You are here
Home > News > જાણીતા વકીલ કે.કે.પરમારની દલીલો આધારે મેજીસ્ટ્રેટ એ.એમ.પાટડીયા સાહેબનો હુકમ યુવતીની કારકિર્દિનો ખ્યાલ રાખી કોર્ટે ડૉક્યુમેન્ટ પરત અપાવ્યા

જાણીતા વકીલ કે.કે.પરમારની દલીલો આધારે મેજીસ્ટ્રેટ એ.એમ.પાટડીયા સાહેબનો હુકમ યુવતીની કારકિર્દિનો ખ્યાલ રાખી કોર્ટે ડૉક્યુમેન્ટ પરત અપાવ્યા

જાણીતા વકીલ કે.કે.પરમારની દલીલો આધારે મેજીસ્ટ્રેટ એ.એમ.પાટડીયા સાહેબનો હુકમ
યુવતીની કારકિર્દિનો ખ્યાલ રાખી કોર્ટે ડૉક્યુમેન્ટ પરત અપાવ્યા

(પ્ર.ન્યુ.સ.)      વિસનગર,રવિવાર
સ્ત્રીઓના રક્ષણ અને ન્યાય માટે સરકારે અનેક કાયદાઓ બનાવ્યા છે. પરંતુ પોલીસ તેનો અમલ કરતી નહી હોવાથી આવા કાયદાઓ ફક્ત કહેવા અને સાંભળવા પુરતા સીમીત બની જાય છે. પરંતુ આ કાયદા અન્વયે જાણકાર વકીલ સાથે કોર્ટના દ્વાર ખટખટાવવામાં આવે તો પરિસ્થિતિ સમજી કોર્ટ જરૂર ન્યાય અપાવે છે. વિસનગરની એક યુવતીના એલ.સી. તથા અન્ય ડૉક્યુમેન્ટ તેના સાસરીયાએ પડાવી લીધા હતા ત્યારે જાણીતા વકીલ કે.કે.પરમાર મારફતે વિસનગરના એ.એચ.પાટડીયા સાહેબની કોર્ટમાં અરજ કરતા ડોમેસ્ટીક વાયોલન્સ એક્ટ હેઠળ યુવતીને ડૉક્યુમેન્ટ પરત આપવા કોર્ટે હુકમ કર્યો છે.
વિસનગર કાંસા એન.એ.વિસ્તારમાં રહેતા પરમાર હિનાબેન ડાહ્યાલાલે તેમના વકીલ કે.કે.પરમાર દ્વારા વિસનગર કોર્ટમાં તેમના પતિ મુળ પાટણ અને હાલ અમદાવાદ રહેતા કૃણાલ જીતેન્દ્રભાઈ સોલંકી તથા સાસરીયા વિરુધ્ધ ડોમેસ્ટીક વાયોલન્સ એક્ટ અન્વયે અરજ કરી હતી. હિનાબેન પરમારે એમ.એ.બી.એડ્‌.સુધીનો અભ્યાસ કર્યો છે. જેમને જી.પી.એસ.સી. અને ન્યુ ઈન્ડીયા ઈન્સ્યોરન્સ કંપનીમાં નોકરીની જાહેરાતનુ ફોર્મ ભરવા અભ્યાસના સર્ટીફીકેટની જરૂર હતી. હિનાબેન પરમારે પતિ તથા સાસરીયા પાસે ડૉક્યુમેન્ટ્‌સની વારંવાર માગણી કરવા છતા પરત આપતા નહોતા. વ્યથીત યુવતીએ ચાંદખેડા પોલીસ સ્ટેશન તથા પોલીસ કમિશ્નર અમદાવાદને લેખીત અરજ કરવા છતા પોલીસ પણ યુવતીના ઓરીજીનલ સર્ટીફીકેટ પરત અપાવી શકી નહોતી. નવાઈની વાતતો એ છેકે યુવતીના પતિએ તેના જવાબમાં પોતાની પાસે ડૉક્યુમેન્ટ્‌સ હોવાનુ સ્વિકાર્યુ હતુ તેમ છતાં પોલીસ ડૉક્યુમેન્ટ્‌સ અપાવી શકી નહોતી. છેવટે હિનાબેન પરમારે તેમના વકીલ કે.કે.પરમાર દ્વારા વિસનગરના એ.એમ.પાટડીયા સાહેબની કોર્ટમાં અરજ કરી હતી. વિદ્વાન વકીલ કે.કે.પરમારના પુરાવા સહીતની યોગ્ય દલીલો ધ્યાને લઈ મેજીસ્ટ્રેટ પાટડીયા સાહેબે યુવતીને ડૉક્યુમેન્ટ્‌સ પરત અપાવવા પ્રોટેક્શન ઓફીસરને હુકમ કર્યો હતો. અને અરજદાર હિનાબેન પરમારને તેમના ઓરીજનલ સર્ટીફીકેટ્‌સ પરત મળી ગયા હતા.
અત્રે ઉલ્લેખનીય છેકે, સરકાર દ્વારા સ્ત્રીઓના રક્ષણ અને ઉત્થાન માટે કાયદાઓ બનાવેલા છે. પરંતુ પોલીસ દ્વારા તેનો અમલ કરાવવામાં આવતો નથી. જેથી સરકારના કાયદાઓ માત્ર કાગળ ઉપર રહી જાય છે. આ કેસમાં પણ અરજદારે ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં લેખીત અરજી આપી હતી. છતાં પણ પોલીસે કોઈ કાર્યવાહી ન કરતાં હિનાબેને પોલીસ કમિશ્નરશ્રી અમદાવાદને ફેક્સથી અરજી મોકલી જાણ કરી હતી. છતાં પણ પોલીસે તેમના ડૉક્યુમેન્ટ્‌સ પરત અપાવેલા નહિ. જો હિનાબેને તેમના વકીલ શ્રી કે.કે.પરમાર મારફતે કોર્ટમાં અરજ કરી ન હોત તો હજુ સુધી પણ તેમને તેમના ડૉક્યુમેન્ટ્‌સ પરત મળી શક્યા ન હોત અને તેઓ જી.પી.એસ.સી.અને ન્યુ ઈન્ડિયા ઈન્સ્યોરન્સની જાહેરાત ભરી શક્યા ન હોત. પરંતુ હિનાબેને એક જાગૃત સ્ત્રી તરીકે લડત આપતા અને વકીલ કે.કે.પરમારની દસ્તાવેજી પુરાવાઓ સહિતની યોગ્ય રજૂઆતને કારણે જાહેરાતની અંતિમ તારીખ પહેલા હિનાબેનને તેમના ડૉક્યુમેન્ટ્‌સ પરત મળી શક્યા છે.
વિસનગરના વિદ્વાન વકીલ કે.કે.પરમારની દલીલોને ધ્યાને લઈ ડોમે.વાયો.એક્ટ અન્વયે નામ.કોર્ટના હુકમ દ્વારા ડૉક્યુમેન્ટ્‌સ પરત મેળવવાનો વિસનગર કોર્ટમાં આ પ્રથમ કેસ છે. આ અગાઉ પણ વિસનગરના વકીલ શ્રી કે.કે.પરમાર દ્વારા ડોમે.વાયો.એક્ટ હેઠળ ઘણી મહિલાઓને ન્યાય અપાવેલ છે.

Leave a Reply

Top