર વ્યક્તિઓને કાઢવાની ભૂલ ટ્રમ્પ કરશે તો અમેરીકાનુ વ્યવસ્થા તંત્ર ખોરવાઈ જઈ શકે છે. બીજી એક વાત આખુ અમેરીકા બહારથી આવેલા લોકોથીજ વસેલુ છે. બધા અમેરીકનો ઈમીગ્રન્ટ છે. અમેરીકાના મૂળ વતની ઘણા ઓછા છે. તેમની વસાહતો દેશના છેવાડાના પ્રદેશોમાં છે તે લોકોને આવી કંઈ પડી નથી. જે પણ ભારતીયો અને મેક્સીકનોને કાઢવાની વાતો કરે છે તે બધાજ ઈમીગ્રન્ટો છે. તેમની ત્રીજી ચોથી પેઢી બીજા દેશમાંથી આવી અમેરીકામાં વસેલી છે. ડોનાલ્ડ ટ્રમ્પ અમેરીકામાંથી ભારતીયોને કાઢવાની વાતો કરી પ્રજાને ખુશ કરી શકે છે પણ આ કદિ શક્ય બનવાનુ નથી તે ચોક્કસ વાત છે. ડોનાલ્ડ ટ્રમ્પ ચોક્કસ એટલુ કરી શકશે અમેરીકનો અને બીજા દેશોના માણસો અત્યારે હળીમળીને રહે છે તેમાં વર્ગવિગ્રહનુ ઝેર ઊભુ કરી શકે છે. જેના પરિણામ સ્વરૂપ ભારતીય ઈજનેર શ્રીનિવાસ કુચીભોતલાની હત્યા પણ વંશીય ટીપ્પણી કરી એક અમેરીકને કરી છે.

Leave a comment

Back to Top