You are here
Home > News > વેરા વસુલાત કરવા પાલિકા પ્રમુખ/ચિફ ઓફીસરની કડક સુચના હોવાથી ખેરાલુ GIDC ના ઉદ્યોગોને સીલ કરવાની કાર્યવાહી શરુ

વેરા વસુલાત કરવા પાલિકા પ્રમુખ/ચિફ ઓફીસરની કડક સુચના હોવાથી ખેરાલુ GIDC ના ઉદ્યોગોને સીલ કરવાની કાર્યવાહી શરુ

વેરા વસુલાત કરવા પાલિકા પ્રમુખ/ચિફ ઓફીસરની કડક સુચના હોવાથી
ખેરાલુ GIDC ના ઉદ્યોગોને
સીલ કરવાની કાર્યવાહી શરુ

(પ્ર.ન્યુ.સ.)        ખેરાલુ,રવિવાર
ખેરાલુ પાલિકા દ્વારા ૩૧ માર્ચ નજીક આવતા વેરા વસુલાત કડક કરવા પાલિકા પ્રમુખ પ્રેમજીભાઈ દેસાઈ તેમજ ચિફ ઓફીસર ચિંતનભાઈ ચૌધરીએ સુચના આપતા ૧૫-૩-૨૦૧૭ થી પાલિકાનો તમામ સ્ટાફ જુદા જુદા વિસ્તારોમાં વેરા વસુલાત કરવા ફરી રહ્યો છે. ત્યારે ખેરાલુ શહેરના સૌથી મોટા બાકીદાર જીઆઈડીસીના ઉદ્યોગકારોની મિલ્કતોને સીલ કરવાની કાર્યવાહી આજથી શરુ થશે તેવુ પાલિકાના વેરા ઉઘરાવતા કર્મચારીઓ પાસેથી જાણવા મળ્યુ છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે ખેરાલુ પાલિકાનુ કુલ ભરણાંના ૬૭ ટકા વેરા વસુલાત થઈ ગઈ છે. બાકી વેરામાં મુખ્યત્વે સરકારી મિલ્કતો અને જીઆઈડીસીના ઉદ્યોગકારો આવે છે. સરકારી મિલ્કતોનો વેરો આશરે ૧૫ લાખ બાકી છે જેથી પાલિકાએ કલેક્ટરશ્રીને પત્ર લખી સરકારી મિલ્કતોના વેરાની વસુલાત માટે જાણ કરી છે. જીઆઈડીસીના ઉદ્યોગકારો પાસેથી ૩૦ લાખ રૂપિયા બાકી વેરા પેટે લેવાના નીકળે છે. જીઆઈડીસીના ઉદ્યોગકારો માટે પાલિકા સભ્યોએ ઘટાડેલા વેરાનો ઠરાવ કલેક્ટરશ્રીએ નામંજુર કર્યો છે. જેથી ચાલુ વર્ષ સાથે ત્રણ વર્ષનો વેરો ભરવાનો થાય છે. ઉદ્યોગકારો ઈરાદાપૂર્વક પાલિકાને ગેરમાર્ગે દોરીને વેરો ભરતા નથી. જેથી આજે સોમવારે પાલિકાતંત્ર જી.આઈ.ડી.સી.ના ઉદ્યોગોને સીલ કરવાની કાર્યવાહી કરશે તેવુ પાલિકા તંત્ર જણાવે છે.

Leave a Reply

Top