You are here
Home > News > બી.એમ.સી. અને ચાર રાજ્યોની ચુંટણીઓ સાબિત કરે છેકે સરકાર દ્વારા કરાયેલી નોટબંધી કોઈને નડી નથી

બી.એમ.સી. અને ચાર રાજ્યોની ચુંટણીઓ સાબિત કરે છેકે સરકાર દ્વારા કરાયેલી નોટબંધી કોઈને નડી નથી

બી.એમ.સી. અને ચાર રાજ્યોની ચુંટણીઓ સાબિત કરે છેકે
સરકાર દ્વારા કરાયેલી
નોટબંધી કોઈને નડી નથી

બોમ્બે મ્યુનીસીપલ કોર્પોરેશન અને યુ.પી., ગોવા, મણીપુર અને ઉત્તરાંચલ રાજ્યોના ચુંટણીના પરિણામો સાબિત કરે છેકે નોટબંધી લોકોને નડી નથી. ફક્ત રાજકીય પક્ષોનેજ નોટબંધી નડી છે. જેથી ચુંટણીમાં રાજકીય પક્ષોએ જોર-શોરથી નોટબંધીને ચુંટણીનો મુદ્દો બનાવી તેનો ભરપૂર પ્રચાર કરતાં મતદારોને ખબર પડી ગઈ કે રાજકીય પક્ષોના કાળા નાણાં કાગળ બની જતાં તે ચુંટણી પ્રચારમાં આટલો ભારે આક્રોશ ઠાલવી રહ્યા છે. જે રાજકીય પક્ષ માટે બધાજ પક્ષો બુમરાણ કરે તે ચોક્કસ મહાન શક્તિશાળી પક્ષ હશે તેમ માની મતદારોએ ભાજપને બળવાન પક્ષ સમજી ચાર રાજ્યોમાં મત આપ્યા. ગુજરાતમાં પ્રચલિત એક કહેવત છેકે “મરદની મૈયતમાં જવાય પણ હીજડાની જાનમાં ન જવાય.” તાજેતરની ચુંટણીઓમાં આજ કહેવતના આધારે ભાજપને મોટો શક્તિશાળી પક્ષ ગણી તેને મત આપવાનુ પસંદ કર્યુ બીજી રીતે જોઈએ તો વિરોધ પક્ષો ભાજપના સ્ટાર પ્રચારક રહ્યા. તેમની સભામાં ભાજપ, નરેન્દ્રભાઈ મોદીનો વિરોધ કર્યો તેનો લાભ ભાજપને મળ્યો. યુ.પી.માં કદીપણ કોઈ પક્ષની સીટો ન આવી હોય તેટલી ભાજપે સીટો મેળવી વિક્રમ સર્જ્યો. નોટબંધીમાં માલેતુજારોનેજ મુશ્કેલી પડી છે. ગરીબ વર્ગને તો નોટબંધીનો ફાયદો થયો છે. નોટ બદલવાની લાઈનમાં કોઈ પૈસાદાર વ્યક્તિ જોવા મળતો નહતો. તેના પાછળનું રહસ્ય છેકે પૈસાદારોની નોટો બદલવા ગરીબ વર્ગના લોકો લાઈનમાં ઊભા રહેતા હતા. આખા દિવસની મજૂરી કરનારને માંડ ત્રણસો રૂપિયા મળે છે. જ્યારે અડધો દિવસ લાઈનમાં ઊભા રહી નોટ બદલનારને ૪૦૦ થી ૫૦૦ રૂપિયા મળ્યા છે. આ રૂપિયા ગરીબ વર્ગના આખા કુટુંબને ઘણા લાંબા દિવસ સુધી મળ્યા છે. નોટબંધી કરનાર ભાજપ સરકારને લઈ ગરીબ વર્ગને નોટબંધી પીરીયડમાં ઘી કેળાં થયા છે. જેની મહેરબાનીથી લાંબા દિવસો સુધી સારી કમાણી થઈ છે. તે ભાજપને ગરીબ વર્ગ કઈ રીતે ભૂલે? ત્યારે તો બોમ્બે મ્યુનીસીપલ કોર્પોરેશનમાં ભાજપની જૂની સીટો કરતાં અનેકઘણી વધારે સીટો આવી છે. મહારાષ્ટ્રની અન્ય મ્યુનીસીપલ કોર્પોરેશનોમાં ભાજપ પક્ષ લીડીંગ પાર્ટી તરીકે ઊભરી આવ્યો છે. ચુંટણીમાં બીજો વિરોધ કરવાનો મુદ્દો ઉપાડાયો કે કયા અચ્છેદિન આ ગયે? ૧૬૦ રૂપિયે કિલોની તુવરની દાળ ૮૦ રૂપિયે થઈ. કદિ ના ખરીદી હોય તેટલું શાકભાજી સસ્તુ થયુ હોય. તમામ ગૃહીણીઓને સસ્તા કઠોળ અને શાકભાજીનો આનંદ હતો. હિન્દુ-મુસ્લિમ મહિલાઓએ તો ભાજપનેજ પ્રાધાન્ય આપ્યુ હતુ. મોંઘવારી ઘટવાના કારણે ગરીબ અને મધ્યમવર્ગ ભાજપ તરફ આકર્ષાયો. તેનું જ પરિણામ બધાજ રાજ્યોમાં ભાજપ ઉભરી આવ્યો તે છે. તાજેતરમાં થયેલી ચુંટણીઓમાં ભાજપ દ્વારા કરાયેલી નોટબંધીના પરિણામ રૂપે જ ચુંટણી પરિણમો છે. તેે બતાવે છેકે નોટબંધી પૈસાદાર વર્ગ સિવાય કોઈને નડી નથી. હેરાન થયો હોય તો પૈસાદાર વર્ગજ થયો છે. જેનો આનંદ ગરીબવર્ગમાં વધારે જોવા મળ્યો છે. ગરીબ વર્ગના લોકો વિચારે છેકે વગર પૈસે જો સરકારે તેમના જનધન ખાતા ન ખોલ્યા હોત તો પૈસાદાર વર્ગના લોકો તેમની પાસે આવ્યા ન હોત. ખાતેદારોમાં કોઈએ પૈસાદાર વર્ગનો ખાતામાં પૈસા ભરી સીધો લાભ લીધો. કોઈએ પૈસાદાર વર્ગ ઉપર અહેસાન ચડાવ્યુ. આ બધુ ત્યારેજ શક્ય બન્યુ ત્યારે કે જ્યારે ભાજપ સરકારે નોટબંધી કરી તેને લઈને તો ચુંટણીઓમાં ચોંકાવનારા પરિણામ આવ્યા છે.

Leave a Reply

Top