વિસનગર તાલુકા સેવાસદનમાં પીવાના પાણીની સમસ્યા

વિસનગર તાલુકા સેવાસદનમાં પીવાના પાણીની સમસ્યા

Prachar News No Comments on વિસનગર તાલુકા સેવાસદનમાં પીવાના પાણીની સમસ્યા

વિસનગર તાલુકા સેવાસદનમાં પીવાના પાણીની સમસ્યા

(પ્ર.ન્યુ.સ.)        વિસનગર,રવિવાર
થોડા દિવસોમાં યોજાનારી ગ્રામ પંચાયતની ચુંટણીના ફોર્મ ભરવા માટે સરપંચ અને સભ્યોના ઉમેદવારો તથા ટેકેદારોનો તાલુકા પંચાયત અને મામલતદાર કચેરીમાં ભારે ઘસારો રહે છે. ત્યારે ઉનાળાની ગરમીને ધ્યાને રાખીને તાલુકા પંચાયત દ્વારા ઉમેદવારો અને ટેકેદારો માટે પીવાના પાણીની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી. જ્યારે મામલતદાર કચેરી દ્વારા ઉમેદવારો અને ટેકેદારો માટે પીવાના પાણીની વ્યવસ્થા કરવાને બદલે પીવાના પાણીના બંધ કુલર પાસે ગંદકી જોવા મળતા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.
રાજ્ય ચુંટણી પંચે ગ્રામ પંચાયતની ચુંટણી યોજવા માટે અચાનક જાહેરનામુ બહાર પાડતા વિસનગર તાલુકા પંચાયતના ટીડીઓ વિજયભાઈ ચૌધરી સહીત તાલુકા પંચાયતનો સ્ટાફ ચુંટણી કામગીરીમાં વ્યસ્ત થઈ ગયો હતો. ગ્રામ પંચાયતની ચુંટણીના ફોર્મ ભરવા આવતા સરપંચ અને સભ્યોના ઉમેદવારો અને તેમના ટેકેદારોને કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે તેનું તાલુકા પંચાયતનો સ્ટાફ ધ્યાન રાખેે છે. જેમાં ઉનાળાની ગરમીને ધ્યાને રાખીને તાલુકા પંચાયતના ટીડીઓ વિજયભાઈ ચૌધરી તથા તાલુકા પંચાયતના હોદ્દેદારો દ્વારા સરપંચ અને સભ્યોના ઉમેદવારો તથા તેમના ટેકેદારો માટે તાલુકા પંચાયતમાં પીવાના પાણીનુ કુલર હોવા છતાં એકસ્ટ્રા પીવાના પાણીના જગની વ્યવસ્થા કરવામાં આવી હતી. જ્યારે મામલતદાર અને પ્રાન્ત કચેરીમાં પીવાના પાણીનુ કુલર બંધ હાલતમાં હોવા છતાં ગ્રામ પંચાયતની ચુંટણીના ફોર્મ ભરવા આવતા ઉમેદવારો અને તેમના ટેકેદારો માટે પીવાના પાણીની કોઈ વ્યવસ્થા કરવામાં આવી નહતી. જેમાં પ્રાન્ત અધિકારીની કચેરી પાસેનું ઠંડા પાણીનુ કુલર શોભાના ગાંઠીયાની જેમ બંધ હાલતમાં હોવા છતાં પ્રાન્ત અધિકારી વી.જી.રોર તથા મામલતદાર આર.એમ.દંતાણી તેને ચાલુ કરાવવા માટે કોઈ કાર્યવાહી કરતા નથી. વધુમાં ચુંટણી કામગીરી દરમ્યાન મામલતદાર કચેરીમાં આવતા અરજદારોને કોઈ મુશ્કેલી ન પડે તેનું ધ્યાન રાખવાની જવાબદારી ચુંટણી અધિકારી એવમ્‌ મામલતદાર આર.એમ.દંતાણીની હોવા છતાં તેઓ અરજદારોને ન્યાય આપવાને બદલે ફુટબોલની જેમ ફેરવી રહ્યા હોવાનુ ચર્ચાય છે. જેમાં પોતાના ઓરીઝનલ ડૉક્યુમેન્ટ લઈને પ્રમાણિત નકલ કરાવવા આવતા અરજદારોને મામલતદાર પોતાની ફરજમાં આવતુ ન હોવાનુ જણાવી તાલુકા પંચાયતના ટીડીઓ વિજયભાઈ ચૌધરી પાસે ધકેલતા હોવાનુ પણ ચર્ચાય છે. ત્યારે સરકારના અધિકારીઓ અને પદાધિકારીઓએ ફરજમાં નિરૂત્સાહ દાખવતા આવા અધિકારી સામે કડક પગલા ભરવા જોઈએ. જેથી ભાજપ સરકાર બદનામ ન થાય. હાલમાંતો મામલતદાર આર.એમ.દંતાણીની વહીવટી કામગીરીથી સ્થાનિક ભાજપના પદાધિકારીઓ ઉપર લોકોનો ભારોભાર રોષ પેદા થયો છે.

Leave a comment

Back to Top