પ્રગતિસેતુ કાર્યક્રમમાં પાલિકા બાંધકામ ચેરમેન ફુલચંદભાઈ પટેલની રજુઆત – ધરોઈની લાઈન તુટશે તો ત્રણ તાલુકાની જનતા ટળવળશે

પ્રગતિસેતુ કાર્યક્રમમાં પાલિકા બાંધકામ ચેરમેન ફુલચંદભાઈ પટેલની રજુઆત – ધરોઈની લાઈન તુટશે તો ત્રણ તાલુકાની જનતા ટળવળશે

News No Comments on પ્રગતિસેતુ કાર્યક્રમમાં પાલિકા બાંધકામ ચેરમેન ફુલચંદભાઈ પટેલની રજુઆત – ધરોઈની લાઈન તુટશે તો ત્રણ તાલુકાની જનતા ટળવળશે

પ્રગતિસેતુ કાર્યક્રમમાં પાલિકા બાંધકામ ચેરમેન ફુલચંદભાઈ પટેલની રજુઆત

ધરોઈની લાઈન તુટશે તો ત્રણ તાલુકાની જનતા ટળવળશે

(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
વિસનગર શહેરમાં ધરોઈ જુથ પાણી પુરવઠા દ્વારા જે એમ.એસ. પાઈપલાઈનોનુ આયુષ્ય ૧૦ વર્ષનુ હતુ. તે પાઈપ લાઈનો દ્વારા ૧૬ વર્ષથી પીવાનુ પાણી પુરૂ પાડવામાં આવી રહ્યુ છે. મોટુ ભંગાણ સર્જાય તો શહેર પાણી વગર ટળવળે તે બાબતની ગંભીરતા લોકો સમજ્યા છે. આ મુદ્દાને લઈ પાલિકાના જાગૃત બાંધકામ ચેરમેન ફુલચંદભાઈ પટેલે વિસનગરના પ્રગતિસેતુ કાર્યક્રમમાં રજુઆત કરી હતી. તેમણે જણાવ્યુ છેકે, કાટ ખવાઈ ગયેલી પાઈપો તુટશે તો વિસનગર ઉપરાંત્ત ખેરાલુ, વડનગર શહેરની પ્રજા પાણી વગર ટળવળશે. આવનાર ગ્રામ પંચાયત ચુંટણી અને વિધાનસભાની ચુંટણીમાં ભાજપમાંથી મત લેવા આવનાર ઉમેદવાર પાસે લોકો ધરોઈની એક્ષપ્રેસ લાઈનનો જવાબ માગે તો નવાઈ નહી.
વિસનગરમાં તા.૨૧-૨-૨૦૧૭ ના રોજ માર્કેટયાર્ડ હૉલમાં પ્રગતિસેતુ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં વિસનગર, વડનગર અને ખેરાલુ શહેરના લોકો માટે ખુબજ ગંભીર ઘણી શકાય તેવી ધરોઈ વાવ હેડ વર્કસથી ત્રણ શહેરને જોડતી ધરોઈ ફીલ્ટરેશન પ્લાન્ટનુ પાણી પહોચતુ કરતી રૂા.૨૧૧ કરોડની યોજનાવાળી એક્ષપ્રેસ લાઈનનો મુદ્દો ચમક્યો હતો. પાલિકાના બાંધકામ ચેરમેન ફુલચંદભાઈ પટેલે લોકહિતને ધ્યાનમાં રાખી આ મુદ્દે રજુઆત કરતા લોકોએ બાંધકામ ચેરમેનની રજુઆતને બીરદાવી અભિનંદન આપ્યા હતા. ચેરમેન ફુલચંદભાઈ પટેલે રજુઆત કરી હતી કે, વિસનગર શહેરમાં પાલિકાના ટ્યુબવેલ હોવા છતા ટ્યુબવેલના પાણીનો પીવા માટે ઉપયોગ કરી શકાતો નથી. શહેરમાં ધરોઈ જુથ પાણી પુરવઠા દ્વારા પાણી પુરૂ પાડવામાં આવે છે. વાવ હેડ વર્કસથી વિસનગરમાં પીવાનુ પાણી પહોચતુ કરવા માટેે જે એમ.એસ.પાઈપ લાઈન નાખવામાં આવી છે તે વર્ષ-૨૦૦૧ માં નાખવામાં આવી છે. જેનુ ૧૦ વર્ષનુ આયુષ્ય પુર્ણ થઈ ગયુ છે. પાઈપલાઈન ઘણી જગ્યાએથી કાટ ખવાતા ક્ષતિગ્રસ્ત બની છે. પાઈપોમાં અંદરથી કાટ ખવાવાના કારણે પાઈપો તુટી જવાના ડરથી ધરોઈ જુથ યોજના દ્વારા પુરતા પ્રેશરથી પાણી આપી શકાતુ નથી. આ કારણોને લઈ શહેરમાં છેલ્લા ઘણા સમયથી ધરોઈ જુથનુ પાણી પુરતા પ્રમાણમાં અને પુરતા પ્રેશરથી આવતુ નથી. જેના કારણે શહેરમાં પાણીનુ પુરતા પ્રમાણમાં વિતરણ થઈ શકતુ નથી. પાણી વિતરણમાં લોકોને અસંતોષ રહ્યા કરે છે. ધરોઈ જુથની જર્જરીત પાઈપલાઈનો બદલવા એક્ષપ્રેસ લાઈન માટે પાણી પુરવઠા બોર્ડની ટેકનીકલ કમિટીની મીટીંગ વર્ષ ૨૦૧૪ માં મળી હતી. જેમાં રૂા.૨૧૧ કરોડનો પ્લાન એસ્ટીમેટ બનાવી શહેરી વિભાગને વહિવટી મંજુરી અર્થે મોકલી આપ્યો હતો. એક્ષપ્રેસ લાઈન માટે તાત્કાલીક વહિવટી મંજુરી મળે અને બજેટમાં જોગવાઈ થાય તેેવી વિનંતી કરવામાં આવી હતી.

Leave a comment

Back to Top