You are here
Home > News > કબ્રસ્તાનો માટે યુપીની ચુંટણીનો મુદ્દો હતો ત્યારે ખેરાલુના સ્મશાનોની દયનીય હાલત માટે જવાબદાર કોણ?

કબ્રસ્તાનો માટે યુપીની ચુંટણીનો મુદ્દો હતો ત્યારે ખેરાલુના સ્મશાનોની દયનીય હાલત માટે જવાબદાર કોણ?

કબ્રસ્તાનો માટે યુપીની ચુંટણીનો મુદ્દો હતો ત્યારે
ખેરાલુના સ્મશાનોની દયનીય હાલત માટે જવાબદાર કોણ?

(પ્ર.ન્યુ.સ.)        ખેરાલુ,રવિવાર
ઉત્તર પ્રદેશની ચુંટણી ટાણે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પોતાના ભાષણમાં કહ્યુ કે કબ્રસ્તાનોના વિકાસ સાથે સ્મશાનોનો વિકાસ પણ થવો જોઈએ ત્યારે ઉત્તરપ્રદેશ જેવી ખરાબ હાલત ખેરાલુની પણ છે. પાલિકામાં ભાજપનુ સાશન છે. રાજ્ય સરકાર ભાજપની છે કેન્દ્ર સરકારમાં ભાજપનુ રાજ છે તો પછી ખેરાલુમાં ઈતર કોમના સ્મશાનોનો વિકાસ કેમ થતો નથી? આવા પ્રશ્ન સાથે ખેરાલુ ખોખરવાડાના વણકર સમાજે પાલિકાને વણકર સમાજના સ્મશાનની ગંદકી દુર કરવા એક વર્ષ પછી ૪-૭-૨૦૧૭ ના રોજ ફરીથી પાલિકામાં અરજી કરી છે.
ખેરાલુ શહેરમાં દરજી, મોચી, મોદી, સમાજ માટે રૂપેણ નદીના કિનારે સ્મશાનની જગ્યા ફાળવવામાં આવી છે. આ સ્મશાન આસપાસ પાલિકા કચરો ઠાલવે છે. ખેરાલુ શહેરના જૈનોના સ્મશાનમાં જવા માટે પહેલા ઝાડી ઝાંખરા હટાવો તોજ સ્મશાન સુધી પહોચી શકાય તેવી હાલત છે. નાના સમાજોના સ્મશાનોના વરંડા બનતા નથી. આ સ્મશાનોને પાણીનુ કનેક્શન કદી મળ્યુ નથી. ત્યારે વણકર સમાજના આગેવાનોની સહી સાથે ઝાડી ઝાંખરા દુર કરી પાણીનુ કનેક્શન આપવા વિનંતી કરતો પત્ર લઈ વણકર સમાજના યુવકો વોર્ડ નં.૨ના સભ્ય ઉમરફારૂક સિંધી પાસે પહોચ્યા ત્યારે ઉમરફારૂક સિંધીએ યુધ્ધના ધોરણે સાફસફાઈ કરાવી આપવાનુ વચન આપ્યુ હતુ. ખેરાલુ શહેરમાં ચૌધરી સમાજનુ સ્મશાનગૃહ અને મુક્તિધામ સેવાટ્રસ્ટ દ્વારા બેજ સારા સ્મશાન છે બાકીના તમામ સ્મશાનોની હાલત દયનીય છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ગુજરાત સરકારના કાન પકડી રાજ્યના હિંદુ સ્મશાનોને વરંડા બનાવી આપી, પાણીની સગવડ આપે તેવી વણકર સમાજના યુવકોની માંગણી છે. જોઈએ હવે ખેરાલુની ઉંઘતી પાલિકાને કલેક્ટરશ્રી ક્યારે જગાડે છે?

Leave a Reply

Top