You are here
Home > News > કંકુપુરા ગ્રામ પંચાયત સમરસ થતા ધારાસભ્યની મુલાકાત લીધી – ઋષિભાઈને ટીકીટ મળશે તો તેમના પડખે રહીશુ-કંકુપુરા ગ્રામજનો

કંકુપુરા ગ્રામ પંચાયત સમરસ થતા ધારાસભ્યની મુલાકાત લીધી – ઋષિભાઈને ટીકીટ મળશે તો તેમના પડખે રહીશુ-કંકુપુરા ગ્રામજનો

કંકુપુરા ગ્રામ પંચાયત સમરસ થતા ધારાસભ્યની મુલાકાત લીધી
ઋષિભાઈને ટીકીટ મળશે તો તેમના પડખે રહીશુ-કંકુપુરા ગ્રામજનો

(પ્ર.ન્યુ.સ.)        વિસનગર,રવિવાર
વિસનગરના ધારાસભ્ય ઋષિકેશભાઈ પટેલના અથાગ પ્રયત્નોથી તાલુકાના કંકુપુરા(ગોઠવા), ગ્રામ પંચાયતની અલગ રચના થઈ હતી. જેથી ગ્રામજનોની ધારાસભ્ય પ્રત્યે અનહદ લાગણી જન્મી હતી. જેમાં થોડા દિવસોમાં યોજાનારી ગ્રામ પંચાયતોની ચુંટણીઓમાં પ્રથમ ચુંટણીમાંજ કંકુપુરા ગ્રામ પંચાયત સમરસ થતા ગત શુક્રવારે સરપંચ, સભ્યો સહીતના ગ્રામજનોએ ધારાસભ્ય કાર્યાલયમાં ધારાસભ્ય ઋષિકેશભાઈ પટેલની મુલાકાત લઈ ધારાસભ્યના હસ્તે કેસરીયો ધારણ કર્યો હતો. આ સમયે ગ્રામજનોએ આવનારી વિધાનસભાની ચુંટણીમાં ભાજપ પાર્ટી ધારાસભ્ય ઋષિકેશભાઈ પટેલને ટીકીટ આપશે તો પોતાનો સંપુર્ણ ટેકો આપી તેમને વિજયી બનાવવાનો સંકલ્પ લીધો હતો.
ભાગવત્‌ ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણએ કહ્યુ છેકે દરેક માણસે પોતાના જીવનમાં ફળની આશા રાખ્યા વગર સતકર્મો કરવા જોઈએ. જેનુ ભગવાન ચોક્કસ સારૂ ફળ આપે છે તેવુ માનીને સમજુ માણસો સારા કર્મો કરે છે. જેમાં ધારાસભ્ય ઋષિકેશભાઈ પટેલે ફળની આશા રાખ્યા વગર તાલુકાના અન્ય ગામોની જેમ કંકુપુરા ગામનો અદ્‌ભૂત વિકાસ થાય તેવા હેતુથી કંકુપુરા ગ્રામ પંચાયતની અલગ રચના કરવા અથાગ પ્રયત્નો કર્યા હતા. જેના કારણે ગ્રામજનોની ધારાસભ્ય ઋષિકેશભાઈ પટેલ પ્રત્યે કુણી લાગણી પેદા થઈ હતી. ત્યારે કંકુપુરાના ગ્રામજનોએ ધારાસભ્ય ઋષિકેશભાઈ પટેલને ગામમાં બોલાવી તેમનુ બહુમાન કરી જાહેરમાં આભાર માન્યો હતો. આ સાથે ધારાસભ્યએ આ તાલુકામાં કરેલા વિકાસકામો જોઈને કંકુપુરાના ગ્રામજનો સામુહિક ભાજપમાં જોડાયા હતા આ વાત કોંગ્રેસના આગેવાનોના ધ્યાને આવતા તેમને પાયાવિહોણી ગણાવી હતી.
આ સમયે કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો કે, ધારાસભ્યએ એવી ધમકી આપી હતી કે ગ્રામજનો ભાજપમાં નહી જોડાય તો કંકુપુરા ગ્રામ પંચાયત અલગ થશે નહી. આવી ધમકી આપીને ગ્રામજનોને ભાજપમાં જોડાવા મજબુર કર્યા છે. જોકે અત્યારે કોંગ્રેસના આક્ષેપો બેબુનિયાદ સાબીત થયા છે. પરંતુ સત્યનો હંમેશા વિજય થાય છે અને સારા કાર્યોનુ ફળ હંમેશા સારૂ મળે છે તેમ થોડા દિવસ પછી યોજાનારી ગ્રામ પંચાયતોની ચુંટણીઓમાં કંકુપુરા ગ્રામ પંચાયત પ્રથમ ચુંટણીમાંજ સમરસ થતા ગ્રામ પંચાયતના સરપંચ મહેન્દ્રજી રણછોડજી ઠાકોર, બાબુજી મથુરજી ઠાકોર, દિવાનજી પનાજી ઠાકોર, પ્રહલાદજી સોમાજી ઠાકોર, રમણજી ગંભીરજી ઠાકોર, દશરથજી ઈશ્વરજી ઠાકોર, કરશનજી અમરતજી ઠાકોર, નરેશજી સરદારજી ઠાકોર તથા પ્રવિણજી કેશાજી ઠાકોર સહીત ગ્રામજનોએ ગત શુક્રવારે ધારાસભ્ય કાર્યાલયમાં ધારાસભ્ય ઋષિકેશભાઈ પટેલની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન ગ્રામ પંચાયતના સરપંચ, સભ્યો તથા ગ્રામજનોએ ધારાસભ્ય ઋષિકેશભાઈ પટેલના હસ્તે કેસરીયો ધારણ કરી આવનારી વિધાનસભાની ચુંટણીમાં જો ભારતીય જનતા પાર્ટી ધારાસભ્ય ઋષિકેશભાઈ પટેલને ટીકીટ આપશે તો તેમને વિજયી બતાવવાનો સામુહિક સંકલ્પ લીધો હતો. જ્યારે ધારાસભ્યએ તાલુકાના અન્ય ગામની જેમ કંકુપુરા ગામનો વિકાસ કરવા પોતાનો પુરેપુરો સહયોગ આપવાની ખાત્રી આપી કંકુપુરાના ગ્રામજનોને મોં મીઠુ કરાવી શુભેચ્છા પાઠવી હતી. આ મુલાકાતમાં ધારાસભ્ય ઋષિકેશભાઈ પટેલ સાથે વિસનગર તાલુકા ભાજપ મહામંત્રી મુકેશભાઈ ચૌધરી, સતીષભાઈ પટેલ(લક્ષ્મીપુરા), એલ.કે.પટેલ, જશુભાઈ ચૌધરી(ગુંજા), પી.કે.પટેલ(વાલમ), અરવિંદજી ઠાકોર(ગોઠવા), અજમલજી ઠાકોર (કોર્પોરેટર), મહેશભાઈ પટેલ(કોષાધ્યક્ષ), નરેશજી ઠાકોર(ગોઠવા) તથા કાન્તિજી ઠાકોર (કંકુપુરા) સહીતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Top