રીક્ષા ડ્રાઈવર વેલ્ફેર એસો.ના સરાહનીય પ્રયત્નોથી – વિસનગરમાં તા.૪-૩ના રોજ RTO કેમ્પ યોજાશે

રીક્ષા ડ્રાઈવર વેલ્ફેર એસો.ના સરાહનીય પ્રયત્નોથી – વિસનગરમાં તા.૪-૩ના રોજ RTO કેમ્પ યોજાશે

Prachar News No Comments on રીક્ષા ડ્રાઈવર વેલ્ફેર એસો.ના સરાહનીય પ્રયત્નોથી – વિસનગરમાં તા.૪-૩ના રોજ RTO કેમ્પ યોજાશે

રીક્ષા ડ્રાઈવર વેલ્ફેર એસો.ના સરાહનીય પ્રયત્નોથી

વિસનગરમાં તા.૪-૩ના રોજ RTO કેમ્પ યોજાશે

(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
વિસનગરમાં અગાઉ દર મહિને આર.ટી.ઓ.કેમ્પ થતા વિસનગર, વડનગર, ખેરાલુ, સતલાસણાના લોકોને આર.ટી.ઓ.કામગીરી માટે મહેસાણા સુધી લાંબા થવુ પડતુ નહોતુ. પરંતુ છેલ્લા દોઢ વર્ષથી કેમ્પ બંધ થતા વિસનગર અને જીલ્લાના છેવાડાના તાલુકાના લોકોને મહેસાણા જવુ પડતા સમય અને નાણાં બન્નેનો વ્યય થતો હતો. ત્યારે વિસનગર શહેર રીક્ષા ડ્રાઈવર વેલ્ફેર એસો.ના પ્રયત્નોથી તા.૪-૩-૧૭ ના રોજ વિસનગર આર.ટી.ઓ.કેમ્પ થશે. ધારાસભ્ય ઋષિભાઈ પટેલ પ્રયત્નો કરે તો અગાઉની જેમ ફરીથી દર મહિને વિસનગરમાં આર.ટી.ઓ.કેમ્પ શરૂ થાય તેમ છે.

લોકહિતમાં ધારાસભ્ય ઋષિભાઈ પટેલ પ્રયત્નો કરે તો ફરીથી

વિસનગરમાં દર મહિને આર.ટી.ઓ.કેમ્પ શરૂ થાય તેમ છે

વિસનગરમાં દોઢ વર્ષ અગાઉ દર માસે નિયમિત આર.ટી.ઓ.કેમ્પ થતા વિસનગર તાલુકા ઉપરાંત વડનગર, ખેરાલુ અને સતલાસણાના લોકો આ કેમ્પનો લાભ લેતા હતા. પરંતુ કોઈપણ કારણોસર કેમ્પ બંધ કરવામાં આવતા આર.ટી.ઓ.માટે વાહન ચાલકોને મહેસાણા સુધી લાંબા થવુ પડતુ હતુ. ખાસ કરીને રીક્ષા ડ્રાઈવરો વધુ હેરાન થતા હતા. જેમને દર મહિને પાસીંગ માટે મહેસાણા ધક્કા ખાવા પડતા હતા. શહેરમાં લગભગ ૩૦૦ જેટલા સ્કુલ વાહનો છે. જે દરેકને સ્કુલના સમયમાં પાસીંગ માટે મહેસાણા જવુ પડતુ હોઈ હેરાન થતા હતા. આ બાબતે વિસનગર શહેર રીક્ષા ડ્રાઈવર વેલ્ફેર એસો.ના પ્રમુખ પૂર્વ પાલિકા સભ્ય વિજયભાઈ પરમાર ખુરાના, ખજાનચી બાબુજી ઠાકોર, કારોબારી સભ્ય ધર્મેન્દ્રભાઈ પટેલ વિગેરેએ વિસનગરમાં કેમ્પ શરૂ કરવા મહેસાણા જીલ્લા રીક્ષા એસો.ના પ્રમુખ મનોજભાઈ શર્માને રજુઆત કરી હતી. જીલ્લા રીક્ષા એસો.ના પ્રમુખ તથા વિસનગર રીક્ષા એસો.ના હોદ્દેદારો તા.૧૭-૨-૨૦૧૭ ના રોજ મહેસાણા આર.ટી.ઓ.ના અધિકારી કુંબી સાહેબને મળી વિસનગરમાં આર.ટી.ઓ. કેમ્પ યોજવા રજુઆત કરી હતી. રીક્ષા એસો.ની રજુઆત યોગ્ય લાગતા વિસનગરમાં તા.૪-૩-૨૦૧૭ ને શનિવારના રોજ તાલુકા પંચાયત આરામગૃહ પાસેના મેદાનમાં આર.ટી.ઓ. કેમ્પ યોજવા નિર્ણય કરવામાં આવ્યો છે.
દોઢ વર્ષ બાદ વિસનગર ખાતેના આ આર.ટી.ઓ.કેમ્પમાં રીક્ષાનુ પાસીંગ ઉપરાંત મહેસાણા આર.ટી.ઓ.ખાતે જે કામગીરી કરવામાં આવે છે તે તમામ કામગીરી વિસનગર કેમ્પમાં થશે. નવા વાહનોનુ પાસીંગ, હેડ નંબરપ્લેટ, જુના વાહનોનુ પાસીંગ જેવી તમામ કામગીરી કરાશે. વિસનગર રીક્ષા ડ્રાઈવર વેલ્ફેર એસો.ના પ્રમુખ વિજયભાઈ પરમારે જણાવ્યુ છેકે આર.ટી.ઓ.કેમ્પનો લાગતા વળગતા લોકોએ લાભ લેવો. નવી નંબર પ્લેટ લગાવવાની બાકી હોય તો કેમ્પના ત્રણ દિવસ પહેલા મહેસાણા આર.ટી.ઓ.ઓફીસમાં પૈસા ભરવા જેથી વિસનગર ખાતેના કેમ્પમાં લગાવી શકાશે.
વિસનગરમાં અગાઉ નિયમિત દર માસે આર.ટી.ઓ.કેમ્પ થતો હતો. જે કયા કારણે બંધ થયો તે રહસ્ય છે. વિસનગરમાં ફરીથી નિયમિત કેમ્પ શરૂ થાય તે માટે વિસનગર શહેર રીક્ષા ડ્રાઈવર એસો.દ્વારા ધારાસભ્ય રજુઆત પણ કરવામાં આવશે. વિસનગર શહેર અને તાલુકાના વાહન ચાલકોને આર.ટી.ઓ.કામ માટે મહેસાાણા જવુ ન પડે અને સમય તથા નાણાંનો વ્યય ન થાય તે માટે ધારાસભ્ય ઋષિભાઈ પટેલ પર્સનલ ઈન્ટરેસ્ટ લઈ વિસનગરમાં નિયમિત કેમ્પ થાય તે માટે સરકારમાં રજુઆત કરે તેવુ વાહનચાલકો ઈચ્છી રહ્યા છે.

Leave a comment

Back to Top