You are here
Home > News > વિસનગર પુરવઠા તંત્રની રેડમાં ૧૪ ગેસ સીંલીન્ડર ઝડપાયા

વિસનગર પુરવઠા તંત્રની રેડમાં ૧૪ ગેસ સીંલીન્ડર ઝડપાયા

વિસનગર પુરવઠા તંત્રની રેડમાં ૧૪ ગેસ સીંલીન્ડર ઝડપાયા

(પ્ર.ન્યુ.સ.)        વિસનગર,રવિવાર
વિસનગર મામલતદાર કચેરીના પુરવઠા શાખા દ્વારા ગત ગુરુવારે શહેરના નાસ્તાગૃહો અને હોટેલોમા ઓચિંતો દરોડા પાડતા છ વેપારીઓ સબસીડીવાળા રાંધણગેસના ૧૪ સીલીન્ડરનો કોમર્શીયલમા ઉપયોગ કરતા ઝડપાયા હતા.
જીલ્લા પુરવઠા તંત્રના અધિકારીની સુચનાથી વિસનગર મામલતદાર કચેરીના પુરવઠા નાયબ મામલતદાર પ્રવિણભાઈ ચૌધરી, નાયબ મામલતદાર પી.કે.પરમાર, નાયબ મામલતદાર વી.વી. વ્યાસ સહિત મામલતદાર કચેરીની ટીમ દ્વારા ગત ગુરુવારે શહેરના નાસ્તાગૃહો અને હોટેલોમા ઓચિંતો દરોડો પાડવામાં આવ્યો હતો. જેમા શહેરના બસ સ્ટેન્ડ સામે આવેલ મુમ્બાદેવી હોટેલમાંથી ૩, ક્રિષ્ના કચ્છ દાબેલીમાંથી ૧, જ્યોતિ હોસ્પિટલ સામે આવેલ હરસિધ્ધ નાસ્તા હાઉસમાંથી ર, જ્યોતિ બિલ્ડીંગમા આવેલ કાફે ટેરીયામાંથી ૧, ગંજબજાર સામે આવેલ ભાવના રેસ્ટોરન્ટમાંથી-૪ તથા સદાવિજય હોટલમાંથી ૩ મળીને કુલ ૧૪ સબસીડીવાળા રાંધણગેસના સીલીન્ડરનો કોમર્શિયલ તરીકે ઉપયોગ કરતા ઝડપાયા હતા. વિસનગર પુરવઠા શાખાની આવી ઓચિંતી રેડથી સબસીડીવાળા ગેસ સીલીન્ડરનો કોમર્શીયલમા ઉપયોગ કરતા રીઢા વેપારીઓમા ભારે ફફડાટ ફેલાયો છે. ગત વર્ષે વિસનગર પુરવઠા શાખાની રેડમા શહેરના ૮ નાસ્તાગૃહો અને હોટલમાંથી ૧૧ સબસીડીવાળા ગેસ સીલીન્ડર કોમર્શીયલમાં ઉપયોગ કરતા ઝડપાયા હતા. ત્યારે પુરવઠા શાખાના બાહોશ નાયબ મામલતદાર પ્રવિણભાઈ ચૌધરીએ વર્ષ દરમિયાન આવા ત્રણ થી ચાર વખત દરોડા પાડીને સબસીડીવાળા ગેસ સીલીન્ડરનો કોમર્શીયલમા ઉપયોગ કરતા  વેપારીઓને સબક શિખવાડવો જોઈએ.

Leave a Reply

Top