ભાજપના ગઢ સમાન વિસનગરમાં ભાજપના અસંતુષ્ટોના કારણે – પાલિકાના ઈતિહાસમાં કોંગ્રેસના મેન્ડેટ ઉપર શકુન્તલાબેન પ્રથમ પ્રમુખ

ભાજપના ગઢ સમાન વિસનગરમાં ભાજપના અસંતુષ્ટોના કારણે – પાલિકાના ઈતિહાસમાં કોંગ્રેસના મેન્ડેટ ઉપર શકુન્તલાબેન પ્રથમ પ્રમુખ

Prachar News No Comments on ભાજપના ગઢ સમાન વિસનગરમાં ભાજપના અસંતુષ્ટોના કારણે – પાલિકાના ઈતિહાસમાં કોંગ્રેસના મેન્ડેટ ઉપર શકુન્તલાબેન પ્રથમ પ્રમુખ

ભાજપના ગઢ સમાન વિસનગરમાં ભાજપના અસંતુષ્ટોના કારણે
પાલિકાના ઈતિહાસમાં કોંગ્રેસના મેન્ડેટ ઉપર શકુન્તલાબેન પ્રથમ પ્રમુખ

(પ્ર.ન્યુ.સ.)        વિસનગર,રવિવાર
વિસનગર પાલિકામાં કોંગ્રેસના શકુન્તલાબેન પટેલ પ્રમુખ બનતાની સાથે પાલિકામાં એક ઈતિહાસ રચાયો છે. કોંગ્રેસના મેન્ડેટ ઉપર કોઈ પાલિકા પ્રમુખ બન્યા હોય તેવો આ પ્રથમ બનાવ છે. અગાઉ કોંગ્રેસની વિચારચારા ધરાવતા આગેવાનો પ્રમુખ બન્યા હતા. પરંતુ તે વખતે પાલિકામાં પક્ષીય ચુંટણી થતી નહોતી. જોકે બે બીલાડીના ઝગડામાં વાંદરો ફાવે તેમ ભાજપના અંદરોઅંદરના ઝગડામાં પાલિકામાં કોંગ્રેસ ફાવી ગઈ છે.
એકબીજાની ઈમેજ ખરાબ કરવામાં, અંદરોઅંદરના ઝગડામાં હંમેશા નુકશાનજ થાય છે. વિસનગર પાલિકા પ્રમુખની ચુંટણીમાંથી ભાજપે સબક મેળવ્યો હોય તેમ જણાય છે. તા.૨૪-૩-૨૦૧૭ ના રોજ વિસનગર પાલિકા પ્રમુખની ચુંટણીમાં કોંગ્રેસના પીઢ કાર્યકર શકુન્તલાબેન પટેલ પાલિકા પ્રમુખ તરીકે બીનહરિફ ચુંટાઈ આવ્યા છે. ચુંટણી અધિકારી પ્રાન્ત વી.જી.રોરે પ્રમુખની ચુંટણી પ્રક્રિયા શરૂ કરી ત્યારે શહેર કોંગ્રેસ પ્રમુખ મનુજી ઠાકોરે પ્રમુખ તરીકે શકુન્તલાબેન પટેલનુ નામ સુચવતુ રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટીનુ મેન્ડેટ ચુંટણી અધિકારીને આપ્યુ હતુ. કોંગ્રેસનુ મેન્ડેટ વિસનગર પાલિકાના સભાખંડમાં આવતાજ એક ઈતિહાસ રચાયો હતો. વિસનગર પાલિકાના ઈતિહાસમાં કોંગ્રેસના મેન્ડેટ ઉપર કોઈ પ્રમુખ બન્યુ હોય તે પ્રથમ બનાવ હતો. અગાઉ સ્વ.રમણીકલાલ મણીયાર, વજીરખાન પઠાણ, સ્વ.ભોળાભાઈ પટેલ, ગણપતભાઈ પરમાર, સ્વ.વરવાજી ઠાકોર તથા સ્વ.શાતાબેન પટેલે પાલિકા પ્રમુખનો હોદ્દો સંભાળ્યો હતો. આ તત્કાલીન પાલિકા પ્રમુખો કોંગ્રેસની વિચારસરણી ધરાવતા હતા. જે પૂર્વ પ્રમુખ હજુ પણ કોંગ્રેસ સાથે છે. પરંતુ અગાઉ પાલિકામાં પક્ષીય ચુંટણી લડાતી નહોતી. પરિવર્તન પેનલ, વિકાસ પેનલ એ નામથી ચુંટણીઓ લડાતી હતી. પ્રહેલાદભાઈ ગોસા ધારાસભ્ય બન્યા ત્યારથી પાલિકામાં પક્ષનો પગપેસારો થયો અને પ્રહેલાદભાઈ ગોસાના સમયથી વિસનગર પાલિકા ભાજપનો ગઢ બની હતી. જેમાં કોંગ્રેસ ક્યારેય ફાવી શકી નહોતી. પરંતુ બેના ઝઘડામાં હંમેશા ત્રીજો ફાવે તેમ આ વખતે પાલિકાની ચુંટણીમાં એકબીજાની ઈમેજ ખરાબ કરવામાં ભાજપનાજ સામસામે આવ્યા. ભાજપના અસંતુષ્ટો પ્રેરીત વિકાસમંચ બન્યો. વિકાસમંચ અને કોંગ્રેસનુ ગઠબંધન પાલિકાની ચુંટણીમાં બહુમતી મેળવી અને પાલિકાના ઈતિહાસમાં પ્રથમ વખત કોંગ્રેસના મેન્ડેટ ઉપર શકુન્તલાબેન પટેલ પાલિકા પ્રમુખ બન્યા. પાલિકામાં કોંગ્રેસના પ્રમુખ બનાવવામાં સફળતા મેળવી વર્ષો પછી વિસનગર ભાજપના ગઢમાં ગાબડુ પાડવામાં કોંગ્રેસ સફળ રહી છે.

Leave a comment

Back to Top