You are here
Home > News > ધારાસભ્ય ઋષિભાઈ પટેલના અથાગ પ્રયત્નોનુ પરિણામ વિસનગરના સીંચાઈથી વંચીત વિસ્તાર માટે રૂા.૨૧૦ કરોડ મંજૂર

ધારાસભ્ય ઋષિભાઈ પટેલના અથાગ પ્રયત્નોનુ પરિણામ વિસનગરના સીંચાઈથી વંચીત વિસ્તાર માટે રૂા.૨૧૦ કરોડ મંજૂર

ધારાસભ્ય ઋષિભાઈ પટેલના અથાગ પ્રયત્નોનુ પરિણામ
વિસનગરના સીંચાઈથી વંચીત વિસ્તાર માટે રૂા.૨૧૦ કરોડ મંજૂર

(પ્ર.ન્યુ.સ.)        વિસનગર,રવિવાર
વિસનગર તાલુકાના સદુથલા, કમાણા, દઢિયાળ, મગરોડા પટ્ટામાં સીંચાઈના પાણીની વ્યવસ્થા કરવા આ વિસ્તારના ખેડૂતોની વર્ષોની માગણી હતી. ત્યારે ખેડૂતોને ખેતી માટે સીંચાઈનું પાણી મળે તે માટે ધારાસભ્ય ઋષિભાઈ પટેલ દ્વારા સરકારમાં વખતોવખત રજુઆત કરવામાં આવતા ધાધુસણથી રેડ લક્ષ્મીપુરા અને ખેરવાથી વિસનગર પાઈપલાઈન માટે બજેટમાં રૂા.૨૧૦ કરોડ મંજૂર કરવામાં આવ્યા છે. સીંચાઈથી વંચીત વિસ્તારના ખેડૂતોની ચીંતા કરી સરકારે આટલી માતબર રકમ ફાળવતા ધારાસભ્ય સાથે વિસનગરના અગ્રણીઓ મુખ્યમંત્રીની શુભેચ્છા મુલાકાત લઈ અભિનંદન પાઠવ્યા હતા.
વિસનગર તાલુકાના સદુથલા, કમાણા, દઢિયાળ, મગરોડા પટ્ટો એવો છેકે જ્યા મોટા પ્રમાણમાં ખેતી તો થાય છે. પરંતુ સીંચાઈની કોઈ વ્યવસ્થા નહોતી. ભૂગર્ભજળ ઉંડા જવાથી ટ્યુબવેલથી ખેતી ખર્ચાળ સાબીત થતી હોવાથી આ વિસ્તારના ખેડૂતોની વર્ષોથી માગણી હતી કે ખેતી માટે સીંચાઈના પાણીની વ્યવસ્થા કરવામાં આવે. આ વિસ્તારના આગેવાનોએ અગાઉ અનેક વખત સરકારમાં રજુઆત પણ કરી ચુક્યા છે. ખેડૂતોની માગણી સાચી અને ન્યાયીક લાગતા વિસનગરના ધારાસભ્ય ઋષિભાઈ પટેલે આ મુદ્દે સરકારમાં રજુઆત કરતા ધાધુસણ રેડ લક્ષ્મીપુરા પાઈપલાઈન તથા ખેરવા-વિસનગર પાઈપ લાઈનનો પ્લાન એસ્ટીમેટ બનાવી વર્ષ-૨૦૧૩ માં સૈધ્ધાંતીક મંજુરી આપવામાં આવી હતી. આ બન્ને પાઈપલાઈનો નંખાય તો વિવિધ ગામના બહોળા ખેડૂત વર્ગને લાભ થતો હોય. આ યોજના માટે નોન બજેટ રીસોર્સ તરીકે વર્ષ ૨૦૧૬-૧૭ માં બજેટમાં નાણાંકીય જોગવાઈ કરવામાં આવેલ છે. જેની અગામી બજેટમાં વહિવટી મંજુરી માટે પર્યાપ્ત બજેટ જોગવાઈ કરી કામગીરી શરૂ કરવાની અગત્યતા જોતા ધારાસભ્ય ઋષિભાઈ પટેલ સાથે વિસનગર તાલુકા ભાજપના પ્રમુખ પી.કે.પટેલ, મહામંત્રી સતિષભાઈ પટેલ, મુકેશભાઈ ચૌધરી તથા ભાજપના પદાધિકારીઓ, કિસાન સંઘના કાનજીભાઈ ચૌધરી તથા અન્ય હોદ્દેદારો, તાલુકાના વિવિધ ગામના સરપંચો તેમજ ખેડૂત આગેવાનો, ભાજપના કાર્યકરો, ગ્રામજનોનુ એક મોટી સંખ્યાનુ ડેલીગેશન મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નિતિનભાઈ પટેલ તથા સીંચાઈ મંત્રી નાનુભાઈ વાનાણી સમક્ષ રજુઆત કરી હતી કે, જો આ બન્ને પાઈપ લાઈનોના કામ બજેટમાં મંજૂર કરી કામગીરી શરૂ કરવામાં આવે તો, મહેસાણા તાલુકાના દેવરાસણ, મેઘાઅલીયાસણા, ધાધુસણ, પઢારીયા, વિસનગર તાલુકાના ઉદલપુર, ગુંજાળા, કામલપુર(ખ), થુમથલ, ખરવડા, મગરોડા, દઢિયાળ, બેચરપુરા, કમાણા, સદુથલા, રાવળાપુરા, સવાલા, બાસણા, કુવાસણા, વિસનગર, કાંમલપુર(ગો), ગોઠવા, ઘાઘરેટ, બાજીપુરા, લક્ષ્મીપુરા, ભાલક, બાકરપુર, વિજાપુર તાલુકાના વસઈ, ડાભલા, દગાવાડીયા, કેલીસણા, અસોડા, વડાસણ, તથા વડનગર તાલુકાના ત્રાંસવાડ, છાબલીયા, આનંદપુરા, શેખપુર, કહીપુર, સબલપુર, સુલતાનપુર, રાજપુર અને રેડલક્ષ્મીપુરા ગામના ખેડૂતોને સીંચાઈનો સીધો ફાયદો થાય. આ રજુઆત બાદ વર્ષ-૨૦૧૭ના નાણાંકીય બજેટમાં (૧) ધાધુસણ-રેડ લક્ષ્મીપુરા (૨) ખેરવા-વિસનગર (૩) પિયજ-ઉણાદ (૪) ભાસરીયાથી સામેત્રા પાઈપલાઈનની કામગીરી માટે રૂા.૨૧૦ કરોડ મંજૂર કરવામાં આવ્યા છે.
ખેડૂતોના સાચા હિતચિંતક બની સરકાર દ્વારા આ પાઈપલાઈનો માટે રૂા.૨૧૦ કરોડ મંજૂર કરવામાં આવતા ધારાસભ્ય ઋષિભાઈ પટેલ સાથે તાલુકા ભાજપના મહામંત્રી સતિષભાઈ પટેલ, મુકેશભાઈ ચૌધરી, ઉપપ્રમુખ એલ.કે.પટેલ, અંકિતભાઈ પટેલ, જશુભાઈ ચૌધરી, પી.કે.પટેલ, અરવિંદજી ઠાકોર, ભાજપના જીલ્લા આમંત્રીત પી.એસ.પટેલ, તાલુકા કારોબારી સભ્ય રજનીભાઈ પટેલ, યુવા મોરચાના મંત્રી કિરણભાઈ ચૌધરી, કિસાન મોરચાના મહામંત્રી કાનજીભાઈ ચૌધરી, સરપંચ ભરતભાઈ ચૌધરી, અનિલભાઈ પટેલ વિગેરે ભાજપના હોદ્દેદારો, ગામડાના આગેવાનો અને કાર્યકરોએ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નિતિનભાઈ પટેલ અને સીંચાઈ મંત્રી નાનુભાઈ વાનાણીને મળી ખેડૂતોના સાચા હમદર્દ બનવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.

Leave a Reply

Top